હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર
માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના તા. ૨૪ જુલાઇના ભાવનગર અને સણોસરાના સંભવિત કાર્યક્રમની તૈયારી અંગે જિલ્લા કલેકટરની આર. કે. મહેતાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ હતીય
જિલ્લા કલેકટરએ રાજ્યપાલની સંભવિત મુલાકાતને લઈને જરૂરી વ્યવસ્થાઓ માટે તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી હતી તેમજ તમામ વ્યવસ્થાઓ સૂચારુંરૂપે થાય તે માટે થયેલા આયોજનની વિગતો અધિકારીશ્રીઓ પાસેથી મેળવી હતી.

આ બેઠકમાં મહાનગરપાલિકા કમિશ્નર એન.વી.ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જિલોવા, નિવાસી અધિક કલેકટર બી. જે. પટેલ સહિતના જિલ્લાનાં પદાધિકારીઓ- અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત બ્યુરો ચીફ : ડો. હકીમ ઝવેરી
