Sunday, February 15News That Matters

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી

હિન્દ ટીવી – ગુજરાતી, ગાંધીનગર 

તા. ર૧ જૂન આંતરરાષ્ટ્રિય યોગ દિવસ ઉજવણી કાર્યક્રમોને આખરી ઓપ આપ્યો

          ‘માનવતા માટે યોગ’ની થીમ સાથે રાજ્યમાં મહાનગરો-જિલ્લા-તાલુકા-ગ્રામ કક્ષાએ આંતરરાષ્ટ્રિય યોગ દિવસ ઉજવાશે – ૧ કરોડ રપ લાખ લોકોની સહભાગીતા માટેનું સુદ્રઢ આયોજન – રાજ્યકક્ષાના યોગ દિવસ કાર્યક્રમમાં અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ૭પ૦૦થી વધુ નાગરિકો યોગમય બનશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સાંસ્કૃતિક બાબતો અને રમત-ગમત વિભાગના મંત્રી હર્ષ સંઘવી સહભાગી થશે – આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યના ૭પ આઇકોનિક પ્લેસીસ પર સામુહિક યોગ થશે – મોઢેરા-અંબાજી સહિત ૧૭ ધાર્મિક સ્થળો-૧૮ ઐતિહાસિક સ્થાનો-કચ્છના રણ અને રર પ્રવાસન ધામો-સાપુતારા-માનગઢ સહિત ૧૭ કુદરતી સૌન્દર્ય ધામ અને સાયન્સ સિટીમાં યોગ દિવસની ઉજવણી થશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રેરણા સંદેશનું જીવંત પ્રસારણ કરાશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *