હિન્દ ટીવી – ગુજરાતી, છોટાઉદેપુર
સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરાનાઓ તથા ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ વાહન/ચોરી તથા ઘરફોડ જેવા મિલકત સંબંધી વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ. જે અન્વયે વી.બી.કોઠીયા પોલીસ ઈન્સપેક્ટર એલ.સી.બી છોટાઉદેપુર નાઓની સુચના આધારે આર.એસ.ડામોર પોલીસ સબ ઇન્સ્પેકટર એલ.સી.બી શાખા તથા સ્ટાફના પોલીસ કર્મચારીઓ સાથે રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત મળેલ કે બે દિવસ પહેલા અંબાલા-દેહવાંટ ગાામ નજીક પસાર થતી વડોદરા – અલીરાજપુર બ્રોડ ગેજ રેલ્વેલાઇન ઉપર આવેલ હાઇ ટેન્સન કોપર વાયરની રાત્રીના સમયે થાભલા ઉપર ચડી કાપી ચોરી કરી લઇ ગયેલ જે અનુસંધાને આર.પી.એફ પ્રતાપનગર વડોદરાની ટીમના અધિકારી /કર્મચારીઓ સાથે સદર જગયાએ જઇ સ્થળ વિઝીટ કરી હયુમન ઇન્ટેલીઝન્ટ તથા બાતમી હકીકત મેળવી મળેલ બાતમી હકીકત આધારે તમામ સ્ટાફ સાથે ઉપરોકત જણાવેલ જગ્યાએ વોચમાં રહેતા ઉપરોકત બાતમી હકીકત વાળુ વાહન આવતા તેને રોકી ચેક કરતા તેમાંથી રેલ્વે હાઇ ટેન્સન કોપર વાયરનો મુદામાલ તથા ત્રણ ઇસમો મળી આવેલ જેઓની પુછ-પરછ કરતા રેલ્વેલાઇન ઉપર બે દિવસ પહેલા થયેલ અંબાલા-નકામલી ગામ પાસેથી કોપર વાયરની ચોરી કરેલાની કબુલાત કરતા તેઓની વધુ પુછ-પરછ કરતા એક વર્ષ અગાઉ વસેડી ગામેથી રેલ્વે હાઇ ટેન્સન કોપર વાયરની ચોરી કરેલાની પણ કબુલાત કરતા એક પીકપ ગાડી સાથે ત્રણ ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ
(૧) કોપર વાયર કિ.ગ્રામ-૬૬ કિ.રૂ.૩૩૦૦૦/-
(૨) મહિન્દ્રા પીકપ નં.GJ-06-AT-9745 કિ.રૂ.૩,૦૦,૦૦૦/-
કુલ કિ. ૩,૩૩,૦૦૦ /-
પકડાયેલ આરોપીઓ
(૧) શંકરભાઇ અનુંભાઇ રાઠવા રહે. મોટી સઢલી, મસાણી ફળીયા તા.જી.છોટાઉદેપુર.
(૨) લટુભાઇ માલસિંગભાઇ રાઠવા રહે. અંબાલા, પુજારી ફળીયા તા.જી.છોટાઉદેપુર.
(૩) લલ્લુભાઇ જદુભાઇ રાઠવા રહે.અંબાલા તા.જી.છોટાઉદેપુર.
પકડવાના બાકી આરોપીઓ
(૧) પ્રદિપભાઇ નજરૂભાઇ રાઠવા રહે.અંબાલા પુજારી ફળીયા તા.જી.છોટાઉદેપુર.
(૨) અરવિંદભાઇ રાઠવા રહે નકામલી તા.જી.છોટાઉદેપુર
(૩) મનીષભાઇ રાઠવા રહે.અલીરાપુર તા.જી.અલીરાજપુર.

શોધાયેલ ગુનાઓ
(૧) પ્રતાપ નગર વડોદરા શહેર (આર.પી.એફ) પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૦૧/૨૦૨૨ કલમ ૩ આર.પી
(યુ.પી) એકટ મુજબ.
(૨) પ્રતાપ નગર વડોદરા શહેર (આર.પી.એફ) પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૪/૨૦૨૨ કલમ ૩ આર.પી
(યુ.પી) એકટ મુજબ.
