હિન્દ ટીવી ગુજરાતી, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ:૧૪/૦૭/૨૦૨૩ થી તારીખ: ૧૭/૦૭/૨૦૨૩ સુધીની રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.
રસ્તા પર નડતર રૂપ ૬ રેકડી/કેબીન તે ધરાર માર્કેટ,હેમુ ગઢવી હોલ પાસે,કેવડાવાડી રોડ,રાજનગર ચોક પરથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી અન્ય ૩૭ પરચુરણ ચીજ વસ્તુઓ ત્રિકોણબાગ,આજી ડેમ રવીવારી,એરપોર્ટ રોડ,જામનગર રોડ,જંકશન રોડ,જ્યુબેલી માર્કેટ,રામનાથપરા,ધરાર માર્કેટ,હેમુ ગઢવી હોલ,કેનાલ રોડ,ઢેબર રોડ,હેમુદસ્તુર માર્ગ,નાના મૌવા મેઈન રોડ, એસ્ટ્રોન નાલા પાસે,કણકોટ શનીવારી સ્વપનલોક સોસાયટી પાસેથી જપ્ત કરવામાં આવેલ., ૪૯ કિલો શાકભાજી/ફળ પારેવડી ચોક,રામનગર,જ્યુબેલી માર્કેટ,જંકશન રોડ,એરપોર્ટ રોડ,જામનગર રોડ,રાજનગર ચોક પરથી જપ્ત કરવામાં આવેલ, રૂ. ૪૮,૫૬૦/- મંડપ કમાન છાજલી ભાડુ તે યુનિ.રોડ,યાજ્ઞિક રોડ,સંતકબીર રોડ,ધરાર માર્કેટ,મવડી મેઈન રોડ,ખિજડાવાડો રોડ, પરથી વસુલ કરવામાં આવેલ છે,રૂ.૪૫,૨૦૦/- વહિવટી ચાર્જ તે ગુંદાવાડી,વિધ્યાનગર,આઈ.ટી.આઈ હોકર્સ ઝોન પાસે,મોહનભાઈ સરવૈયા હોલ,હેમુદસ્તુર માર્ગ,મોચીનગર રોડ પરથી વસુલ કરવામાં આવ્યો હતો, ૧૫૧ બોર્ડ-બેનર તે કુવાડવા રોડ,મહિલા અંદરબ્રિજ પાસે એસ્ટ્રોન ચોક,હેમુ ગઢવી હોલ પરથી જપ્ત કરેલા છે.

