Sunday, February 15News That Matters

શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસર પ્રેરિત મહિલા સંગઠન સમિતિ દ્વારા આયોજિત સુમધુર ગીત સંગીત સાથે સોળ સંસ્કાર ઉત્તમ સંતાન સેમિનાર

હિન્દ ટીવી- ગુજરાતી ,રાજકોટ

આજના સમય પ્રમાણે નવા વિચારો સાથે ‘શ્રી ઉમિયા માતાજી મંદિર – સિદસર’ દ્વારા ‘સોળ સંસ્કાર – ઉત્તમ સંતાન’ સેમિનાર નો કાર્યક્રમનું આયોજન કરેલ છે. કડવા પાટીદાર સમાજની આવનારી પેઢી સદાચારી, પરાક્રમી, તેજસ્વી અને સંસ્કારી થાય તે માટે ખાસ સેમિનાર રાખેલ હોય આ કાર્યક્રમમાં દંપતીઓ, યુવા ભાઈ-બહેનો, માતાઓ અને પરિવારનાં સૌ સભ્યો ભાગ લઈ શકે છે. આ કાર્યક્રમમાં શ્રી વિનોદભાઈ પટેલ દ્વારા ગીત સંગીત સાથે સોળ સંસ્કારનું જ્ઞાન આપવામાં આવશે તેમજ ડૉ.મનીષાબેન મોટેરિયા તેમજ શ્રી જયેશભાઈ વાછાણી દ્વારા ઉતમ માહિતી આપવામાં આવશે. સેમિનારમાં આયોજક ‘શ્રી ઉમિયા મહિલા સંગઠન સમિતિ – સિદસર’ નાં અધ્યક્ષ સરોજબેન મારડિયા (રાજકોટ) તેમજ મંત્રી કાજલબેન સિતાપરા ને 98794 68720 આ નંબર પર નામ નોંધાવી શકો છો. આ સેમિનાર તા. ૧૧/૦૬/૨૦૨૨, શનિવાર ના રોજ બપોરે ૦૩:૪૫ કલાકે પ્રમુખસ્વામી ઓડીટોરીયમ, રૈયા રોડ, રૈયા ગામ પાસે, રાજકોટ ખાતે યોજાશે.

નોંધ : ફકત કડવા પાટીદાર ભાઈઓ, બહેનો સાસુ, વહુ, દીકરી અને નવદંપતી માટે કાર્યક્રમનું આયોજન છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *