Friday, September 4News That Matters

Gujarat

વલસાડ જિલ્લામાં પૂર રાહત કામગીરીમાં હેલિકોપ્ટરથી રેસ્ક્યુ શરૂ, સલવાવમાં યુવકને બચાવાયો

વલસાડ જિલ્લામાં પૂર રાહત કામગીરીમાં હેલિકોપ્ટરથી રેસ્ક્યુ શરૂ, સલવાવમાં યુવકને બચાવાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, વલસાડ    વલસાડ જિલ્લામાં પૂરની પરિસ્થિતિને પગલે અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે ત્યારે આવા વિસ્તારોમાં ફસાયેલા લોકોને બચાવવા માટે એનડીઆરએફની બોટ પણ જઈ શકતી ન હોય તેવા સંજોગોમાં વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દમણ કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી છે. જેમના દ્વારા સૌ પ્રથમ રેસ્કયુ વાપીના સલવાવ ખાતે હ્યુન્ડાઈ શો રૂમની બાજુમાં આવેલા વીજ પોલ પર જીવ બચાવવા ચઢી ગયેલા યુવાનનું કરવામાં આવી રહ્યુ છે. વલસાડ જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ પાસેથી મળતી માહિતી મુજબ, આ યુવક ગતરોજથી ઈલેકટ્રીક વીજ પોલ જીવ બચાવવા માટે ચઢી ગયો હતો. જેની જાણ જિલ્લા વહીવટી તંત્રને થતા વાપી મામલતદારશ્રી કે.પી.કટારીયાની ઉપસ્થિતિમાં સાંજે હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પૂર રાહત કામગીરીમાં હેલિકોપ્ટરનું આગમન થતા એવા અનેક વિસ્તારો કે, જ્યાં બોટ ન પહોંચી શકે ત્યાં ફસાયેલા લોકોને બચ...
વલસાડના હિંગળાજ ગામે ઝીંગા તળાવ વિસ્તારમાં ફસાયેલા ૨૦ થી ૨૫ લોકોનું એસડીઆરએફ દ્વારા રેસ્ક્યૂ

વલસાડના હિંગળાજ ગામે ઝીંગા તળાવ વિસ્તારમાં ફસાયેલા ૨૦ થી ૨૫ લોકોનું એસડીઆરએફ દ્વારા રેસ્ક્યૂ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, વલસાડ    વલસાડ જિલ્લામાં સતત વરસી રહેલા અતિભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે વલસાડના કાંઠા વિસ્તારમાં આવેલા હિંગળાજ ગામમાં ઝીંગાના તળાવ એરિયામાં ફસાયેલા ૨૦ થી ૨૫ જેટલા લોકોનું સફળ રેસ્કયુ કરાયુ છે.  વલસાડ જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ પાસેથી મળતી વિગત મુજબ, વલસાડ તાલુકાના હિંગળાજ ગામે આવેલા ઝીંગા તળાવના વિસ્તારમાં ગઈ રાત્રિથી આશરે ૨૦થી ૨૫ લોકો પાણીમાં ફસાયેલા હોવાની માહિતી મળતા એસડીઆરએફની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. પાણીનો પ્રવાહ વધુ હોવાથી બોટની મદદથી વારાફરતી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ બચાવ કામગીરી દરમિયાન તમામ ફસાયેલા લોકોને સલામત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી.  રેસ્ક્યૂ કરાયેલા નારણભાઈ પિતાંબર ટંડેલ અને અસલમ ખાને જણાવ્યું કે, તેઓ ગત રાત્રિથી પાણીમાં ફ...
આરબીએસકે ટીમની ત્વરિત કામગીરીથી જન્મજાત એનોરેક્ટલ ખોડખાંપણ ધરાવતા નવજાત શિશુનું સફળ ઓપરેશન 

આરબીએસકે ટીમની ત્વરિત કામગીરીથી જન્મજાત એનોરેક્ટલ ખોડખાંપણ ધરાવતા નવજાત શિશુનું સફળ ઓપરેશન 

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, દાહોદ     મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત તથા તાલુકા આરોગ્ય અધિકારી, ઝાલોદ ડૉ. તુષાર ભાભોરના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા સમયસર કરવામાં આવેલી કામગીરીના પરિણામે એક નવજાત શિશુને નવજીવન મળ્યું છે. ગુલતોરા ગામના નિવાસી શ્રીમતી જશોદાબેન સુરેશભાઈ નિસરતાને તા. ૦૪/૦૭/૨૦૨૬ના રોજ મહીપ હોસ્પિટલ, ઝાલોદ ખાતે પ્રસૂતિ થઈ હતી. જન્મ બાદ નવજાત શિશુમાં Imperforate Anus (Anorectal Malformation - ARM) જેવી ગંભીરi જન્મજાત ખામી હોવાનું નિદાન થયું હતું. આ અંગેની જાણ થતા જ ગુલતોરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આરબીએસકે (RBSK) ટીમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી. પીએચસીના તબીબ ડૉ. મહેશ ગણાવા, આરબીએસકે ટીમ તથા MPHS શ્રી અતુલભાઈના સંકલિત પ્રયાસોથી બાળકના વાલીઓને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું અને વધુ સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા....
કલેક્ટર સુરભિ ગૌતમ દ્વારા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રની મુલાકાત લેવાઈ

કલેક્ટર સુરભિ ગૌતમ દ્વારા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રની મુલાકાત લેવાઈ

Gujarat
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન વિવિધ વિસ્તારોમાં નોંધાયેલા વરસાદ અને આગામી દિવસોમાં હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહીને ધ્યાનમાં રાખી જિલ્લા કલેક્ટરશ્રી સુરભિ ગૌતમ એ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર (District Emergency Operation Centre) ની મુલાકાત લઈને સમગ્ર પરિસ્થિતિની વિસ્તૃત સમીક્ષા કરી હતી. કલેક્ટરશ્રીએ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે વરસાદની સ્થિતિ, વિવિધ તાલુકાઓમાંથી પ્રાપ્ત થઈ રહેલા અહેવાલો, નદી-નાળા અને જળાશયોની સ્થિતિ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. જિલ્લામાં હાલ કોઈપણ પ્રકારની ગંભીર આપત્તિજનક સ્થિતિ સર્જાઈ નથી અને તમામ પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. વરસાદી ઋતુ દરમિયાન કોઈપણ પ્રકારની પરિસ્થિતિનો તાત્કાલિક સામનો કરી શકાય તે માટે જિલ્લા તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે 24 કલાક સતત મોનિટરિંગ કરવા...
કાલાવડમાં ‘લવ જેહાદ’ના ચુંગલમાં ફસાયેલી હિન્દુ યુવતીની ઘર વાપસી

કાલાવડમાં ‘લવ જેહાદ’ના ચુંગલમાં ફસાયેલી હિન્દુ યુવતીની ઘર વાપસી

Gujarat
"હિન્દ રક્ષક સંઘ" ની મહેનત રંગ લાવી  હિન્દ ટીવી - ગુજરાતી, કાલાવડ            જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં 'લવ જેહાદ' ની એક ગંભીર ઘટના બનવા પામી હતી જેમાં એક ૨૦ વર્ષીય હિન્દુ યુવતીને ૪૦ વર્ષીય વિધર્મી દ્વારા 'લવ જેહાદ' માં ફસાવવામાં આવી હતી. આ ઘટના બાદ હિન્દુ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો, પરંતુ સતર્કતા દાખવીને "હિન્દ રક્ષક સંઘ" દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને પરિણામે યુવતીની સુરક્ષિત "ઘર વાપસી" કરાવવામાં સફળતા મળી હતી.        કાલાવડ તાલુકાની ૨૦ વર્ષીય યુવતીને 'લવ જેહાદ'ના ચુંગલમાં ફસાવવામાં આવી હોવાની માહિતી મળતા જ "હિન્દ રક્ષક સંઘ"ના સંસ્થાપક - અધ્યક્ષા ડૉ. સીમાબેન પટેલનાઓ તાત્કાલિક કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકે પહોંચીને ઉગ્ર રજૂઆત કરી હતી અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.       હિન્દુ યુવતીની ઘર વાપસી માટે "હિન્દ રક્ષક સંઘ"એ એડી ચોટીનું જોર લગાવ્યું હતું. આ કા...
‘ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન’, ગાંધીનગર ખાતે અબોલ વન્યજીવોને હીટ સ્ટ્રોકથી બચાવવા વન વિભાગનું વિશેષ આયોજન

‘ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન’, ગાંધીનગર ખાતે અબોલ વન્યજીવોને હીટ સ્ટ્રોકથી બચાવવા વન વિભાગનું વિશેષ આયોજન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગાંધીનગર  🔹 ઈન્દ્રોડા પાર્કમાં વન્યજીવો માટે 15 જમ્બો કૂલર્સ, 20 હાઇ-ટેક સ્પ્રિન્ક્લર્સ તેમજ વિટામિન-યુક્ત આહારની વ્યવસ્થા; કાળઝાળ ગરમી વચ્ચે પશુ-પક્ષીઓના આવાસમાં તાપમાન 4 ડિગ્રી સુધી ઘટાડાયું 🔹 વન્યજીવોના આવાસ, સર્પગૃહ, પક્ષી ગૃહમાં પરંપરાગત ખસના પડદા લગાવી તેના પર સમયાંતરે પાણીનો છંટકાવ કરવામાં આવે છે; અબોલ જીવોની ત્વરિત સારવાર તેમજ નિયમિત હેલ્થ મોનિટરિંગ માટે અનુભવી પશુ ચિકિત્સકોની 24 કલાક રાઉન્ડ-ધ-ક્લોક સેવા ઉપલબ્ધ કરાઈ 🔹 ‘ગીર’ (GEER) ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આ પ્રાણી સંગ્રહાલયમાં ઝૂ સ્ટાફ અને વેટરનરી ટીમ દ્વારા તમામ પ્રાણીઓ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે; સાથે જ મુક્ત વન્યજીવોને પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે માટે સમગ્ર જંગલ વિસ્તારમાં અલગ-અલગ સ્થળોએ વિશેષ વોટર પોઇન્ટ્સની વ્યવસ્થા...
રજૂઆત કર્તાનું કામ નિયમાનુસાર થવા પાત્ર હોય તો તાત્કાલિક પૂરું કરી આપવું જોઈએ

રજૂઆત કર્તાનું કામ નિયમાનુસાર થવા પાત્ર હોય તો તાત્કાલિક પૂરું કરી આપવું જોઈએ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગાંધીનગર        મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મે-2026 મહિનાના રાજ્યકક્ષાના સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂઆતો લઈને આવેલા ખેડૂતો અને સામાન્ય માનવીઓની રજૂઆતો સંવેદનાપૂર્વક સાંભળી તેના ત્વરિત નિવારણ માટે તંત્ર વાહકોને સ્પષ્ટ સૂચનાઓ આપી. જાહેર રસ્તાઓ પર દબાણો કરતાં અસામાજિક તત્વો સામે કડકાઈથી પેશ આવીને ખેડૂતોને સલામતીનો અહેસાસ કરાવવા મુખ્યમંત્રીની પોલીસ તંત્રને સૂચના; રાજ્ય સ્વાગત અંતર્ગત આવતી રજૂઆતોનું સમય મર્યાદામાં ન્યાયિક અને સરળ રીતે નિરાકરણ લાવીને પ્રજાનો સરકાર પ્રત્યેનો વિશ્વાસ વધુ સંગીન થાય તેવી કામગીરી માટે જિલ્લા તંત્રને દિશાનિર્દેશ આપ્યા....
જૂનાગઢ ખાતે તા. ૩૧ મેના રોજ ‘વિશ્વ તમાકુ નિષેધ દિન’ની ઉજવણી

જૂનાગઢ ખાતે તા. ૩૧ મેના રોજ ‘વિશ્વ તમાકુ નિષેધ દિન’ની ઉજવણી

Gujarat, Sports
હિન્દ ટીવી - ગુજરાતી, જૂનાગઢ       સમગ્ર વિશ્વમાં દર વર્ષે તા. ૩૧ મેના રોજ ‘વિશ્વ તમાકુ નિષેધ દિન’ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ તથા માળિયા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. ડાભીના નેતૃત્વમાં માળિયા તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC), આયુષ્માન આરોગ્ય મંદિરો તેમજ સબ સેન્ટરો ખાતે "તમાકુ નિષેધ સંકલ્પ કાર્યક્રમ "નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત તાલુકાની તમામ આરોગ્ય સુવિધાઓ ખાતે તબીબો, આરોગ્ય કર્મચારીઓ તેમજ સ્થાનિક નાગરિકોની ઉપસ્થિતિમાં તમાકુમુક્ત સમાજના નિર્માણ માટે સંકલ્પ લેવાયો હતો. ઉપસ્થિત સૌએ પોતાના જીવનને તમાકુ તથા તમાકુની તમામ બનાવટોથી મુક્ત રાખવા તેમજ પરિવાર અને સમાજને પણ આ દૂષણથી બચાવવા માટે સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. માળિયા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. ડાભીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્...
વલસાડના ખેલાડી રાહુલ જાખરે હોંગકોંગમાં સ્થાપ્યો નવો રાષ્ટ્રીય રેકોર્ડ

વલસાડના ખેલાડી રાહુલ જાખરે હોંગકોંગમાં સ્થાપ્યો નવો રાષ્ટ્રીય રેકોર્ડ

Gujarat, Sports
હિન્દ ટીવી - ગુજરાતી, વલસાડ     રાજ્યના વલસાડ જિલ્લાના ચરવાડા ગામના 18 વર્ષીય ખેલાડી રાહુલ જાખરે હોંગકોંગ (ચીન) ખાતે યોજાયેલી 22મી એશિયન યુ-20 (અંડર 20) એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ડેકાથલોન સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતીને ઈતિહાસ રચ્યો; રાહુલે દસ ઇવેન્ટની આ સ્પર્ધામાં કુલ 7,185 પોઈન્ટ્સ મેળવી ખિતાબ પોતાના નામે કર્યો અને સાથે જ અંડર-20 વર્ગમાં ભારતનો નવો રાષ્ટ્રીય રેકોર્ડ પણ સ્થાપ્યો. નાયબ મુખ્યમંત્રી અને રમતગમત મંત્રી હર્ષભાઈ સંઘવીએ રાહુલને અભિનંદન પાઠવતા જણાવ્યું કે રાહુલની મહેનત અને રાજ્ય સરકાર દ્વારા રમતગમત ક્ષેત્રે કરાયેલા રોકાણના પરિણામે આવી પ્રતિભાઓ વિકસી રહી છે. ગુજરાત સરકારે ખેલાડીઓને ઉત્તમ સુવિધાઓ અને તક પૂરી પાડી છે. હવે મારું સ્વપ્ન કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું છે અને તે માટે હું સતત મહેનત કરતો રહીશ : ખેલાડી રાહુલ જાખર...

ચોમાસાને ધ્યાનમાં લઈ વાપી મનપા દ્વારા કંટ્રોલરૂમ ચાલુ કરાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, વાપી     આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈ વાપી મહાનગરપાલિકા ખાતે ચોમાસાની ઋતુ દરમ્યાન કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. વાપી મહાનગરપાલિકાનો ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ નંબર. ૦૨૬૦-૨૯૭૬૪૮૦ છે. ચોમાસાની ઋતુ દરમ્યાન કોઈ અનિચ્છીનીય બનાવ/ ઘટના બને, પાણી ભરવાના પ્રશ્નો ઉપસ્થિત થાય તો વાપી મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમમાં જાણ કરી શકો છો. ચોમાસાની ઋતુ સિવાય સામાન્ય દિવસોમાં કામગીરી અંગેની ફરિયાદ કચેરી સમય દરમ્યાન મોબાઈલ નંબર- ૯૭૨૭૭૭૪૫૮૦ ઉપર નોંધવી શકો છો. જેની જાહેર જનતાએ નોંધ લેવા વાપી મહાનગરપાલિકાની અખબારી યાદીમાં જણાવાયુ છે. ...