હિન્દ ટીવી – ગુજરાતી, ગીર સોમનાથ
ઉત્કર્ષ અભયકુમાર શ્રીવાસ્તવ નામનો 37 વર્ષીય આરોપી જે રહેવાસી (૧) હાઉસ નંબર 570/480, વિરાટનગર, આલમબાગ, લખનૌ, ઉત્તર પ્રદેશ (૨)B/701, એપેક્સ ગ્રીન સેક્ટર 09, વૈશાલી, ગાઝિયાબાદ, ઉત્તર પ્રદેશ, (૩)નિકોલ, નરોડા રોડ, 69 પરાશ બંગલો, 108 ઈમરજન્સી ઓફિસ સામે, અમદાવાદ, જેના વિરુદ્ધ ઉના પોલીસ સ્ટેશન C. R. નંબર 12/2019 માં શિક્ષાપાત્ર U/s નો ગુનો કર્યો છે અથવા આચર્યો હોવાની શંકા છે. તેના વિરુદ્ધ IPC કલમ 406, 409, 420, 120B અને U/s. G.P.I.D ના અધિનિયમ 3 હેઠળ ધરપકડના વોરંટ ઇસ્યુ થયા હતા. પરંતુ આરોપી ન મળી આવતા વોરંટ પરત કરવામાં આવ્યું છે. જેના પરથી ફલિત થાય છે કે ઉક્ત આરોપી ઉત્કર્ષ અભયકુમાર શ્રીવાસ્તવ શોધી શકાતો નથી, અને કોર્ટ નું માનવું છે કે ઉક્ત ઉત્કર્ષ અભયકુમાર શ્રીવાસ્તવ ફરાર થઈ ગયો છે. અથવા તે વોરંટ થી ધરપકડ ટાળવા માટે પોતાને છુપાવી રહ્યો છે.
આથી જાહેરાત કરવામાં આવે છે કે ઉક્ત ઉત્કર્ષ અભયકુમાર શ્રીવાસ્તવ, ઉંમર – 37, રહે. (1)- હાઉસ નંબર 570/480, વિરાટનગર, આલમબાગ, લખનૌ, (2) બી 701, એપેક્સ ગ્રીન સેક્ટર 09, વૈશાલી, ગાઝિયાબાદ, ઉત્તર પ્રદેશ, (3) નિકબલ, નરોડા રોડ, 69 પરાશ બંગલો, 108 ઈમરજન્સીની સામે ઓફિસ, અમદાવાદે ૨૦મી ઓગસ્ટ, ૨૦૨૨ ના રોજ ઉપરોક્ત ફરિયાદનો જવાબ આપવા માટે G.P.I.D. કોર્ટ, રાજકોટ અથવા સ્પેશ્યલ G.P.I.D. કોર્ટ, રાજકોટ ના વિશેષ ન્યાયાધીશ સમક્ષ હાજર થવા આદેશ કરવામાં આવ્યો છે. તેમ ગીર સોમનાથ ક્રાઇમ બ્રાન્ચ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર કે.જે ચૌહાણ ની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
