Tuesday, September 8News That Matters

Gujarat

રાજ્યપાલના ૨૪ જુલાઇના કાર્યક્રમની તૈયારીની સમીક્ષા બેઠક જિલ્લા કલેકટરની આર.કે.મહેતાની અધ્યક્ષતામાં યોજાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર  માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના તા. ૨૪ જુલાઇના ભાવનગર અને સણોસરાના સંભવિત કાર્યક્રમની તૈયારી અંગે જિલ્લા કલેકટરની આર. કે. મહેતાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ હતીય જિલ્લા કલેકટરએ રાજ્યપાલની સંભવિત મુલાકાતને લઈને જરૂરી વ્યવસ્થાઓ માટે તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી હતી તેમજ તમામ વ્યવસ્થાઓ સૂચારુંરૂપે થાય તે માટે થયેલા આયોજનની વિગતો અધિકારીશ્રીઓ પાસેથી મેળવી હતી. આ બેઠકમાં મહાનગરપાલિકા કમિશ્નર એન.વી.ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જિલોવા, નિવાસી અધિક કલેકટર બી. જે. પટેલ સહિતના જિલ્લાનાં પદાધિકારીઓ- અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.  ગુજરાત બ્યુરો ચીફ : ડો. હકીમ ઝવેરી...

શેત્રુંજી ડેમ ૯૦ ટકા ભરાતા પાલીતાણા અને તળાજા ૧૮ ગામો એલર્ટ કરાયા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભાવનગર જિલ્લામાં સારા વરસાદના પગલે શેત્રુંજી ડેમ ૯૦ ટકા ભરાતા પાલીતાણા અને તળાજા ૧૮ ગામો એલર્ટ કરવામાં આવ્યા છે. ભાવનગરના તા.૨૧/૦૭/૨૦૨૩ ના સવારના ૭ કલાકે જણાવ્યા મુજબ આપના તાલુકાનો શેત્રુંજી ડેમ ૯૦% ભરાઇ ગયેલ છે. હાલની સપાટી ૩૨ ફૂટ ૯ ઇંચ છે અને પાણીની આવક ૨૯,૬૧૫ કયૂસેક થયેલ હોય ડેમના હેઠવાસમાં તથા નદી કાંઠે આવેલ નીચે જણાવેલ મુજબના ગામના લોકોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે. સિંચાઇ યોજનામાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સપાટીમાં વધારો થયેલ છે. પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવાડ, માયધાર, મેઢા અને તળાજા તાલુકાના ભેગાળી, દાત્રડ, પીંગળી, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા, સરતાનપર હેઠવાસમાં તથા શેત્રુંજી નદી કાંઠે આવતા ગામોના લોકોને નદીના પટમાં અવર- જવર નહીં કરવા અને સાવચેત રહેવ...
ભાવનગરમાં આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ અન્વયે જિલ્લા કક્ષાએ મિલેટ્સ સ્પર્ધા નું દક્ષિણામૂર્તિ બાળ મંદિર ખાતે આયોજન

ભાવનગરમાં આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ અન્વયે જિલ્લા કક્ષાએ મિલેટ્સ સ્પર્ધા નું દક્ષિણામૂર્તિ બાળ મંદિર ખાતે આયોજન

Gujarat
આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ-૨૦૨૩: મિલેટ્સ (શ્રી અન્ન) હિન્દ ટીવી ગુજરાતી, ભાવનગર ભારતની પરંપરાગત ખેત પેદાશો (શ્રી અન્ન)ની ખેતી અને તેના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે માન. વડાપ્રધાન ના માર્ગદર્શન હેઠળ સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ-૨૦૨૩ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે. જેના ઉપક્રમે ભાવનગર જિલ્લા માં પણ આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ અન્વયે આઇ.સી.ડી.એસ. મહિલા અને બાળ વિકાસ વિભાગ જિલ્લા પંચાયત, ભાવનગર ધ્વારા “શ્રી અન્ન” (મિલેટ્સ) વાનગી હરીફાઇનું આયોજન દક્ષિણામૂર્તિ બાળ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું. મિલેટસ તથા તેમાંથી બનતી પોષણયુક્ત વાનગીઓ અને પરંપરાગત ધાન્યના ઉપયોગ વિશેની જાગૃતતા કેળવાય તે ઉદ્દેશ્ય થી આ હરીફાઇનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 14 ઘટક ના ઉમેદવારો વચ્ચે સ્પર્ધા કરવામાં આવેલ હતી. જેમાં ઉમરાળા, વલભીપુર, તળાજા-૨, શિહોર, પાલીતાણા ૧ અને ૨, ભાવનગર ગ્રામ્ય,...
વડોદરા જીલ્લાના પાદરા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશ ગુનામાં છેલ્લા બે વર્ષથી રાજ્ય બહારનો નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી

વડોદરા જીલ્લાના પાદરા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશ ગુનામાં છેલ્લા બે વર્ષથી રાજ્ય બહારનો નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, છોટાઉદેપુર સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગનાઓ તથા ધર્મેંન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુનો કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ આર.એસ ડામોર ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા જરૂરી સુચના કરેલ જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે પાદરા પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૭૦૩૪૨૧૧૧૯૮/૨૦૨૧ પ્રોહિબીશન એક્ટ કલમ ૬૫(એ)(ઇ), ૯૮(૨), ૮૧, ૧૧૬(બી) મુજબના ગુનાનાં કામે પકડવાના બાકી આરોપીને લેહવાંટ ચોકડી પાસેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી રંગપુર પોલીસ સ્ટેશન ખાતે ...
રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના વાગલવાડા હલ્દી મહુડી ગામ પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના વાગલવાડા હલ્દી મહુડી ગામ પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, છોટાઉદેપુર        સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા નાઓ તથા શ્રી ધર્મેંન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતીહેરાફેરી સદંતર રીતે નેસ્ત-નાબુદ થાય તે રીતેની સુચના કરેલ.જે અન્વયે આર.એસ.ડામોર ઇંચા. પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા જરૂરી સુચના કરેલ જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકિકત આધારે રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના વાગલવાડા હલ્દી મહુડી ગામ પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિં.રૂ.૭૪,૧૬૦/- નો મુદામાલ સાથે હેરાફેરી કરવા મારૂ...
જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની જુલાઈ-૨૦૨૩ની બેઠક યોજાઇ

જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની જુલાઈ-૨૦૨૩ની બેઠક યોજાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, છોટાઉદેપુર      છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલા જિલ્લા સેવાસદનના જીલ્લા સંકલન સમિતિ હોલમાં જિલ્લા કલેકટર સુ સ્તુતિ ચારણની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિ સહ ફરિયાદ નિવારણ સમિતિની જુલાઈ-૨૦૨૩ની બેઠક યોજાવમાં આવી હતી. જેમાં જીલ્લાની તમામ કચેરીઓના અધિકારીઓ તેમજ ધારાસભ્ય અભેસિહભાઈ તડવી અને રાજેન્દ્રસિંહ રાઠવા જોડાયા હતા. બેઠક દરમિયાન છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ વિવિધ મુદ્દે રજૂ કરેલા પ્રશ્નો અંગે વિગતે ચર્ચા કરવામાં આવી છે. આ ઉપરાંત આંગણવાડી ક્ષેત્રે થઈ રહેલી કામગીરી અને નવા બનેલા નંદ ઘરની પ્રશંસા કરવામાં આવી હતી. પ્રથમિક શાળાઓના ઓરડાઓના બાંધકામ અંગે રાજેન્દ્રસિંહે પૂછેલા પ્રશ્નના જવાબમાં ડીપીઓ એ જણાવ્યું હતું કે જીલ્લામાં કુલ ૧૪૧ ઓરડાઓ તોડી પાડવામાં આવેલા છે, જેમાંથી ૯૮ ઓરડાઓના નવા બાંધકામ માટે ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવશ...

સોમનાથમાં ગોલોકધામ ખાતે અધિક પુરુષોત્તમ માસનો ભક્તિમય કાર્યક્રમો સાથે પ્રારંભ થયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ તીર્થને હરિહર તીર્થના નામથી પણ ઓળખવામાં આવે છે. કારણકે આ ભૂમિ પર પ્રથમ દેવાધિદેવ મહાદેવે ચંદ્રને શ્રાપ માંથી મુક્ત કરી શાંતિ આપી હતી, સાથેજ અહીથી પોતાની અંતિમ લીલાના દર્શન આપી પોતાના મનુષ્ય દેહનો ત્યાગ કરી સ્વધામ ગયા હતા. ત્યારે સોમનાથ તીર્થમાં શિવત્વની સાથે સાથે શ્રીકૃષ્ણ ભક્તિનું પણ એટલુજ પુણ્યકારી મહાત્મય રહેલું હોય. શ્રી ગોલોકધામ તીર્થન આધ્યાત્મિક મહત્વને ધ્યાને લઇને તીર્થમાં સમગ્ર પુરષોતમ માસમાં ભાવિકોને પરમ આધ્યાત્મિક અને ભક્તિમય વાતાવરણની અનુભૂતિ થાય તેના માટે શ્રી સોમનાથ ટ્રસ્ટના સચિવ શ્રી યોગેન્દ્રભાઇ દેસાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર માસ દરમિયાન ગીતાજીના પાઠ, શ્રીમદ્ ભાગવત દશમસ્કંધના પાઠ સહિત અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સોમનાથ તીર્થમાં પુરષોતમ માસના પ્રથમ દિવસે ભગવાન શ્રીક...
ભાવનગરમાં શહેરમાં મહોરમ તહેવારની ઉજવણી સંદર્ભે વહિવટી તંત્ર અને મુસ્લિમ સમાજના અગ્રણીઓની બેઠક યોજાઇ

ભાવનગરમાં શહેરમાં મહોરમ તહેવારની ઉજવણી સંદર્ભે વહિવટી તંત્ર અને મુસ્લિમ સમાજના અગ્રણીઓની બેઠક યોજાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર  ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય તે અંગે જિલ્લા કલેક્ટરએ વિવિધ સૂચનાઓ આપી મુસ્લિમ સમાજના મહોરમ તહેવારની ઉજવણી આગામી ૨૮ અને ૨૯ જુલાઈ નાં રોજ થવાની છે. આ દિવસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય તેમજ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે માટે કલેક્ટર કચેરી ખાતે આજે જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાની અધ્યક્ષતામાં વહિવટી તંત્ર અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ તરફથી રજૂઆત કરાઇ હતી કે, ભાવનગર શહેરમાં નોંધાયેલા મુખ્ય તાજીયાઓની સંખ્યા આશરે ૩૫ છે અને તેની સામે માનતાના તાજીયોઓ જોડાશે. ૨૮ અને ૨૯ જુલાઈ નાં રોજ તાજીયાઓના રૂટ અંગે જરૂરી વ્યવસ્થા ઉભી કરવાં માટે કલેક્ટરએ સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. આ બેઠકમાં કમિશ્નર એન. વી. ઉપાધ્યાય, ડી.વાય.એસ.પી. આર. વી. ડામોર, નિવાસી અધિક કલેક્ટર બી.જે.પટેલ, સેન્ટ્ર...

આગામી લોકસભા સામાન્યુ ચુંટણી અન્વયે તા.૧૬ જુલાઇનાં રોજ સૂચિત મતદાન મથકો પર મતદારયાદી સંબંધિત અને મતદાન સંબંધિત તમામ કામગીરી કરાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર       આગામી લોકસભાના સામાન્ય ચુંટણીનાં ભાગરૂપે હાલમાં સૂચિત મતદાન મથકો પર મતદારયાદી સંબંધિત અને મતદાન સંબંધિત તમામ કામગીરી કરવામાં આવશે. જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં ૧૬ જુલાઈના રોજ મતદાન મથકોની પ્રાથમિક યાદી પ્રસિધ્ધી કરવામાં આવી છે. જિલ્લામાં અગાઉ કુલ-૧૮૬૬ મંજુર મતદાન મથકોમાં સુધારા-વધારા કરીને હાલમાં કુલ-૧૮૪૭ મતદાન મથકો સૂચિત કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચની સુચનાઓને આધારે મતદારોની સંખ્યા મુજબ મતદાન મથકોમા ફેરફાર કરવામા આવેલ છે. કુલ-૨ મતદાન મથકો નવા રચવામાં આવેલ છે. કુલ-૨૧ મતદાન મથકોને મર્જ કરવામાં આવેલ છે. કુલ- ૮૫ મતદાન મથકોના સ્થળમાં ફેરફાર કરવામાં આવેલ છે તથા કુલ-૪ર મતદાન મથકોના સેક્શનમાં ફેરફાર કરવામાં આવેલ છે. આ કુલ-૧૮૪૭ મતદાન મથકોની યાદી તેમા સમાવિષ્ટ ભાગ સાથે ૧૬ જુલાઈનાં રોજ જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી, તમામ મતદાર નોંધણી અધિકારીની કચેરી, તમામ મદદનીશ ...
દબાણ હટાવ શાખા દ્વારા તા. ૧૪-૦૭-૨૦૨૩થી તા. ૧૭-૦૭-૨૦૨૩ દરમ્યાન ૦૬ રેંકડી / કેબીન તથા ૧૫૧ બોર્ડ / બેનરો જપ્ત અને રૂ.૯૩,૭૬૦/-નો વહીવટી ચાર્જ વસુલ કરેલ

દબાણ હટાવ શાખા દ્વારા તા. ૧૪-૦૭-૨૦૨૩થી તા. ૧૭-૦૭-૨૦૨૩ દરમ્યાન ૦૬ રેંકડી / કેબીન તથા ૧૫૧ બોર્ડ / બેનરો જપ્ત અને રૂ.૯૩,૭૬૦/-નો વહીવટી ચાર્જ વસુલ કરેલ

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી, રાજકોટ       રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ:૧૪/૦૭/૨૦૨૩ થી તારીખ: ૧૭/૦૭/૨૦૨૩ સુધીની રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે. રસ્તા પર નડતર રૂપ ૬ રેકડી/કેબીન તે ધરાર માર્કેટ,હેમુ ગઢવી હોલ પાસે,કેવડાવાડી રોડ,રાજનગર ચોક પરથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી અન્ય ૩૭ પરચુરણ ચીજ વસ્તુઓ ત્રિકોણબાગ,આજી ડેમ રવીવારી,એરપોર્ટ રોડ,જામનગર રોડ,જંકશન રોડ,જ્યુબેલી માર્કેટ,રામનાથપરા,ધરાર માર્કેટ,હેમુ ગઢવી હોલ,કેનાલ રોડ,ઢેબર રોડ,હેમુદસ્તુર માર્ગ,નાના મૌવા મેઈન રોડ, એસ્ટ્રોન નાલા પાસે,કણકોટ શનીવારી સ્વપનલોક સોસાયટી પાસેથી જપ્ત કરવામાં આવેલ., ૪૯ કિલો શાકભાજી/ફળ પારેવડી ચોક,રામનગર,જ્યુબેલી માર્કેટ,જંકશન રોડ,એરપોર્ટ રો...