હિન્દ ટીવી – ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ પશુઓ પકડવામાં આવે છે. તા.૦૪/૦૭/૨૦૨૨ થી તા.૧૦/૦૭/૨૦૨૨ દરમ્યાન રાજકોટ શહેરના વિસ્તારો ઉધોગનગર કોલોની, લોહાનગર તથા આજુબાજુમાંથી ૧૩(તેર) પશુઓ, દ્વારકેશપાર્ક, મીરાનગર રોડ, કૈલાશપાર્ક, વિગેરે વિસ્તારોમાંથી ૬ (છ) પશુઓ, માંડા ડુંગર, અનમોલપાર્ક, પ્રદ્યુમનપાર્ક, માનસરોવર, ગોકુલપાર્ક, શ્યામપાર્ક, કૃષ્ણ સોસાયટી, કોઠારીયા ગામ તથા આજુબાજુમાંથી ૨૫ (પચીસ) પશુઓ, ગ્રીનલેન્ડ ચોકડી, તિરૂપતિ સોસાયટી, સદગુરુ નગર, મોરબી રોડ તથા આજુબાજુમાંથી ૫ (પાંચ) પશુઓ, રૈયાધાર, ઘનશ્યામનગર, ભિમરાવ ચોક, સિલ્વર રેસીડેન્સી તથા આજુબાજુમાંથી ૬ (છ) પશુઓ, સિતારામ સોસાયટી, જીલ્લા ગાર્ડન, બાબરીયા કોલોની, નંદાહોલ, સહકારરોડ તથા આજુબાજુમાંથી ૨૦ (વીસ) પશુઓ, નરસિંહનગર, છપ્પનીયા ક્વાર્ટર, શક્તિ સોસાયટી તથા આજુબાજુમાંથી ૧૦ (દસ) પશુઓ, સેટેલાઈટ ચોક તથા આજુબાજુમાંથી ૮ (આઠ) પશુઓ, ગોવિંદનગર, અક્ષરનગર, ગાંધીગ્રામ, તથા આજુબાજુમાંથી ૯ (નવ) પશુઓ, ખોડીયારપરા, કૃષ્ણનગર સોસાયટી તથા આજુબાજુમાંથી ૬ (છ) પશુઓ, રેસકોર્ષ ગ્રાઉન્ડ તથા આજુબાજુમાંથી ૭ (સાત) પશુઓ, તથા અન્ય વિસ્તારોમાંથી મળી કુલ ૧૩૯ પશુઓ પકડવામાં આવેલ છે.
