Monday, February 16News That Matters

સોમનાથ મહાદેવના ચરણોમાં શ્રી કપર્દી વિનાયક મંદિર ખાતે શ્રી ગણપતિ અથર્વશીર્ષ પાઠ મહા અનુષ્ઠાન નો પાંચમો મણકો

હિન્દ ટીવી – ગુજરાતી, સોમનાથ 

      શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ ક્ષેત્રમાં કદાચિત ઇતિહાસમાં સૌથી મોટુ શ્રીગણેશ આરાધનાનું અનુષ્ઠાન શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં રાજ્ય ભરની તમામ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો દ્વારા ક્રમશઃ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર પરિસરમાં બિરાજમાન પ્રાચીન શ્રી કપર્દિ વિનાયક મંદિરના સાનિધ્યમાં પ્રત્યેક માસની બંને પક્ષની ચતુર્થી પરશ્રી ગણપતિ અથર્વશીર્ષના પાઠ કરવામાં આવે છે.

આ મહાઅનુષ્ઠાનનો પાંચમો મણકો આજરોજ સંપન્ન થયો હતો. જેમાં શ્રીમતી કે.બી.જોષી સંસ્કૃત કોલેજ ભરવાડા (પોરબંદર), શ્રી વી.ટી.ચોક્સી સૂર્યપુર સંસ્કૃત મહાવિદ્યાલય, આમલીરણ (સુરત), શ્રી શાંડિલ્ય ઋષિ વેદ સંસ્કૃત મહાવિદ્યાલય, અડાજણ (સુરત) અને શ્રી સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિ કુમારો દ્વારા 11,000 થી વધુ શ્રી ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરવામાં આવ્યા હતા.

દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ની અધાયતમિક્તા પ્રેરક અધ્યક્ષતામાં શ્રી સોમનાથ ટ્રસ્ટ સમગ્ર પ્રભાસ તીર્થમાં આધ્યાત્મીક ભાવનાના સુદ્રઢ કરવાનું કાર્ય કરી રહ્યું છે. જેના ભાગરૂપે ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ ના માર્ગદર્શન હેઠળ શ્રી સોમનાથ ટ્રસ્ટ પ્રભાસ તીર્થમાં અત્યાર સુધીનું સૌથી મોટું ગણપતિ અર્ચનનું મહાઅનુષ્ઠાન ચલાવી રહ્યું છે. જેમાં અત્યાર સુધીમાં ટ્રસ્ટની સોમનાથ સંસ્કૃત પાઠશાળા ઉપરાંત રાજ્યની 10 પાઠશાળાઓ સોમનાથ પધારી ચૂકી છે.

અનુષ્ઠાન માટે ધારેલ ત્રણે પાઠશાળાના ઋષિકુમારો અને ગુરુજનોને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા નિર્મિત ભક્તિમય પ્રસાદ કીટ ભેટ આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *