Monday, February 16News That Matters

કલેકટરના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ભુજ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના આયોજન મુદે સમીક્ષા બેઠક મળી

હિન્દ ટીવી – ગુજરાતી, ભુજ

        ધોરડો સફેદરણમાં ૧૩ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ પતંગ મહોત્સવનું આયોજન નિયત થયેલું છે. જેની તૈયારીની સમીક્ષા હેતુ ભુજ કલેકટર કચેરી ખાતે કલેકટર દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને સંબંધીત વિભાગના અધિકારીશ્રીઓ સાથે આજરોજ એક સમીક્ષા બેઠક યોજાઇ હતી.

                પતંગ મહોત્સવમાં ૧૯ દેશના ૧૩૨ પતંગબાજો માટે તમામ આગતા-સ્વાગતા તેમજ પતંગ ઉત્સવ દરમિયાનની તમામ વ્યવસ્થા અંગે કલેકટરએ વિગતો મેળવી જરૂરી સુચન કર્યા હતા.

        કાર્યક્રમને અનુરૂપ કાઇટીસ્ટો માટેના સ્ટોલ, સ્ટેજ તેમજ આનુસંગીક અન્ય વ્યવસ્થા કરવા કલેકટર દ્વારા સુચના આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમની રૂપરેખાની વિગતો મેળવવા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તૃતિ, પતંગબાજોનું સન્માન, ઉપરાંત ફાયર બ્રિગેડ, મોબાઇલ ટોયલેટની સુવિધા, પાર્કિંગ વ્યવસ્થા, મેડીકલ ટીમ, પોલીસ વ્યવસ્થા , ટ્રાફિક નિયમન તથા કોરોના સંબંધિત ગાઇડલાઇનનું પાલન થાય તે બાબત સુનિશ્ચિત કરવા ખાસ  સુચના આપવામાં આવી હતી.

        બેઠકમાં નિવાસી અધિક કલેકટર મિતેશ પંડ્યા, નિયામક જિલ્લા વિકાસ ગ્રામ એજન્સી , જી.કે.રાઠોડ તથા સંબંધિત અન્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *