Sunday, February 15News That Matters

કોડીનારમાં અંબુજા કેમ્પસ ખાતે મહિલા કર્મયોગી દિવસ અંતર્ગત કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અટકાવવા નિવારણ માટે કાયદાકીય જાગૃતિ સેમીનાર યોજાયો

હિન્દ ટીવી – ગુજરાતી, ગીર સોમનાથ 

      નારી વંદન ઉત્સવ-૨૦૨૩ અન્વયે જીલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી-ગીર સોમનાથ દ્વારા અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન અંતર્ગત સ્કીલ & એન્ટરપ્રેન્યોરશીપ ડેવલોપમેન્ટ ઇન્સ્ટીટ્યુટ (SEDI)-અંબુજા કેમ્પસ,કોડીનાર ખાતે મહિલા કર્મયોગી દિવસ અન્વયે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી(અટકાવ & નિવારણ)અધિનીયમ-૨૦૧૩ અન્વયે કાયદાકીય જાગૃતિ સેમીનાર યોજાયો હતો.

જેમાં મહિલા કર્મયોગી થીમ આધારિત નાટક રજુ કરવામાં આવેલ તેમજ પ્રતિકાર ફિલ્મ નિહાળવામાં આવેલ. આ સેમીનારમાં કામકાજના સ્થળે જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩, મહિલા કલ્યાણ લક્ષી યોજનાઓ તથા OSC, PBSC તથા ૧૮૧ અભિયમની કામગીરી અંગે વિસ્તૃર્ત સમજ આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં SEDI નાં માસ્ટર ટ્રેનર દીનાબેન પરમાર, ફેસીલીટર ઇન્દ્રજીતસિહ વાળા તથા દહેજ પ્રતિબંધક અધિકારી આર.એમ. જીંજાળા, DHEW ના ડિસ્ટ્રિક્ટ કો- ઓર્ડીનેટર આંનદ પરમાર, તથા OSC, PBSC, ૧૮૧ અભિયમ નો સ્ટાફ,મહિલા અને બાળ અધિકારીની કચેરીનો સ્ટાફ સહિત SEDIમાં તાલીમ વિભિન્ન ટ્રેડની તાલીમ મેળવતા તાલીમાર્થી બહેનો ઉપસ્થિત રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *