Monday, February 16News That Matters

નારી વંદન ઉત્સવ” સપ્તાહ અંતર્ગત ભાવનગર ખાતે મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરાઇ

હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર 

આજરોજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્રારા “નારી વંદન ઉત્સવ” સપ્તાહ નિમિતે ઘરશાળા પીટીસી કોલેજ, ભાવનગર ખાતે મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ભાવનગર દ્રારા ઘરશાળા પીટીસી કોલેજ, ભાવનગર ખાતે મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી. જેમાં કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત જિલ્લા કાનુની સેવા સતા મંડળના સલીમભાઈ ધાસુરા દ્રારા મહિલાઓના કાયદાઓ અંગે માહિતી આપવામાં આવેલ, સહજ ગ્રુપ દ્રારા કામકાજના સ્થળે જાતિય સતામણી અને બેટી બચાવો બેટી પઢાવોની થીમ પર નાટક રજુ કરવામાં આવેલ તેમજ જિલ્લા સેવા સેતુ સતા મંડળ તરફથી લીગલ એડવોકેટ પ્રીતિબેન વી તેમજ મહિલા બાળ અધિકારી, દ્રારા વિવિધ યોજનાકીય માહિતી આપવામાં આવેલ હતી.

અભયમ ૧૮૧ માંથી કાઉન્સેલર, સખી વન સ્ટોપ સેન્ટરના કાઉન્સેલર, મહિલા સહાયતા કેન્દ્રના કાઉન્સેલર, તેમજ ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ વિમેનના ડિસ્ટ્રીકટની ટીમ કાર્યક્રમમાં હાજરી આપી વિવિધ યોજના અંગે માહિતી આપવામાં આવેલ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *