Sunday, February 15News That Matters

ભાવનગર શહેર કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૩ ઓગષ્ટના રોજ યોજાશે

હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર  

       રાજ્ય સરકારના આદેશ અનુસાર તા.૨૩/૦૮/૨૦૨૩ ના રોજ ૧૧:૦૦ કલાકે સીટી મામલતદાર કચેરી, વિધાનગર,બી.પી.ટી.આઈ. સામે ભાવનગર શહેર ખાતે માન.મુખ્યમંત્રીનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ, તાલુકા કક્ષાના પ્રશ્નોના નિકાલ કરવા માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારી,(મહેસૂલ),ભાવનગરના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ છે.

જેમાં ભાવનગર સીટીના પ્રશ્નો માટે અરજદારઓ પાસેથી તા.૧૫/૦૮/૨૦૨૩ સુધીમાં વિવિધ કચેરીઓમાં અનિર્ણીત પ્રશ્નોની આધાર પુરાવા સાથે અરજી મંગાવામાં આવે છે. પ્રશ્ન રજુ કરવા માટે જે તે અરજદારે ભાવનગર શહેર સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ ના મથાળા નીચે સીટીમામલતદારશ્રી, ભાવનગરને પુરાવા સાથે અરજી કરવાની રહેશે.

આ કાર્યક્રમમાં ગત તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અનિર્ણીત રહેલ અરજદારો તથા સંબંધીત વિભાગોએ જરૂરી આધારો સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે. આ કાર્યક્રમમાં અરજદારે જાતે રૂબરૂ હાજર રહી એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે. સામુહીક રજુઆત કરી શકાશે નહી તેમ સીટી મામલતદાર, ભાવનગરની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *