Sunday, February 15News That Matters

Author: Admin Admin

સાબરકાંઠા જિલ્લામાં પ્રથમ તબક્કાની ગ્રામસભાનું કરાયેલુ આયોજન. ચાલુ વર્ષની ગ્રામસભા તા. ૬ જૂનથી ૨૦ જૂન સુધી મળશે.

સાબરકાંઠા જિલ્લામાં પ્રથમ તબક્કાની ગ્રામસભાનું કરાયેલુ આયોજન. ચાલુ વર્ષની ગ્રામસભા તા. ૬ જૂનથી ૨૦ જૂન સુધી મળશે.

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, અમદાવાદ         ગ્રામ વિકાસ કમિશનર ગાંધીનગર ના પરિપત્ર અન્વયે જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી ના સંયુક્ત સંદર્ભ પત્ર અન્વયે સાબરકાંઠા જિલ્લાના તાલુકાઓમાં ગ્રામસભા યોજાઇ રહી છે. આ ગ્રામસભાઓનો પ્રથમ તબક્કો તા. ૬/૬/૨૦૨૨ થી તા.૨૦/૬/૨૦૨૨ યોજાશે. જેમાં વિજયનગર તાલુકામાં ૧૦ થી ૧૭ જૂન સુધી જિલ્લા કક્ષાના અધિકારીઓ ગ્રામસભામાં ઉપસ્થિત રહી લોકોને માર્ગદર્શન આપી લોકોના પ્રશ્નો અને સુચનો ગ્રામસભાના માધ્યમથી સાંભળી રહ્યા છે. અને તેનો યોગ્ય ઉકેલ આવે તે માટે ગ્રામસભામાં ઠરાવ કરીને જનસુખાકારીના તથા વિકાસના કાર્યોને પ્રાધાન્ય ગ્રામસભા થકી આપી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં ૨૩ ગામોમાં તાલુકા અને જિલ્લા કક્ષાના અધિકારીઓની હાજરીમાં ગ્રામસભા યોજાશે. આજે તા.૧૪/૬/૨૦૨૨ ના રોજ જિલ્લાના નાયબ માહિતી નિયામક અરવિંદભાઈ મછારની ઉપસ્થિતિમાં આંતરસુબામાં ગ્રામસભા યોજાઈ હતી....
રૂપપુરા (ગોળા) ખાતે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે ગ્રે-વોટર ટ્રીટમેન્ટ યુનિટનું લોકાર્પણ કરાયું

રૂપપુરા (ગોળા) ખાતે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે ગ્રે-વોટર ટ્રીટમેન્ટ યુનિટનું લોકાર્પણ કરાયું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, અમદાવાદ               ભારત સરકારની સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના હેઠળ ગ્રામ વિકાસ વિભાગના નવિન પ્રયોગોના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના રૂપપુરા ખાતે રૂા. ૫.૨૧ લાખના ખર્ચે નિર્માણ પામેલા ગ્રે-વોટર ટ્રીટમેન્ટ યુનિટનું આજે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે લોકાર્પણ થયું હતું. આ યુનિટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના આર્થિક અને વાસ્મોના ટેકનિકલ સહયોગ થી તૈયાર થયો છે. આ પ્રસંગે અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ગ્રે-વોટર ટ્રીટમેન્ટ ગામને ખૂબ જ ઉપયોગી નીવડશે. આ પ્લાન્ટમાં બાથરૂમ, રસોડા અને ગંદા પાણીને ટ્રીટમેન્ટ કરી ખેતી માટે વપરાશ લાયક બનાવી ભૂગર્ભ જળ રિ-ચાર્જ માટે ઉપયોગ કરી શકાશે. સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ બનાસકાંઠા જિલ્લામાં ૧૬ જેટલા નવા પ્લાન્ટ બનાવવાની મંજૂરી આપી છે. જેનાથી આ ગામોમાં ફાયદા થશે. મંત્રીએ કહ્યુ...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગાંધીનગર  તા. ર૧ જૂન આંતરરાષ્ટ્રિય યોગ દિવસ ઉજવણી કાર્યક્રમોને આખરી ઓપ આપ્યો           ‘માનવતા માટે યોગ’ની થીમ સાથે રાજ્યમાં મહાનગરો-જિલ્લા-તાલુકા-ગ્રામ કક્ષાએ આંતરરાષ્ટ્રિય યોગ દિવસ ઉજવાશે - ૧ કરોડ રપ લાખ લોકોની સહભાગીતા માટેનું સુદ્રઢ આયોજન - રાજ્યકક્ષાના યોગ દિવસ કાર્યક્રમમાં અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ૭પ૦૦થી વધુ નાગરિકો યોગમય બનશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સાંસ્કૃતિક બાબતો અને રમત-ગમત વિભાગના મંત્રી હર્ષ સંઘવી સહભાગી થશે - આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યના ૭પ આઇકોનિક પ્લેસીસ પર સામુહિક યોગ થશે - મોઢેરા-અંબાજી સહિત ૧૭ ધાર્મિક સ્થળો-૧૮ ઐતિહાસિક સ્થાનો-કચ્છના રણ અને રર પ્રવાસન ધામો-સાપુતારા-માનગઢ સહિત ૧૭ કુદરતી સૌન્દર્ય ધામ અને સાયન્સ સિટીમાં યોગ દિવસની ઉજવણી થશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રેરણા સંદેશનું જીવંત પ્રસારણ કરાશે...
વિદ્યાના વારાણસી જેવા વડોદરામાં સરસ્વતી સાધનાની વધુ એક અનુપમ સુવિધા થશે સાકાર

વિદ્યાના વારાણસી જેવા વડોદરામાં સરસ્વતી સાધનાની વધુ એક અનુપમ સુવિધા થશે સાકાર

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી, વડોદરા            પ્રધાનમંત્રી વડોદરાના કાર્યક્રમમાં કુંઢેલા નજીક ૧૦૦ એકર જમીનમાં સ્થપાનારી સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના નિર્માણ માટે કરશે શિલાન્યાસ     ગુજરાત સરકારે કરોડોમાં મૂલ્ય અંકાય એવી બેશકીમતી જમીન અને ભારત સરકારે રૂ.૭૪૩ કરોડ આ આંતરરાષ્ટ્રીય કક્ષાની શિક્ષણ સુવિધાઓથી સજ્જ વિદ્યાધામના સર્જન માટે ફાળવ્યા છે - દીર્ઘદ્રષ્ટા સયાજીરાવ મહારાજે વડોદરાને વિદ્યાનું વારાણસી બનાવ્યું...
સારા ઇન્ટરનેશનલ દ્વારા ગુજરાતના પત્રકારોનુ “પત્રકાર રત્ન” એવોર્ડ થી થશે સન્માન

સારા ઇન્ટરનેશનલ દ્વારા ગુજરાતના પત્રકારોનુ “પત્રકાર રત્ન” એવોર્ડ થી થશે સન્માન

Gujarat
સારા ન્યુઝ, ગુજરાત ગુજરાતનું ગુજરાતીઓ દ્વારા સંચાલિત ભારતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય પત્રકાર સંગઠન સાઉથ એશિયન રિપોર્ટર્સ એસોસિએશન ( સારા ઇન્ટરનેશનલ ) ડૉ.સીમાબેન પટેલ દ્વારા સંચાલિત સારા ઇન્ટરનેશનલ દ્વારા ગુજરાતના ઇલેક્ટ્રોનિક અથવા પ્રિન્ટ મીડિયામાં પત્રકારિત્વ કરતા હોય એવા પત્રકારો અથવા પત્રકારના માધ્યમ થી ઉમદા કાર્ય કર્યું હોય એવા તમામ પત્રકારોને “પત્રકાર રત્ન એકસલન્સ એવોર્ડ” થી સન્માનિત કરી રહ્યા છે. જો આપ પત્રકાર, પ્રેસ ફોટોગ્રાફર હોવ અથવા પત્રકારિત્વના માધ્યમથી કોઈ પણ પ્રકારના શ્રેષ્ઠ કાર્યો કર્યા હોય તો આપ આ એવોર્ડ માટે આપના નામની નોંધણી કરાવી શકો છો વધુ માહિતી માટે તુરંત સંપર્ક કરો ગુજરાતના એક જિલ્લામાંથી ફક્ત ત્રણ પત્રકારોની પસંદગી કરવામાં આવશે ગુજરાતમાંથી પત્રકારોની પસંદગી કરવાની હોય તાત્કાલિક આપના નામની નોંધણી નીચે દર્શાવેલ નંબર પર કરવા અનુરોધ – 9825095545...

ભુજ દ્વારા “YOGA FOR HUMINITY” થીમ પર વિશ્વ યોગ દિવસની ઉજવણી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ            આઠમાં વિશ્વ યોગ દિવસ” ની ઉજવણી અંગે આયુષ મંત્રાલયનાં માર્ગદર્શન મુજબ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત માન. નિયામક, આયુષની કચેરી, ગાંધીનગરની સૂચના હેઠળ અત્રેની સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ દ્વારા “YOGA FOR HUMINITY” થીમ પર વિશ્વ યોગ દિવસ ની  નાં કોમન પ્રોટોકોલ મુજબ એન્કરવાલા સરસ્વતી શિશુ મંદિર, સંતોષી માતા ના મંદિર પાસે, વી. ડી. હાઈસ્કૂલ સામે, ભુજ મધ્યે તા. ૧૩/૦૬/૨૦૨૨ થી તા. ૨૦/૦૬/૨૦૨૨ સુધી સાંજે ૫=૦૦ થી ૬=૦૦ અને તા. ૨૧/૦૬/૨૦૨૨ નાં સવારે ૭=૦૦ થી ૮=૦૦ સુધી નિ:શુલ્ક યોગ શિબિરનું આયોજન કરેલ છે. તેમાં નીચે દર્શાવેલ રોગાનુસાર યોગ શિખવાડવામાં આવશે. તો તેનો બહોળી સંખ્યા માં લાભ લેવા જાહેર જનતા ને અનુરોધ કરવામાં આવે છે. યોગ શિબિર માં આવનાર એ પાથરણા અને નેપકીન તથા પાણી ની બોટલ સાથે લઇ આવવાની રહેશે. તારીખ દિવસ પ્રમાણેની થીમ   ૧૩/૦૬/૨૦૨૨ યો...
શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસર પ્રેરિત મહિલા સંગઠન સમિતિ દ્વારા આયોજિત સુમધુર ગીત સંગીત સાથે સોળ સંસ્કાર ઉત્તમ સંતાન સેમિનાર

શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસર પ્રેરિત મહિલા સંગઠન સમિતિ દ્વારા આયોજિત સુમધુર ગીત સંગીત સાથે સોળ સંસ્કાર ઉત્તમ સંતાન સેમિનાર

Gujarat
હિન્દ ટીવી- ગુજરાતી ,રાજકોટ આજના સમય પ્રમાણે નવા વિચારો સાથે 'શ્રી ઉમિયા માતાજી મંદિર - સિદસર' દ્વારા 'સોળ સંસ્કાર - ઉત્તમ સંતાન' સેમિનાર નો કાર્યક્રમનું આયોજન કરેલ છે. કડવા પાટીદાર સમાજની આવનારી પેઢી સદાચારી, પરાક્રમી, તેજસ્વી અને સંસ્કારી થાય તે માટે ખાસ સેમિનાર રાખેલ હોય આ કાર્યક્રમમાં દંપતીઓ, યુવા ભાઈ-બહેનો, માતાઓ અને પરિવારનાં સૌ સભ્યો ભાગ લઈ શકે છે. આ કાર્યક્રમમાં શ્રી વિનોદભાઈ પટેલ દ્વારા ગીત સંગીત સાથે સોળ સંસ્કારનું જ્ઞાન આપવામાં આવશે તેમજ ડૉ.મનીષાબેન મોટેરિયા તેમજ શ્રી જયેશભાઈ વાછાણી દ્વારા ઉતમ માહિતી આપવામાં આવશે. સેમિનારમાં આયોજક 'શ્રી ઉમિયા મહિલા સંગઠન સમિતિ - સિદસર' નાં અધ્યક્ષ સરોજબેન મારડિયા (રાજકોટ) તેમજ મંત્રી કાજલબેન સિતાપરા ને 98794 68720 આ નંબર પર નામ નોંધાવી શકો છો. આ સેમિનાર તા. ૧૧/૦૬/૨૦૨૨, શનિવાર ના રોજ બપોરે ૦૩:૪૫ કલાકે પ્રમુખસ્વામી ઓડીટોરીયમ, રૈયા રોડ, રૈયા ગામ...

 ગીર સોમનાથ જિલ્લામાં ધો.૧૦માં ગત પરિણામની સાપેક્ષમાં ૧૪% વધારો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ માર્ચ/એપ્રિલ-૨૦૨૨માં લેવાયેલ ધોરણ ૧૦નું સમગ્ર રાજ્યનું પરિણામ ૬૫.૧૮% ટકા જેવું આવ્યુ છે ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં ધો.૧૦માં ગત પરિણામની સાપેક્ષમાં ૧૪% વધારો નોંધાયો છે. આ વર્ષે જિલ્લાનું પરિણામ ૬૮.૧૧% જેટલું આવ્યું છે. જિલ્લામાં ૧૩ શાળાઓ ૧૦૦% પરિણામ નોંધાવવામાં સફળ રહી છે. જિલ્લામાં ૧૫૮૨૯માંથી ૧૦૭૨૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી છે તો સૌથી વધુ પરિણામ આકોલવાડી કેન્દ્રનું (૮૮.૮૯%) નોંધાયું છે. ધોરણ 10માં ગીર સોમનાથ જિલ્લામાં કુલ ૧૫૭૪૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૧૬૦ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને ૧૦૮૭ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે ૨૧૦૯ વિદ્યાર્થીઓએ B-1, ૨૮૪૬ વિદ્યાર્થીઓએ B-2 ગ્રેડ મેળવ્યો છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૦માં લેવાયેલ ધો.૧૦ની પરીક્ષામાં ગીર સોમનાથ જિલ્લાનું પરીણામ ૫૪.૨૫% જેટલું આવ્યું હતું. જેની સરખામણીમાં વર્ષ ૨૦૨૨માં ૧૪% જે...
કેન્દ્રીય ઇલેક્ટ્રોનિકસ-આઇટી-કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રી રાજીવ ચંદ્રશેખર, રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ શિક્ષણ રાજ્ય મંત્રી કુબેરભાઇ ડિંડોરની ઉપસ્થિતમાં “New India – A Techad of opportunity for Young Indians” કાર્યક્રમ

કેન્દ્રીય ઇલેક્ટ્રોનિકસ-આઇટી-કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રી રાજીવ ચંદ્રશેખર, રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ શિક્ષણ રાજ્ય મંત્રી કુબેરભાઇ ડિંડોરની ઉપસ્થિતમાં “New India – A Techad of opportunity for Young Indians” કાર્યક્રમ

Gujarat
હિન્દ ટીવી- ગુજરાતી કેન્દ્રીય ઇલેક્ટ્રોનિકસ-આઇટી-કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રી રાજીવ ચંદ્રશેખર, રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ શિક્ષણ રાજ્ય મંત્રી કુબેરભાઇ ડિંડોરની ઉપસ્થિતમાં “New India – A Techad of opportunity for Young Indians” કાર્યક્રમનું ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજન કરાયું હતું. આ અવસરે સ્ટાર્ટઅપ આંત્રપ્રિન્યોર સાથે સંવાદ સાધતા કેન્દ્રિય મંત્રી રાજીવ ચંદ્રશેખર કહ્યું કે, મેક ઇન ઇન્ડિયા, સ્કીલ ઈન્ડિયા અને ડિજિટલ ઈન્ડિયાના સ્તંભ પર નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે અને ભારત આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે, નરેન્દ્રભાઇ મોદીનું દેશના યુવાનોને લઇને જે વિઝન છે તેને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાકાર કરી રહી છે. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારત બદલાઈ રહ્યું છે અને દુનિયાના રોકાણકારો ભારતમાં આવતાં થાય છે અને આ બદલાતા સમયમાં ભ...
પાટણના પ્રગતિ મેદાનમાં હજારો નગરજનોની ઉપસ્થિતિમાં યોજાયો વીરાંજલી કાર્યક્રમ

પાટણના પ્રગતિ મેદાનમાં હજારો નગરજનોની ઉપસ્થિતિમાં યોજાયો વીરાંજલી કાર્યક્રમ

Gujarat
હિન્દ ટીવી- ગુજરાતી રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત દેશના સ્વાતંત્ર્ય માટે પોતાના પ્રાણની આહૂતિ આપનારા વીર ક્રાંતિકારીઓની શહાદતને સલામ કરતો વીરાંજલિ કાર્યક્રમ યોજાયો. પાટણ શહેરના પ્રગતિ મેદાન ખાતે હજારો નગરજનોની ઉપસ્થિતિમાં આ મલ્ટીમીડિયા શૉ થકી વતનના વીસરાયેલા વીરોની વાત રજૂ કરવામાં આવી. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાનુમતીબેન મકવાણાએ જણાવ્યું કે, નાગરિકોમાં રાષ્ટ્રભક્તિની ભાવના ઉજાગર કરતાં આ કાર્યક્રમ થકી રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિની એક અનોખી જ્યોત પ્રજ્વલિત થશે. અંગ્રેજો સામે અવાજ ઉઠાવનાર અને તેમના સિતમોનો બદલો લેવા કે તેઓને ભાન કરાવવા માટે જાનની બાજી લગાવી દેનાર તમામ સપૂતોને આજના દિવસે યાદ કરવા જોઈએ. મા ભારતીના અમર સેનાનીઓના હિંમત અને પરાક્રમની કહાની દેશને હંમેશા પ્રેરીત કરતી રહેશે. પાટણની ઐતિહાસિક ધરા પરથી સૌપ...