“મારી માટી, મારો દેશ”
હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર
“મારી માટી, મારો દેશ” અભિયાન અંતર્ગત મહુવામાં માર્કેટિંગ યાર્ડ દ્વારા સુંદર ચિત્ર બનાવીને લોકો માટે જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. માર્કેટ યાર્ડ ખાતે દરરોજ અનેક લોકોની અવરજવર રહે છે ત્યારે “મારી માટી, મારો દેશ” અભિયાન અંતર્ગત જનજાગૃતિ માટે પ્રયત્ન કરવામાં આવ્યો છે.
સમગ્ર દેશમાં “મારી માટી- મારો દેશ” અભિયાનના ભાગરુપે ‘વીરોને વંદન’ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ પંચાયત કક્ષાએ યોજાનાર સમારોહમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદ સેનાનીઓના પરિવારો, સંરક્ષણ કર્મચારીઓ અથવા તેમના પરિવારોને સન્માન કરવામાં આવશે. જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં શિલાફલકમ તૈયાર કરવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચિત્રમાં જી૨૦ અને “મારી માટી- મારો દેશ” અંતર્ગત ખૂબ સરસ પ્રતિકૃતિ બનાવવામાં આવેલ છે જે થકી લોકોને “માટીને નમન વિરોને વંદન” કરવા અંગે જન જાગૃતિ અંગેનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
