હિન્દ ટીવી – ગુજરાતી, ભુજ
આઠમાં વિશ્વ યોગ દિવસ” ની ઉજવણી અંગે આયુષ મંત્રાલયનાં માર્ગદર્શન મુજબ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત માન. નિયામક, આયુષની કચેરી, ગાંધીનગરની સૂચના હેઠળ અત્રેની સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ દ્વારા “YOGA FOR HUMINITY” થીમ પર વિશ્વ યોગ દિવસ ની નાં કોમન પ્રોટોકોલ મુજબ એન્કરવાલા સરસ્વતી શિશુ મંદિર, સંતોષી માતા ના મંદિર પાસે, વી. ડી. હાઈસ્કૂલ સામે, ભુજ મધ્યે તા. ૧૩/૦૬/૨૦૨૨ થી તા. ૨૦/૦૬/૨૦૨૨ સુધી સાંજે ૫=૦૦ થી ૬=૦૦ અને તા. ૨૧/૦૬/૨૦૨૨ નાં સવારે ૭=૦૦ થી ૮=૦૦ સુધી નિ:શુલ્ક યોગ શિબિરનું આયોજન કરેલ છે. તેમાં નીચે દર્શાવેલ રોગાનુસાર યોગ શિખવાડવામાં આવશે. તો તેનો બહોળી સંખ્યા માં લાભ લેવા જાહેર જનતા ને અનુરોધ કરવામાં આવે છે. યોગ શિબિર માં આવનાર એ પાથરણા અને નેપકીન તથા પાણી ની બોટલ સાથે લઇ આવવાની રહેશે.
તારીખ
દિવસ પ્રમાણેની થીમ
૧૩/૦૬/૨૦૨૨
યોગ પરિચય
૧૪/૦૬/૨૦૨૨
યોગ અને પ્રાણાયામનું સ્વાસ્થ્યમાં મહત્વ
૧૫/૦૬/૨૦૨૨
શ્વસનતંત્રનાં રોગોમાં યોગનું મહત્વ
૧૬/૦૬/૨૦૨૨
ડાયાબિટીસમાં યોગ અને આયુર્વેદ
૧૭/૦૬/૨૦૨૨
પેટના વિવિધ રોગોમાં યોગ અને આયુર્વેદ
૧૮/૦૬/૨૦૨૨
સાંધાના દુ:ખાવાના રોગોમાં યોગ અને આયુર્વેદ
૧૯/૦૬/૨૦૨૨
ચામડીનાં રોગોમાં યોગ અને આયુર્વેદ
૨૦/૦૬/૨૦૨૨
માનસિક રોગોમાં યોગ અને આયુર્વેદ
૨૧/૦૬/૨૦૨૨
યોગ અને આયુર્વેદનું સ્વસ્થ જીવનશૈલીમાં મહત્વ
