હિન્દ ટીવી – ગુજરાતી, ગીર સોમનાથ
માર્ચ/એપ્રિલ-૨૦૨૨માં લેવાયેલ ધોરણ ૧૦નું સમગ્ર રાજ્યનું પરિણામ ૬૫.૧૮% ટકા જેવું આવ્યુ છે ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં ધો.૧૦માં ગત પરિણામની સાપેક્ષમાં ૧૪% વધારો નોંધાયો છે. આ વર્ષે જિલ્લાનું પરિણામ ૬૮.૧૧% જેટલું આવ્યું છે. જિલ્લામાં ૧૩ શાળાઓ ૧૦૦% પરિણામ નોંધાવવામાં સફળ રહી છે. જિલ્લામાં ૧૫૮૨૯માંથી ૧૦૭૨૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી છે તો સૌથી વધુ પરિણામ આકોલવાડી કેન્દ્રનું (૮૮.૮૯%) નોંધાયું છે. ધોરણ 10માં ગીર સોમનાથ જિલ્લામાં કુલ ૧૫૭૪૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૧૬૦ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને ૧૦૮૭ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે ૨૧૦૯ વિદ્યાર્થીઓએ B-1, ૨૮૪૬ વિદ્યાર્થીઓએ B-2 ગ્રેડ મેળવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૦માં લેવાયેલ ધો.૧૦ની પરીક્ષામાં ગીર સોમનાથ જિલ્લાનું પરીણામ ૫૪.૨૫% જેટલું આવ્યું હતું. જેની સરખામણીમાં વર્ષ ૨૦૨૨માં ૧૪% જેટલું વધીને ૬૮.૧૧% જેટલું આવ્યું છે.
