Monday, February 16News That Matters

વડોદરા જીલ્લાના પાદરા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશ ગુનામાં છેલ્લા બે વર્ષથી રાજ્ય બહારનો નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી

હિન્દ ટીવી – ગુજરાતી, છોટાઉદેપુર

સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગનાઓ તથા ધર્મેંન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુનો કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ આર.એસ ડામોર ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા જરૂરી સુચના કરેલ જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે પાદરા પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૭૦૩૪૨૧૧૧૯૮/૨૦૨૧ પ્રોહિબીશન એક્ટ કલમ ૬૫(એ)(ઇ), ૯૮(૨), ૮૧, ૧૧૬(બી) મુજબના ગુનાનાં કામે પકડવાના બાકી આરોપીને લેહવાંટ ચોકડી પાસેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી રંગપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. પકડાયેલ ઇસમમાં ભરતસિંહ જામસિંગભાઇ બામણીયા રહે.જબાનીયા નાકા ફળિયુ, તા.કઠીવાડા જી.અલીરાજપુર ને ઝડપી પાડી આગળ ની કાર્યવાહી હાથ ધરાઇ.

રિપોર્ટર : જીયાઉલ મકરાના, છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *