Monday, February 16News That Matters

ભાવનગરમાં આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ અન્વયે જિલ્લા કક્ષાએ મિલેટ્સ સ્પર્ધા નું દક્ષિણામૂર્તિ બાળ મંદિર ખાતે આયોજન

આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ-૨૦૨૩: મિલેટ્સ (શ્રી અન્ન)

હિન્દ ટીવી ગુજરાતી, ભાવનગર

ભારતની પરંપરાગત ખેત પેદાશો (શ્રી અન્ન)ની ખેતી અને તેના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે માન. વડાપ્રધાન ના માર્ગદર્શન હેઠળ સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ-૨૦૨૩ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે. જેના ઉપક્રમે ભાવનગર જિલ્લા માં પણ આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ અન્વયે આઇ.સી.ડી.એસ. મહિલા અને બાળ વિકાસ વિભાગ જિલ્લા પંચાયત, ભાવનગર ધ્વારા “શ્રી અન્ન” (મિલેટ્સ) વાનગી હરીફાઇનું આયોજન દક્ષિણામૂર્તિ બાળ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું.

મિલેટસ તથા તેમાંથી બનતી પોષણયુક્ત વાનગીઓ અને પરંપરાગત ધાન્યના ઉપયોગ વિશેની જાગૃતતા કેળવાય તે ઉદ્દેશ્ય થી આ હરીફાઇનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામાં 14 ઘટક ના ઉમેદવારો વચ્ચે સ્પર્ધા કરવામાં આવેલ હતી. જેમાં ઉમરાળા, વલભીપુર, તળાજા-૨, શિહોર, પાલીતાણા ૧ અને ૨, ભાવનગર ગ્રામ્ય, ગારિયાધાર, ઘોઘા, જેસર, મહુવા -૧, ૨ અને ૩ ના ઉમેદવારો વચ્ચે સ્પર્ધા કરવામાં આવેલ હતી. આ સ્પર્ધામાં મિલેટ્સ થી બનાવેલ વાનગી જેમ કે શીરો, સુખડી, લાડુ, હાંડવો, પિઝા, નુડલ્સ, કટલેસ, ઢોકળા, ખિચડી, વડા, અપ્પમ, ખીર, ઘૂઘરા, ટીક્કી, ચરમિયા, દહીંવડા, કેક વગેરે જેવી વાનગી તૈયાર કરવામાં આવી હતી. જેમાં શ્રીમતી વર્ષાબેન ભાલીયા આ જીલ્લા કક્ષાની “શ્રી અન્ન” (મિલેટ્સ) વાનગી હરીફાઇમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ત્યારબાદ ગોસાઈ ઝરણાબેન ને બીજો અને ઉર્મિલાબેન વાઘેલા ને ત્રીજુ સ્થાન આ હરીફાઇમાં પ્રાપ્ત થયેલ છે.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભરતસિંહ ગોહિલ, જિલ્લા ખેતીવાડી અધિકારી, હોમસાઇન્સ કૉલેજના HOD રોનકબેન ઓઝા, ભાજપ મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી ધર્મિષ્ઠાબેન દવે, પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી શારદાગૌરી દેસાઈ, દક્ષિણામૂર્તિ સંસ્થાના નિયામક, આચાર્ય, પ્રોજેક્ટ ઑફિસર તથા આઈ.સી.ડી.એસના સભ્યઓ અને આંગણવાડી ની બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

ભાવનગર બ્યુરો ચીફ : ડો. હકીમ ઝવેરી

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *