Tuesday, February 17News That Matters

આગામી લોકસભા સામાન્યુ ચુંટણી અન્વયે તા.૧૬ જુલાઇનાં રોજ સૂચિત મતદાન મથકો પર મતદારયાદી સંબંધિત અને મતદાન સંબંધિત તમામ કામગીરી કરાશે

હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર 

     આગામી લોકસભાના સામાન્ય ચુંટણીનાં ભાગરૂપે હાલમાં સૂચિત મતદાન મથકો પર મતદારયાદી સંબંધિત અને મતદાન સંબંધિત તમામ કામગીરી કરવામાં આવશે. જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં ૧૬ જુલાઈના રોજ મતદાન મથકોની પ્રાથમિક યાદી પ્રસિધ્ધી કરવામાં આવી છે. જિલ્લામાં અગાઉ કુલ-૧૮૬૬ મંજુર મતદાન મથકોમાં સુધારા-વધારા કરીને હાલમાં કુલ-૧૮૪૭ મતદાન મથકો સૂચિત કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચની સુચનાઓને આધારે મતદારોની સંખ્યા મુજબ મતદાન મથકોમા ફેરફાર કરવામા આવેલ છે. કુલ-૨ મતદાન મથકો નવા રચવામાં આવેલ છે. કુલ-૨૧ મતદાન મથકોને મર્જ કરવામાં આવેલ છે. કુલ- ૮૫ મતદાન મથકોના સ્થળમાં ફેરફાર કરવામાં આવેલ છે તથા કુલ-૪ર મતદાન મથકોના સેક્શનમાં ફેરફાર કરવામાં આવેલ છે. આ કુલ-૧૮૪૭ મતદાન મથકોની યાદી તેમા સમાવિષ્ટ ભાગ સાથે ૧૬ જુલાઈનાં રોજ જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી, તમામ મતદાર નોંધણી અધિકારીની કચેરી, તમામ મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરીમાં પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.

મુખ્ય નિર્વાચન અધિકારી, ગાંધીનગરની વેબસાઈટ પર પણ અપલોડ કરવામાં આવેલ છે. જે અન્વયે કોઈ સલાહ કે સુચનો હોય તો તા.૧૭ થી ૨૫ જુલાઈ સુધીમાં સંબંધિત કચેરીમાં રજુઆત કરવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટર, ભાવનગર દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવેલ છે તેમ નાયબ જિલ્લા ચુટણી અધિકારીની યાદીમાં જણાવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *