‘મેરી માટી મેરા દેશ’ કાર્યક્રમનો ગીર સોમનાથમાં ઉત્સાહપૂર્વક થયો પ્રારંભ
મેરી માટી મેરા દેશ' – માટીને નમન વીરોને વંદન
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ
ગીર સોમનાથમાં 'મેરી માટી મેરા દેશ' કાર્યક્રમની ઉજવણીનો ઉત્સાહપૂર્વક પ્રારંભ થયો છે ત્યારે ધારાસભ્ય ભગવાનભાઈ બારડની ઉપસ્થિતિમાં બાદલપરા ખાતે "માટીને નમન,વીરોને વંદન" થીમ અંતર્ગત ઉત્સાહપૂર્વક રાષ્ટ્રભક્તિના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ધારાસભ્ય સહિત બાદલપરાના ગ્રામજનોએ શિલાફલકમનું અનાવરણ કરી અને દીપ પ્રગટાવી શહીદોને વંદન કર્યા હતા તેમજ પંચ પ્રણ પ્રતિજ્ઞા, વૃક્ષારોપણ, સેલ્ફી અપલોડ સહિતના કાર્યક્રમમાં ભાગ લઈ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.
ધારાસભ્યશ્રી ભગવાનભાઈ બારડની ઉપસ્થિતિમાં શિલાફલકમના લોકાર્પણ સાથે બાદલપરાના ગ્રામજનોએ વીરોને અંજલી આપી તેમના બલિદાન તથા દેશસેવાને યાદ કર્યા હતા. આ સાથે જ અમૃતવાટીકામાં વસુધા વંદન કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તથા અમૃતકળશમાં ગામની માટીને એકત્ર કરવામાં આ...





