હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર
સમગ્ર દેશમાં “મારી માટી- મારો દેશ” અભિયાનના ભાગરુપે ‘વીરોને વંદન’ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ પંચાયત કક્ષાએ યોજાનાર સમારોહમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદ સેનાનીઓના પરિવારો, સંરક્ષણ કર્મચારીઓ અથવા તેમના પરિવારોને સન્માન કરવામાં આવશે. જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં મેડલ અથવા શિલ્ડ તૈયાર કરવામાં આવ્યા છે જેનાથી વીરોને વંદન કરીને તેમણે સન્માનિત કરવામાં આવશે.
ભાવનગર જિલ્લામાં આગામી તા.૦૯ થી ૧૫ની ઓગસ્ટ-૨૦૨૩ સુધી આ અભિયાન ચાલશે. જે અન્વયે ભાવનગર જિલ્લામાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ગ્રામ પંચાયત હસ્તકના ગામોમાં શિલાફલકમ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે.
