Sunday, February 15News That Matters

શિશુવિહાર સંસ્થા દ્વારા શ્રી એસ.કે. વિદ્યામંદિર શાળા ખાતે ફર્સ્ટ એઇડની તાલીમ યોજાઇ

હિન્દ ટીવી ગુજરાતી – ભાવનગર

ભાવનગરનાં શૈક્ષણિક અને સામાજિક વિકાસમાં અનન્ય યોગદાન આપનાર કાંતિસેનભાઈ શ્રોફ શતાબ્દી મહોત્સવ પ્રસંગે શહેર એસ.કે. વિદ્યામંદિર શાળાના વિદ્યાર્થીઓ માટે શિશુવિહાર સંસ્થા દ્વારા ૭૫ વિદ્યાર્થીઓ માટે પાંચમી આપત્તિ નિવારણ (ફર્સ્ટ એઇડ તાલીમ) યોજાઈ હતી. હરેશભાઈ ભટ્ટ, કમલેશભાઈ વેગડ તથા કરણભાઈ ઠાકોર દ્વારા ઇમર્જન્સી મેથડ, સ્ટેચર, પાટા, ફર્સ્ટ એઇડ, દોરડાની વિવિધ ગાંઠ પ્રકારે આપતી નિવારણ અને પ્રાથમિક સારવાર અંગેની સમજનું પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તમામ વિદ્યાર્થીઓને શિશુવિહાર તરફથી બાળ આરોગ્ય સૂત્ર પુસ્તિકા ભેટ આપવામાં આવી હતી. શાળાનાં આચાર્ય બ્રિજરાજભાઇ ડોડિયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમનું સંકલન નિકુલભાઇ મહેતા તથા રાજુભાઈ મકવાણાએ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *