Sunday, February 15News That Matters

નાની રવ ગામ ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રા રથનું આગમન

હિન્દ ટીવી – ગુજરાતી, ભુજ

        વંદે ગુજરાત વિકાસ યાત્રા રથનું રાપર તાલુકાના નાની રવ ખાતે આગમન થતાં ગામલોકોએ કંકુ તિલક કરી રથને આવકાર્યો હતો. આ તકે મહાનુભાવોનું ઔષધિય છોડ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું.

        આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા રૂ.૩૩ લાખના ૧૭ વિકાસકામોનું લોકાર્પણ અને રૂ.૭ લાખના ૩ કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું  આ પ્રસંગે આરોગ્ય વિભાગ અંતર્ગત  ફ્રી પ્રિકોશન ડોઝ આપવાનું પણ આયોજન કરાયું હતું.

        આ પ્રસંગે રાપર તાલુકા પંચાયત પ્રમુખ હમીરસિંહ સોઢા, જીલ્લા પંચાયત સદસ્ય વતી રાજુભા જાડેજા, તાલુકા પંચાયત સદસ્ય વતી બીજલભાઈ, તેમજ શક્તિસિંહ, સરપંચ  ફુલીબેન ગોવાભાઈ ગોહિલ, તાલુકા વિકાસ અધિકારી કે.વી.મોઢેરા, નાયબ તાલુકા વિકાસ અધિકારી જે.કે પરમાર, વિસ્તરણ અધિકારી બી.પી ગોસાઇ,વિસ્તરણ અધિકારી કે.એમ.ડામોર, તલાટી હિતેશભાઇ પ્રજાપતિ તેમજ મિતેશભાઇ પટેલ તેમજ આંગણવાડી સ્ટાફ, આરોગ્યનો સ્ટાફ, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *