Monday, February 16News That Matters

Author: Admin Admin

કલેકટરના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ભુજ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના આયોજન મુદે સમીક્ષા બેઠક મળી

કલેકટરના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ભુજ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના આયોજન મુદે સમીક્ષા બેઠક મળી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ         ધોરડો સફેદરણમાં ૧૩ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ પતંગ મહોત્સવનું આયોજન નિયત થયેલું છે. જેની તૈયારીની સમીક્ષા હેતુ ભુજ કલેકટર કચેરી ખાતે કલેકટર દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને સંબંધીત વિભાગના અધિકારીશ્રીઓ સાથે આજરોજ એક સમીક્ષા બેઠક યોજાઇ હતી.                 પતંગ મહોત્સવમાં ૧૯ દેશના ૧૩૨ પતંગબાજો માટે તમામ આગતા-સ્વાગતા તેમજ પતંગ ઉત્સવ દરમિયાનની તમામ વ્યવસ્થા અંગે કલેકટરએ વિગતો મેળવી જરૂરી સુચન કર્યા હતા.         કાર્યક્રમને અનુરૂપ કાઇટીસ્ટો માટેના સ્ટોલ, સ્ટેજ તેમજ આનુસંગીક અન્ય વ્યવસ્થા કરવા કલેકટર દ્વારા સુચના આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમની રૂપરેખાની વિગતો મેળવવા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તૃતિ, પતંગબાજોનું સન્માન, ઉપરાંત ફાયર બ્રિગેડ, મોબાઇલ ટોયલેટની સુવિધા, પાર્કિંગ વ્યવસ્થા, મેડીકલ ટીમ, પોલીસ વ્યવસ્થા , ટ્રાફિક નિયમન તથા કોરોના સંબંધિત ગાઇડલાઇનનું પાલન...
ગીર સોમનાથમા ગોરખમઢી થી રામપરા સુધી રોડની કામગીરી સબબ ડાયવર્ઝન રૂટ નકકી કરાયા

ગીર સોમનાથમા ગોરખમઢી થી રામપરા સુધી રોડની કામગીરી સબબ ડાયવર્ઝન રૂટ નકકી કરાયા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ         ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ગોરખમઢી ગામથી વેરાવળ તાલુકાના રામપરા ગામ સુધીનો જાહેર રસ્તો સરકારશ્રી તરફથી મંજુર થયેલ છે. જે રોડ બનાવવાની કામગીરી થનાર છે. આ રોડની પહોળાઈ આશરે છ મીટર છે. સંપુર્ણ રોડ આર.સી.સી. બનાવવાનો હોય, જેથી આખો રોડ બંધ થનાર છે, આ રસ્તા સાથે જોડાયેલ ગામોના રોજીંદા વાહન વ્યવહાર માટે બે વૈકલ્પીક રૂટ નકકી કરવામાં આવેલ છે. જિલ્લા મેજીસ્ટ્રેટ, શ્રી આર.જી.ગોહિલ મળેલ સત્તાની રૂઈએ જાહેરનામુ બહાર પાડી  ગોરખમઢી થી રામપરા સુધીનો રસ્તો સંપુર્ણપણે બંધ કરી આ રસ્તા પરનો વાહન વ્યવહાર માટે નીચે મુજબના બે વૈકલ્પીક રૂટ પર ડાયવર્ટ કરવામા આવ્યા છે. જેમાં કોડીનાર તરફ જવા માટે રૂટ નં.૧ રામપરા થી આણંદપરા-ટોબરા—ખાંભા-ઘંટીયા સુધી તથા વેરાવળ તરફ જવા માટે રૂટ નં.૨ રામપરા થી ભેટાળી–ઈન્દુોય–નાવદ્રા–સોનારીયા સુધી નકકી કરવામાં આવેલ છે.આ જાહેરનામુ ...
નર્મદા યોજના આધારિત પાણી સપ્લાય કરતા Gujarat Water Infrastructure Ltd. (GWIL) દ્વારા એન.સી- ૩૨ ,૩૩ અને ૩૪ પ્રોજેક્ટ પાઈપલાઈન પર એર વાલ્વ રીપેરીંગ તથા પમ્પીંગ સ્ટેશન ખાતે જરૂરી સંલગ્ન કામગીરી

નર્મદા યોજના આધારિત પાણી સપ્લાય કરતા Gujarat Water Infrastructure Ltd. (GWIL) દ્વારા એન.સી- ૩૨ ,૩૩ અને ૩૪ પ્રોજેક્ટ પાઈપલાઈન પર એર વાલ્વ રીપેરીંગ તથા પમ્પીંગ સ્ટેશન ખાતે જરૂરી સંલગ્ન કામગીરી

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી - રાજકોટ નર્મદા યોજના આધારિત પાણી સપ્લાય કરતા Gujarat Water Infrastructure Ltd. (GWIL) દ્વારા એન.સી- ૩૨ ,૩૩ અને ૩૪ પ્રોજેક્ટ પાઈપલાઈન પર એર વાલ્વ રીપેરીંગ તથા પમ્પીંગ સ્ટેશન ખાતે જરૂરી સંલગ્ન કામગીરી માટે તા:૦૫/૦૧/૨૦૨૩ થી તા:૦૭/૦૧/૨૦૨૩ કુલ ૦૩ દિવસ તેઓ દ્વારા શટડાઉન લીધેલ હોય , રાજકોટ મહાનગરપાલિકાના ન્યારા ઓફ્ટેક તથા બેડી ફિલ્ટર પ્લાન્ટ પર અપૂરતો પાણીનો જથ્થો મળવાને લીધે નીચે દર્શાવ્યા મુજબના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે, જેની જાહેર જનતાએ નોંધ લેવી. ક્રમ તારીખ ઝોન વોર્ડ નંબર ૧ ૦૫/૦૧/૨૦૨૩ જંકશન , ગાંધીગ્રામ ૧ પાર્ટ, ૨ પાર્ટ, ૩ પાર્ટ , ૯ પાર્ટ ૨ ૦૬/૦૧/૨૦૨૩ ગ્રીનલેન્ડ , રીંગ રોડ , સોજીત્રા નગર ૦૨ પાર્ટ , ૦૪ પાર્ટ , ૦૫ પાર્ટ, ૮ પાર્ટ, ૯ પાર્ટ, ૧૦ પાર્ટ ૩ ૦૭/૦૧/૨૦૨૩ જીલ્લા ગાર્ડન, રેલનગર , બજરંગ વાડી ૨ પાર્ટ, ૩ પાર્ટ , ૭ પાર્ટ, ૧૪ પાર્...
વેરા-વસુલાત શાખા દ્વારા કુલ-૪૫ મિલ્કતો સીલ તથા રૂા. ૮૧.૫૪ લાખ રીકવરી

વેરા-વસુલાત શાખા દ્વારા કુલ-૪૫ મિલ્કતો સીલ તથા રૂા. ૮૧.૫૪ લાખ રીકવરી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ વર્ષ ૨૦૨૨-૨૩ ની  રીકવરી ઝુંબેશ અંતર્ગત નીચે મુજબ કાર્યવાહી કરવામાં આવી:  વોર્ડ નં- ૧ નાણાવટી ચોક પાસે આવેલ “જાસલ કોમ્પ્લેક્ષ” માં ૨ યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૧.૦૦ લાખ નાણાવટી ચોક પાસે આવેલ “જાસલ કોમ્પ્લેક્ષ” માં ઓફિસ નં.,૩૩૧,૩૩૨,૪૧૩ ના યુનિટને સીલ મારેલ. વોર્ડ નં- ૪ જુના મોરબી રોડ પર આવેલ “રાજકોટ મર્ચન્ટ એસોસિએશન” ના યુનિટને સીલ મારેલ. સદગુરુનગર માં ૧-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૧.૬૦ લાખ વોર્ડ નં- ૫ પેડક રોડ પર આવેલ “સર્વેશ્વર ચેમ્બર” ગ્રા. ફ્લોર શોપ નં.૧૧ અને ૧૩ ના યુનિટને સીલ મારેલ. વોર્ડ નં- ૬ સંત કબીર રોડ પર આવેલ “શ્રી સોનલ કોમ્પ્લેક્ષ” માં આવેલ શોપ નં.૬ & ૭ ના યુનિટને માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૧.૨૬ લાખ વોર્ડ નં- ૭ રજપૂત પરા...
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા PMSVANidhi યોજના અંતર્ગત નવી લોન અરજીઓ માટે કેમ્પ યોજાયો: ૨૬૦૯ જેટલી નવી ઓનલાઈન અરજીઓ આવી

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા PMSVANidhi યોજના અંતર્ગત નવી લોન અરજીઓ માટે કેમ્પ યોજાયો: ૨૬૦૯ જેટલી નવી ઓનલાઈન અરજીઓ આવી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ     ભારત સરકાર દ્વારા શેરી ફેરિયાઓ માટે PMSVANidhi (PM Street Vendors AtmaNirbharNidhi) યોજના મારફત શેરીફેરિયાઓ તેઓની આજીવિકા પુનઃસ્થાપિત કરી શકે તે હેતુથી તબક્કાવાર વર્કિંગ કેપિટલ લોન સિક્યુરીટી વિના બેંકો મારફત આપવામાં આવે છે. લોનની વિગત રકમ રૂ. લોન પૂર્ણ કરવાની મુદ્દત પ્રથમ તબક્કો ૧૦,૦૦૦ ૧૨ માસ બીજો તબક્કો ૨૦,૦૦૦ ૧૮ માસ ત્રીજો તબક્કો ૫૦,૦૦૦ ૩૬ માસ     આ યોજના અંતર્ગત મ્યુનિ. કમિશનર અમિત અરોરાના માર્ગદર્શનમાં શહેરી શેરી ફેરિયાઓ માટે પી. એમ. સ્વનિધિ યોજના સંબધિત લાભથી વંચિત ન રહે તે માટે તાજેતરમાં તા.૧૭/૧૨/૨૦૨૨ થી તા.૨૯/૧૨/૨૦૨૨ દરમ્યાન રાજકોટ શહેરના હોકર્સ ઝોન તથા શહેરના છુટાછવાયા સ્થળે ફેરી કરતા મહત્તમ શેરી ફેરિયાઓને લાભ મળી રહે તે હેતુસર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કેમ્પેઈન મોડમાં કામગીરી કરી ૨૬૦૯ જેટલી નવી ઓનલાઈન અરજીઓ...
રાજકોટ મહાનગરપાલિકાના ૮ કર્મચારીઓને નિવૃત્તિ વિદાયમાન આપતા મ્યુનિ. કમિશનર અમિત અરોરા

રાજકોટ મહાનગરપાલિકાના ૮ કર્મચારીઓને નિવૃત્તિ વિદાયમાન આપતા મ્યુનિ. કમિશનર અમિત અરોરા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ         રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનર  અમિત અરોરાએ વહીવટી તંત્રના હાથ-પગ સમા અધિકારીઓ અને કર્મચારીઓને નિવૃત્તિના દિવસે જ પી.એફ. તેમજ જમા થયેલી હક્ક રજાનું રોકડમાં રૂપાંતર જેવા લાભો મળી જાય તે પ્રકારની પ્રણાલી અપનાવેલ છે, જેમાં તા. ૩૧-૧૨-૨૦૨૨ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના ૮ કમર્ચારીઓ નિવૃત થતા મ્યુનિ. કમિશનર દ્વારા મોમેન્ટો આપી સન્માન કરી વિદાયમાન આપ્યું હતું.         આ પ્રસંગે મ્યુનિ. કમિશનરએ ફરજ પરથી નિવૃત થતા તમામ કર્મચારીઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં જો કોઈપણ પ્રશ્નો હોય તો કોર્પોરેશનના દરવાજા આપના માટે હંમેશા ખુલ્લા જ છે. જે-તે શાખાના કર્મચારીના વડા પાસે અથવા મને ખુદ રૂબરૂ આવીને આપના પ્રશ્નો જણાવી શકો છો.          ડિસેમ્બર-૨૦૨૨નાં છેલ્લા દિવસે નિવૃત્ત થનાર સ્ટાફ (૧) આરોગ્ય વિભાગના નાયબ આરોગ્ય અધિકારી  ડૉ. પંકજકુમાર પ્રવિણભાઇ રાઠો...
વડોદરાથી અલીરાજપુર સુધી બ્રોડગેજ રેલ્વે લાઇન ઉપર આવેલ હાઇટેન્સન ઇલેકટ્રીક કોપર વાયરની ચોરી કરતી ગેંગેને મુદામાલ સાથે ગણતરીના દિવસોમાં શોધી કાઢતી RPF તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર

વડોદરાથી અલીરાજપુર સુધી બ્રોડગેજ રેલ્વે લાઇન ઉપર આવેલ હાઇટેન્સન ઇલેકટ્રીક કોપર વાયરની ચોરી કરતી ગેંગેને મુદામાલ સાથે ગણતરીના દિવસોમાં શોધી કાઢતી RPF તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, છોટાઉદેપુર સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરાનાઓ તથા ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ વાહન/ચોરી તથા ઘરફોડ જેવા મિલકત સંબંધી વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ. જે અન્વયે વી.બી.કોઠીયા પોલીસ ઈન્સપેક્ટર એલ.સી.બી છોટાઉદેપુર નાઓની સુચના આધારે આર.એસ.ડામોર પોલીસ સબ ઇન્સ્પેકટર એલ.સી.બી શાખા તથા સ્ટાફના પોલીસ કર્મચારીઓ સાથે રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત મળેલ કે બે દિવસ પહેલા અંબાલા-દેહવાંટ ગાામ નજીક પસાર થતી વડોદરા – અલીરાજપુર બ્રોડ ગેજ રેલ્વેલાઇન ઉપર આવેલ હાઇ ટેન્સન કોપર વાયરની રાત્રીના સમયે થાભલા ઉપર ચડી કાપી ચોરી કરી લઇ ગયેલ જે અનુસંધાને આર.પી.એફ પ્રતાપનગર વડોદરાની ટીમના અધિકારી /કર્મચારીઓ સાથે સદર જગયાએ જઇ સ્થળ વિઝીટ કરી હયુમન ઇન્ટ...
ગઢડાના અડતાળા ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ આધારિત પ્રદર્શન સંપન્ન

ગઢડાના અડતાળા ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ આધારિત પ્રદર્શન સંપન્ન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, અમદાવાદ           ગઢડાની અડતાળા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ ત્રિદિવસય જિલ્લા કક્ષાનો પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓ માટેનું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ અધારિત પ્રદર્શન મેળો આજરોજ સંપન્ન થયો છે. પ્રાથમિક માધ્યમિક સહિત કુલ-૩૫ કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. જેમાં તમામ બોટાદ જિલ્લાના ચારેય તાલુકાઓની પ્રાથમિક શાળા તથા માધ્યમિક શાળાના ૭૦ બાળ વૈજ્ઞાનિકો તથા ૩૫ જેટલાં માર્ગદર્શક શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગઢડા તાલુકાની ૩૧ પ્રાથમિક શાળાના ૨૫૫૪ બાળકોએ જિલ્લાકક્ષાના પ્રદર્શનની શૈક્ષણિક મુલાકાત લીધી હતી. આ ત્રિદિવસીય કાર્યક્રમમાં સંગીત સંધ્યા ગામ સફાઇ તથા સાંસ્કૃતિક કાર્યક્રમની ત્રિવિધ સરવાણીનો બાળકો તેમજ ગ્રામજનોએ વિશાળ સંખ્યમાં લાભ લીધો હતો. આ વિજ્ઞાનમેળામાં વિવિધ કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. નાયબ જિલ્લા શિક્ષણાધિકારી પી.ડી.મોરીએ જણાવ્યું હતું કે, મનુષ્ય જીવન વિકાસ...
અમદાવાદ જિલ્લા કલેક્ટરની જમીન-મહેસૂલ સંબંધી તકરારી કેસોના નિકાલ માટે મહાઝુંબેશ

અમદાવાદ જિલ્લા કલેક્ટરની જમીન-મહેસૂલ સંબંધી તકરારી કેસોના નિકાલ માટે મહાઝુંબેશ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, અમદાવાદ              અમદાવાદ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર દ્વારા છેલ્લાં પાંચ વર્ષોથી પેન્ડિંગ રહેલા જમીન-મહેસૂલ સંબંધી તકરારી કેસોના ઝડપી નિરાકરણ-નિકાલ માટે મહાઝુંબેશ હાથ ધરવામાં આવી છે. સામાન્ય લોકોને ઝડપી ન્યાય મળે એવા ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવેલી આ ઝુંબેશને સફળ બનાવવા માટે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર સંકલ્પબદ્ધ છે. અમદાવાદ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર તરીકે પદભાર સંભાળ્યા પછી ડૉ. ધવલ પટેલ દ્વારા જમીન મહેસૂલ નિયમો અન્વયે દાખલ થયેલા મહેસૂલ સંબંધી RTS અપીલ અને રીવીઝન કેસોની વિગતો મેળવવામાં આવી. વર્ષ 2017 એટલે કે છેલ્લાં પાંચ વર્ષથી આશરે 4200 જેટલા RTS અપીલ/રીવીઝન કેસો પેન્ડિંગ હતા. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શનમાં આ કેસોમાં લોકોને ઝડપી ન્યાય મળે એ માટે ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી અને ચૂંટણીની કામગીરી વચ્ચે પણ 3590 કેસોમાં 32000 જેટલા પક્ષકારોને નોટિસ પાઠવવામાં ...
જીલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા “કામકાજના સ્થળે જાતિય સતામણી_ અધિનિયમ-૨૦૧૩” અંગે કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

જીલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા “કામકાજના સ્થળે જાતિય સતામણી_ અધિનિયમ-૨૦૧૩” અંગે કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

Gujarat
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લા મહિલા અને બાળ અધિકારી અને દહેજ પ્રતિબંધક અધિકારી-સહ-રક્ષણ અધિકારીની કચેરી દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શન કેમ્પમાં વિશાળ સંખ્યામાં બહેનોએ ભાગ લીધો. છોટાઉદેપુર, તા.૨૯ ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય હેઠળની મહિલા અને બાળ અધિકારીની કચેરી-છોટાઉદેપુર દ્વારા કામકાજના સ્થળે જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ ની જિલ્લાના નાગરિકોમાં જાગૃતિ કેળવાય અને આવા પ્રકારના કેસો ન બને તે માટે વિવિધ સ્થળોએ લોકજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત ગઇકાલે તા.૨૮ મી ડિસેમ્બર,૨૦૨૨ ને બુધવારના રોજ અહીના તાલુકા પંચાયત કચેરીના સભા ગૃહ ખાતે જાગૃતિ સેમિનાર યોજાયો હતો. આ સેમિનાર દરમિયાન જાહેર જનતા માટે નિષ્ણાંતો દ્વારા વિસ્તૃતમાં માહિતી પુરી પડાઇ હતી. જાતિય સતામણીની ઘટના સહન નહિ કરી તેની સામે અવાજ ઉઠાવી તેનો સામનો કરવા માટે જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવ્યાં ...