Saturday, September 5News That Matters

Gujarat

મહુવા તાલુકાની કુંભણ શાળાના ઇનોવેટીવ શિક્ષક દંપત્તિ શીતલબેન ભટ્ટી અને રમેશભાઈ બારડનાં નવતર પ્રયોગો જિલ્લાકક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલમાં રજૂ કર્યા

મહુવા તાલુકાની કુંભણ શાળાના ઇનોવેટીવ શિક્ષક દંપત્તિ શીતલબેન ભટ્ટી અને રમેશભાઈ બારડનાં નવતર પ્રયોગો જિલ્લાકક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલમાં રજૂ કર્યા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર જી. સી. ઈ. આર. ટી. ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભાવનગર દ્વારા આયોજિત ભાવનગર જિલ્લા કક્ષાનો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ ૨૦૨૨-૨૩ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સીદસર ખાતે યોજાયો. આ ઇનોવેશન ફેસ્ટિવલમાં મહુવા તાલુકાની કુંભણ કેન્દ્રવર્તી શાળાના ઇનોવેટિવ શિક્ષક દંપત્તિ શીતલબેન ભટ્ટી અને રમેશભાઈ બારડના રમકડાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ગિજુભાઈ બધેકા અને મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિના સિદ્ધાંતો લઈ શિક્ષણમાં નવતર પ્રયોગ માટે આ શિક્ષક દંપત્તિ જાણીતા છે. તેઓના રમકડાં રાજ્યકક્ષાએ અને નેશનલ કક્ષાએ રમકડાં મેળામાં પસંદગી પામેલા છે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ભાવનગર ચેરપર્સન શ્રીમતિ કમુબેન ચૌહાણ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગર ચેરમેન શિશિરભાઈ ત્રિવેદી સહિતના મહાનુભાવોએ ઇનોવેટીવ શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતા....
ભાવનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે જીવલેણ માર્ગ અકસ્માતમાં માનવ જિંદગી બચાવનારાઓનું સન્માન કરાયું

ભાવનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે જીવલેણ માર્ગ અકસ્માતમાં માનવ જિંદગી બચાવનારાઓનું સન્માન કરાયું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં કેન્દ્ર સરકારે માર્ગ અકસ્માતના પીડિતોને મદદરૂપ થવા માટે લોકો વિના સંકોચે આગળ આવતા થાય તે માટે 'ગુડ સમારીટન એવોર્ડ' યોજના અમલી બનાવી છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગર ખાતેથી વેબસાઇટ અને 'ગુડ સમારીટન એવોર્ડ’ યોજનાને રાજ્યવ્યાપી રિ-લોંચ પણ કરવામાં આવી છે. આ અવસરે ભાવનગર જિલ્લા આર.ટી.ઓ અને પોલિસ વિભાગ દ્વારા આયોજીત "ગુડ સમારીટન" વ્યક્તિઓનો સન્માન કાર્યક્રમ જિલ્લા કલેક્ટર ડી.કે.પારેખની અધ્યક્ષતામાં તેમજ ભાવનગર પૂર્વના ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા અને તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ પરમાર અને મેયર શ્રીમતી કીર્તિબાળા દાણીધારીયાની વિશેષ ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે યોજાયો હતો. જિલ્લા કલેક્ટર ડી.કે.પારેખે જણાવ્યું હતું કે ટ્રાફિક નિયમોના પાલન સાથે માર્ગ અકસ્માતો ઘટાડી શકાય છે. અકસ્માત થયાના એક કલાકને “ગ...
બોટાદમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અન્વયે પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમની  પ્રેક્ટિસ પૂરજોશમાં

બોટાદમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અન્વયે પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રેક્ટિસ પૂરજોશમાં

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી , બોટાદ બોટાદમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત જિલ્લા કલેક્ટર બી.એ.શાહના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જે અન્વયે ત્રિકોણી ખોડીયાર ગ્રાઉન્ડ ખાતે પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે. પોલીસના જવાનો, હોમગાર્ડના જવાનો, ચેતક કમાન્ડો, મહિલા પોલીસ, ડોગ સ્ક્વોડ તેમજ અશ્વસવાર જવાનો સહિત પોલીસ બેન્ડ દ્વારા પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે. બોટાદમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં અશ્વદોડ, જવાનોના વિવિધ કરતબો સહિતની પ્રવૃત્તિઓ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની અવનવી કૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બનશે. જિલ્લામાં સૌ પ્રથમ વખત રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થવાની હોવાથી બોટાદવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે....
બોટાદમાં આકાર લઇ રહી છે રંગબેરંગી ચિત્રનગરી: અંડર બ્રિજની દીવાલો પર રાષ્ટ્રીયશાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની સુંદર તસવીર બની આકર્ષણનું કેન્દ્ર

બોટાદમાં આકાર લઇ રહી છે રંગબેરંગી ચિત્રનગરી: અંડર બ્રિજની દીવાલો પર રાષ્ટ્રીયશાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની સુંદર તસવીર બની આકર્ષણનું કેન્દ્ર

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી , બોટાદ બોટાદ જિલ્લામાં રાજ્યકક્ષા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી માટે જોરશોરથી તૈયારીઓ થઇ રહી છે. ત્યારે જિલ્લા કલેક્ટર બી.એ.શાહના માર્ગદર્શન હેઠળ બોટાદના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં તડામાર તૈયારીઓનો પ્રારંભ થઇ ચૂક્યો છે. જ્યારે બોટાદ જિલ્લામાં રાજ્યકક્ષાનાં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી થવા જઇ રહી છે, ત્યારે બોટાદ શહેરનાં અન્ડરબ્રિજની દીવાલ પર રાષ્ટ્રભક્તિનો સંદેશ આપતાં ચિત્રો સાથેની રંગબેરંગી ચિત્રનગરી આકાર લઇ રહી છે. બોટાદ જેમની કર્મભૂમી રહ્યું છે તેવાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનાં સુંદર ચિત્રથી દીવાલ વધુ શોભી રહી છે. ત્યારે યુવાપેઢી ગુજરાતી સાહિત્યક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપનારા ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિઓથી પરિચિત થાય તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમની તસવીર દોરીની તેમની સ્મૃતિઓ તાજી કરવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે ક...
તા.૨૩ જાન્યુઆરીએ બોટાદના શ્રી નાનજી દેશમુખ ઓડિટોરીયમ હોલ ખાતે “કવિ સંમેલન અને શૌર્યગીત ગુંજન”ની રમઝટનો કાર્યક્રમ યોજાશે

તા.૨૩ જાન્યુઆરીએ બોટાદના શ્રી નાનજી દેશમુખ ઓડિટોરીયમ હોલ ખાતે “કવિ સંમેલન અને શૌર્યગીત ગુંજન”ની રમઝટનો કાર્યક્રમ યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, બોટાદ પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી બોટાદ જિલ્લામાં થવા જઇ રહી છે જે અન્વયે તા.૨૩ મી જાન્યુઆરી, ૨૦૨૩ ને સોમવારના રોજ બોટાદના શ્રી નાનજી દેશમુખ ઓડિટોરીયમ, નગરપાલિકા હોલ ખાતે સાંજના ૫:૦૦ થી ૭:૩૦ કલાક દરમિયાન “કવિ સંમેલન અને શૌર્યગીત ગુંજન”ની રમઝટનો કાર્યક્રમ યોજાશે. આ અવસરે ઉપસ્થિત કવિગણમાં મનોહર ત્રિવેદી, ડૉ.ભરત જોશી (પાર્થ મહાબાહુ), વિમલ અગ્રાવત, વિશાલ જોશી, યોગેશ પંડ્યા, જાતુષ જોશી, પ્રવિણ ખાચર, જિજ્ઞેશ વાળા અને આનંદ ગઢવી વગેરે ઉપસ્થિત રહેશે. તેવી જ રીતે શોર્યગીત ગુંજનમાં જગદીશભાઇ પરમાર, ભાઇલાલભાઇ ટુંડિયા, સંજ્યભાઇ મકવાણા, સહદેવભાઇ ચૌહાણ, કિશાબેન ગઢવી, લસુબેન ડાંગી અને સાજીંદાઓ શિક્ષણ પરિવાર-બોટાદ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં બોટાદવાસીઓને સહભાગી બનવાં જિલ્લા વહીવટીતંત્ર, બોટાદ દ્વારા નિમંત્રણ પાઠવાયું છે....
ભાવનગર આઈ. ટી. આઈ. દ્વારા કૌશલ્યલક્ષી વિવિધ કાર્યક્રમો યોજાયા

ભાવનગર આઈ. ટી. આઈ. દ્વારા કૌશલ્યલક્ષી વિવિધ કાર્યક્રમો યોજાયા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર  આજરોજ આઈ.ટી.આઈ ભાવનગર દ્વારા કૌશલ્ય તેમજ સ્પોર્ટ્સ ની વિવિધ પ્રવૃતિઓ માટે જીલ્લા કલેકટર તથા ચેરમેન જીલ્લા કૌશલ્ય સમિતિ ભાવનગર ડી.કે.પારેખ ના અધ્યક્ષ સ્થાને આઈ.ટી.આઈ. ભાવનગરના આચાર્ય વર્ગ-૧ શ્રી તપન વ્યાસ દ્વારા સેવન સ્ટાર ક્રિકેટ ગ્રાઉન્ડ રીંગરોડ, ભાવનગર ખાતે સમાંરભનું આયોજન કરવામાં આવેલ હતું. વર્લ્ડ બેંક ના સહયોગ થી ભારત સરકાર ના નેશનલ સ્કીલ ડેવલોપમેન્ટ મિશન ફેઝ-૩ અંતર્ગત સમગ્ર ભારત માંથી પસંદગી પામેલ કુલ ૪૯ ઇન્ડસ્ટ્રીઝ ક્લસ્ટર તથા ગુજરાત રાજ્યના કુલ ૧૩ પૈકી ભાવનગર જીલ્લાના (૧) સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટ ભાવનગર અને (૨) ચિત્રા ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન ભાવનગરનો STRIVE (RA4) અંતર્ગત સમાવેશ થયેલ છે. જે ભાવનગર જીલ્લા માટે ગૌરવ અને આનંદ ની બાબત છે. જે બાબતે ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન પ્રમુખ દ્વારા જીલ્લા અધ્યક્ષને STRIVE (RA4) પ્રોજેક્ટ યોજના અંતર્ગત MOU બાબતે સુમાહિતગાર ...
તા.૨૦ જાન્યુઆરીના રોજ સિહોર માં રોજગાર ભરતીમેળાનું આયોજન

તા.૨૦ જાન્યુઆરીના રોજ સિહોર માં રોજગાર ભરતીમેળાનું આયોજન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર  મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, ભાવનગર દ્વારા આયોજિત ભરતીમેળામાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૦૪ એકમ (કંપની) માં સેલ્સ એક્સિક્યુટિવ, સેલ્સ ઓફિસર, સર્વિસ એડવાઇઝર, મિકેનિક, હેલ્પર, ઓપરેટર વગેરે જેવી વિવિધ જગ્યાઓ ભરવાની છે. જેમાં ૧૦ પાસ, ૧૨ પાસ, આઈ.ટી.આઈ., ડિપ્લોમા તથા ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં તા.૨૦ જાન્યુઆરી ૨૦૨૩ (શુક્રવાર), સવારે ૧૧:૦૦ કલાકે, આઇ.ટી.આઇ. સિહોર ખાતે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની ૩ (ત્રણ) નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા મદદનીશ નિયામક (રોજગાર) ભાવનગર ની યાદીમાં જણાવવામાં આવેલ છે. ગુજરાત બ્યુરો ચીફ : ડો. હકીમ ઝવેરી (ભાવનગર)  ...
વનચેતના કેન્દ્ર ભાવનગર હેઠળ ઉચ્ચપગારની નોકરીની ખોટી તેમજ લોભામણી જાહેરાતથી ચેતવા રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા અનુરોધ

વનચેતના કેન્દ્ર ભાવનગર હેઠળ ઉચ્ચપગારની નોકરીની ખોટી તેમજ લોભામણી જાહેરાતથી ચેતવા રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા અનુરોધ

Gujarat
હિન્દ ટીવી ગુજરાત, ભાવનગર  પરપ્રાંતિય લેભાગુ તત્વો દ્વારા વનચેતના કેન્દ્ર ભાવનગર હેઠળ ઉચ્ચપગારની નોકરીની ખોટી તેમજ લોભામણી જાહેરાત આપવામાં આવેલ છે. વનવિભાગ હેઠળ આવી કોઇ નોકરીની જાહેરાત આપવામાં આવેલ નથી. લેભાગુ તત્વો દ્વારા આવી લોભામણી જાહેરાતથી નાણાકિય છેતરપીંડી થવાની સંભાવના રહેલી છે. આથી આવી લોભામણી જાહેરાતથી દુર રહેવા તમામ જાહેરજનતાએ નોંધ લેવા રેન્જ ફોરેસ્ટ ઓફિસર, સામાજિક વનીકરણ રેન્જ, ભાવનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે. ગુજરાત બ્યુરો ચીફ : ડો. હકીમ ઝવેરી (ભાવનગર)...
પાવાગઢ ખાતે રાજ્યકક્ષાની તૃતીય આરોહણ- અવરોહણ સ્પર્ધા યોજાઈ

પાવાગઢ ખાતે રાજ્યકક્ષાની તૃતીય આરોહણ- અવરોહણ સ્પર્ધા યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, પંચમહાલ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના યુવક,યુવતીઓનો સર્વાંગી વિકાસ થાય તથા તેઓની શક્તિઓને સર્જનાત્મક અને રચનાત્મક માર્ગે વાળવા વિવિધ સાહસિક પ્રવૃત્તિઓ અંતર્ગત વર્ષ ૨૦૧૯-૨૦થી રાજ્યના ચાર પ્રસિધ્ધ પર્વતો પર આરોહણ - અવરોહણ સ્પર્ધાનું આયોજન કરાય છે. જેના અનુસંધાને ગુજરાત સરકારના રમતગમત- યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર પંચમહાલના સંયુક્ત ઉપક્રમે આજરોજ પાવાગઢ ખાતે રાજ્યકક્ષાની તૃતીય આરોહણ- અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વિવિધ જિલ્લાઓના કુલ ૩૧૩ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ૧૯ થી ૩૫ વર્ષના કુલ ૨૫૬ યુવાનો અને ૫૭ યુવતીઓએ ભાગ લીધો હતો. જેઓએ પાવાગઢ માંચીથી શરૂ કરી દુધીયા તળાવ સુધી ૨૨૦૦થી વધુ પગથિયાં પર આરોહણ - અવરોહણ કર્યું હતું. જિલ્લા પંચાયતના પ્રમુખ કુ.કામિનીબેન સોલંકી અને પ્રાંત અધિક...
સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, થરાદમાં પુસ્તકપ્રદર્શન યોજાયું

સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, થરાદમાં પુસ્તકપ્રદર્શન યોજાયું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, થરાદ  સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, થરાદમાં તા. ૧૯/૧/૨૦૨૩ ગુરૂવારના રોજ સદર કૉલેજના પુસ્તકાલય વિભાગ દ્વારા પુસ્તકપ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ વિષયો જેવા કે, ગુજરાતી ભાષા અને સાહિત્ય, લોકસાહિત્ય, સંસ્કૃત ભાષા અને સાહિત્ય, ઇતિહાસ, વાણિજ્ય, ભારતનું બંધારણ, સામાન્ય જ્ઞાન તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓને લગતા અનેક પુસ્તકો તથા સામયિકો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. સરદાર પટેલ, ગાંધીજી, સ્વામી વિવેકાનંદ, ડો.આંબેડકર, વીર સાવરકરના પુસ્તકો માટે એક અલગથી 'યુગપુરુષકોર્નર' બનાવવામાં આવ્યું હતું. જેમાં સરદાર પટેલના સ્ટેચ્યુ સામે તેમના પુસ્તકોને પ્રદર્શિત કરવામાં આવ્યા. તો વિશ્વકોશ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા પ્રકાશિત ગુજરાતી વિશ્વકોશના ૨૫ ભાગો અને ભગવદ્ગોમંડળના નવ ભાગો પણ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા હતા. કોલેજના આચાર્ય પ્રોફેસર ભાવિક ચાવડાના હસ્તે પ્રસ્તુત ...