Monday, February 16News That Matters

ગીર સોમનાથમા ગોરખમઢી થી રામપરા સુધી રોડની કામગીરી સબબ ડાયવર્ઝન રૂટ નકકી કરાયા

હિન્દ ટીવી – ગુજરાતી, ગીર સોમનાથ

        ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ગોરખમઢી ગામથી વેરાવળ તાલુકાના રામપરા ગામ સુધીનો જાહેર રસ્તો સરકારશ્રી તરફથી મંજુર થયેલ છે. જે રોડ બનાવવાની કામગીરી થનાર છે. આ રોડની પહોળાઈ આશરે છ મીટર છે. સંપુર્ણ રોડ આર.સી.સી. બનાવવાનો હોય, જેથી આખો રોડ બંધ થનાર છે, આ રસ્તા સાથે જોડાયેલ ગામોના રોજીંદા વાહન વ્યવહાર માટે બે વૈકલ્પીક રૂટ નકકી કરવામાં આવેલ છે. જિલ્લા મેજીસ્ટ્રેટ, શ્રી આર.જી.ગોહિલ મળેલ સત્તાની રૂઈએ જાહેરનામુ બહાર પાડી  ગોરખમઢી થી રામપરા સુધીનો રસ્તો સંપુર્ણપણે બંધ કરી આ રસ્તા પરનો વાહન વ્યવહાર માટે નીચે મુજબના બે વૈકલ્પીક રૂટ પર ડાયવર્ટ કરવામા આવ્યા છે.

જેમાં કોડીનાર તરફ જવા માટે રૂટ નં.૧ રામપરા થી આણંદપરા-ટોબરા—ખાંભા-ઘંટીયા સુધી તથા વેરાવળ તરફ જવા માટે રૂટ નં.૨ રામપરા થી ભેટાળી–ઈન્દુોય–નાવદ્રા–સોનારીયા સુધી નકકી કરવામાં આવેલ છે.આ જાહેરનામુ તા.૧૮/૦૪/૨૦૨૩ સુધી અમલમાં રહેશે.આ હુકમનો ભંગ કરનાર વ્યકિત  શિક્ષાને પાત્ર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *