Sunday, February 15News That Matters

ભેગા કુટુંબમાં આયુષ્યમાન કાર્ડ મોટો સહારો – લાભાર્થી જેસીકાબેન સેંધાણી

૨૦ વર્ષનો વિશ્વાસ ૨૦ વર્ષનો વિકાસ-વંદે ગુજરાત

હિન્દ ટીવી – ગુજરાતી, ભુજ

       “અમારા ગામનું વોટ્સએપ ગ્રુપ છે. એમાં ગામમાં થનાર કાર્યક્રમ-સમસ્યા અને નવીન બાબતોની જાણકારી આવતી હોય છે. આ ગામ ગ્રૃપમાંથી મને વંદે ગુજરાત વિકાસ રથના કાર્યક્રમની ખબર પડી. તેમાં મળતાં લાભો અને યોજના વિશે પણ પૂછતા ખબર પડેલી અને આજે અમે સબ સેન્ટરમાંથી આયુષ્યમાન કાર્ડ માટેનો લાભ લીધો છે” એમ જણાવે છે ભુજ તાલુકાના નારણપર રાવડી ગામના ગૃહિણી જેસીકાબેન ઘનશ્યામભાઇ સેંધાણી. ભુજ તાલુકાના નારણપર રાવડી ખાતે ૩૦ વર્ષીય ગૃહિણી જેસીકાબેનના પતિ કડીયા કામથી ગુજરાન ચલાવે છે. બે દિકરીઓ અને સાસુ સસરા સહિત છ જણાના પરિવારમાં આયુષ્યમાન કાર્ડ જેસીકાબેન માટે મોટો ટેકો છે. તેમના શબ્દોમાં કહુ તો, “સરકારનો આ લાભ અમારા જેવા માટે મોટો ટેકો છે. ના કરે નારાયણ અને મોટી બિમારી આવે તો આ કાર્ડ બતાવાથી અમને ઝડપી અને જરૂરી સારવાર મળી રહેશે એમ એમપીએચડબલ્યુના ચિરાગભાઇ અને હિતેશભાઇએ અમને જણાવ્યું છે.” તાજેતરમાં નારણપર-રાવડી ખાતે યોજાયેલા વંદે ગુજરાત કાર્યક્રમમાં ૨૫ જેટલાં આયુષ્યમાન કાર્ડ વરસાદના પગલે સબ સેન્ટરમાંથી બનાવવામાં આવ્યા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *