હિન્દ ટીવી – ગુજરાતી, છોટાઉદેપુર
સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા નાઓ તથા શ્રી ધર્મેંન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતીહેરાફેરી સદંતર રીતે નેસ્ત-નાબુદ થાય તે રીતેની સુચના કરેલ.જે અન્વયે આર.એસ.ડામોર ઇંચા. પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા જરૂરી સુચના કરેલ જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકિકત આધારે રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના વાગલવાડા હલ્દી મહુડી ગામ પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિં.રૂ.૭૪,૧૬૦/- નો મુદામાલ સાથે હેરાફેરી કરવા મારૂતી સુઝુકી કંપનીની સ્વિફ્ટ ફોર વ્હિલર ગાડી પકડી પાડી પ્રોહીનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી રંગપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે. મુદામાલ માં (૧) ભારતીય બનાવટનો વિદેશી દારૂ નંગ.૫૫૨ કિં.રૂ.૭૪,૧૬૦/- અને (૨) સ્વિફ્ટ ફોર વ્હિલર ગાડી કિ.રૂ.૫,૦૦,૦૦૦/- આમ કુલ કિં.રૂ.૫,૭૯,૧૬૦/- કબ્જે કરવામાં આવેલ તેમજ ગોરધનભાઇ માલસિંગભાઇ રાઠવા રહે.અત્રોલી ખુંદા-પીપળા ફળીયુ તા.જી.છોટાઉદેપુર નાં આરોપી ને પકડી પાડી પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી.
રિપોર્ટર : જીઆઉલ્ મકરાના, છોટાઉદેપુર
