Sunday, February 15News That Matters

રાપર તાલુકાના કાનમેર ગામ ખાતે વંદે ગુજરાત વિકાસયાત્રા રથનું ગામલોકો સામૈયુ કરીને સ્વાગત કર્યું

હિન્દ ટીવી – ગુજરાતી, ભુજ

          આજરોજ રાપર તાલુકાના કાનમેર ગામે ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રા રથનું આગમન થતા ગ્રામજનોએ સામૈયુ કરીને ઉત્સાહપૂર્વક આવકાર્યો હતો. આ પ્રસંગે નાની બાલિકાઓએ કુમ કુમ તિલક કરીને રથને વધાવ્યો હતોઆ કાર્યક્રમમાં ગામની બાલિકાઓ દ્વારા સ્વાગતગીત પ્રાર્થના રજૂ કરીને વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમ દ્વારા વીસ વર્ષના વિશ્વાસ અને વિકાસને ટૂંકી ફિલ્મ ગામલોકોને દર્શાવવામાં આવી હતી. 

       આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનું ઔષધિય છોડ આપીને સ્વાગત કરાયું હતું. આ તકે ઉપસ્થિત મહાનુભવોએ જણાવ્યું હતું કે, વિશ્વાસની સાથે સાથે દેશનો વિકાસ કરવામાં આવી રહ્યો છે તેમાં આપણે પણ સામેલ થઈને દેશના વિકાસમાં ભાગીદાર બનીએ તેમજ સરકારની વિવિધ યોજનાઓની જાણકારી ગામલોકોને આપવામાં આવી હતી.

       આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, મુખ્યમંત્રી માતૂ શક્તિ યોજના, વૃધ્ધ સહાય યોજના, વિધવા સહાય યોજના, આયુષ્યમાન કાર્ડ યોજના, ખેતીવાડી વીજ કનેકશન, વગેરેના લાભોનું લાભાર્થીઓને વિતરણ કરાયું તેમજ ૭૫માં આઝાદીના અમૃત મહોત્સવ વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત ગામલોકોને ફ્રી પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા હતા .

        આ પ્રંસગે જિલ્લા પંચાયત સદસ્ય મહાવીરસિંહ જોગુ,  રાપર તાલુકા પંચાયત સદસ્ય મોતીભાઈ ભરવાડ, રાપર તાલુકા પંચાયત સદસ્ય જયશ્રીબા જાડેજા, કાનમેર સંરપચ રાધાબેન રાણા, અગ્રણી સર્વ કલુભા જાડેજા, મેઘજીભાઈ સોલંકી, રામજીભાઈ ભોપા, સવાભાઇ વાઘેલા, કરસનભાઇ ગેળા, નાયબ તાલુકા વિકાસ અધિકારી જે.કે.પરમાર, વિસ્તરણ અધિકારી ડી.જે.ચાવડા, વિસ્તરણ અધિકારી બી.પી.ગોસાઇ, તલાટી ડી.કે.પ્રજાપતિ, તલાટી અર્પિતભાઇ દેસાઈ તેમજ પંચાયતના સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *