Monday, February 16News That Matters

રાજકોટ મહાનગરપાલિકાના ૮ કર્મચારીઓને નિવૃત્તિ વિદાયમાન આપતા મ્યુનિ. કમિશનર અમિત અરોરા

હિન્દ ટીવી – ગુજરાતી, રાજકોટ 

       રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનર  અમિત અરોરાએ વહીવટી તંત્રના હાથ-પગ સમા અધિકારીઓ અને કર્મચારીઓને નિવૃત્તિના દિવસે જ પી.એફ. તેમજ જમા થયેલી હક્ક રજાનું રોકડમાં રૂપાંતર જેવા લાભો મળી જાય તે પ્રકારની પ્રણાલી અપનાવેલ છે, જેમાં તા. ૩૧-૧૨-૨૦૨૨ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના ૮ કમર્ચારીઓ નિવૃત થતા મ્યુનિ. કમિશનર દ્વારા મોમેન્ટો આપી સન્માન કરી વિદાયમાન આપ્યું હતું.

        આ પ્રસંગે મ્યુનિ. કમિશનરએ ફરજ પરથી નિવૃત થતા તમામ કર્મચારીઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં જો કોઈપણ પ્રશ્નો હોય તો કોર્પોરેશનના દરવાજા આપના માટે હંમેશા ખુલ્લા જ છે. જે-તે શાખાના કર્મચારીના વડા પાસે અથવા મને ખુદ રૂબરૂ આવીને આપના પ્રશ્નો જણાવી શકો છો.

         ડિસેમ્બર-૨૦૨૨નાં છેલ્લા દિવસે નિવૃત્ત થનાર સ્ટાફ (૧) આરોગ્ય વિભાગના નાયબ આરોગ્ય અધિકારી  ડૉ. પંકજકુમાર પ્રવિણભાઇ રાઠોડ (૨) વોટર વર્કસ શાખાના ડેપ્યુટી એક્ઝીક્યુટીવ એન્જીનિયર  ભરતભાઈ ભીખાભાઈ ઢોલરીયા  (૩) ડ્રેનેજ શાખાના વર્ક આસિસ્ટન્ટ રતિલાલ ચંદુભાઈ સાવલીયા (૪) આરોગ્ય વિભાગના સેનેટરી ઇન્સ્પેકટર શૈલેશગીરી જગદીશગીરી ગોસ્વામી (૫) ટેક્સ વિભાગના સિનીયર ક્લાર્ક  રાજુભાઈ પ્રાણલાલ શાહ (૬) રેસકોર્સ સ્નાનાગારના વોચમેન  ઝીણાભાઈ વિભાભાઇ ધોળકિયા (૭) સુરક્ષા વિભાગના વોચમેન  રમેશભાઈ મનજીભાઈ વાવેસા (૮) સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સફાઈ કામદાર મનાબેન કરશનભાઈ  સોલંકી વિગેરે નિવૃત થાય છે.

         તા. ૩૧-૧૨-૨૦૨૨ના રોજ યોજાયેલા નિવૃત્તિ વિદાય સન્માન સમારોહમાં મ્યુનિ. કમિશનર અમિત અરોરાના વરદ હસ્તે કર્મચારીઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં તેમજ કર્મચારીઓના પી.એફ. અને હક્ક રજાના રોકડમાં રૂપાંતર અંગેના ચુકવણીના હુકમો તથા પી.પી.ઓ. બુકની નકલ પણ આપવામાં આવેલ હતી અને સ્વસ્થ નિવૃત જીવનની શુભેચ્છા પાઠવવામાં આવી. નિવૃત્તિ વિદાયમાન કાર્યક્રમમાં મ્યુનિ. કમિશનર અમિત અરોરા, ડેપ્યુટી મ્યુનિ. કમિશનર એ. આર. સિંહ, ચીફ એકાઉન્ટન્ટ સવજીપાની અઝીત, સુરક્ષા અધિકારી આર. બી. ઝાલા, આસિ. મ્યુનિ. કમિશનર હર્ષદ પટેલ, પર્યાવરણ એન્જીનિયર નિલેશ પરમાર, આસિસ્ટન્ટ મેનેજર(આવાસ)  દિપેન ડોડીયા, આસિસ્ટન્ટ મેનેજર(મહેકમ)  વિપુલ ઘોણીયા, આસિસ્ટન્ટ મેનેજર(ટેક્સ)  ડી. એમ. ખીમસુરીયા, આસિસ્ટન્ટ મેનેજર (સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ) મનિષ વોરા, પી. એ. (ટુ) કમિશનર એન. કે. રામાનુજ, તથા મહેકમ શાખાના કર્મચારી  બિપીનભાઈ કતીરા તથા  રમેશભાઈ મકવાણા સહીતનાં અધિકારીઓ કર્મચારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *