Friday, September 4News That Matters

બોટાદના રાણપુરમાં “હિન્દ રક્ષક સંઘ”ની મોટી સફળતા!

“લવ જેહાદ” નાં સકંજામાંથી હિન્દુ યુવતીની ઘર વાપસી!

હિન્દ ટીવી – ગુજરાતી, કાલાવડ

      બોટાદ જિલ્લાના રાણપુર ખાતે “લવ જેહાદ” નો કિસ્સો બનવા પામ્યો હતો. હિન્દુ યુવતીને વિધર્મી દ્વારા “લવ જેહાદ” ની જાળમાં ફસાવીને લગ્નની નોંધણી સુધી પહોંચાડી દેવામાં આવી હતી.

      જોકે યુવતીની માતાએ હિંમત દાખવી સોશિયલ મીડિયામાં વિડીયો પોસ્ટ કરી મદદની અપીલ કરી હતી, વિડીયો વાયરલ થતા જ હિન્દુ સંગઠનો અને સનાતનીઓ રાણપુર પોલીસ મથકે પહોંચ્યા હતા અને પોલીસને યોગ્ય રજૂઆત કરતા રાણપુર પોલીસ હરકતમાં આવી. યુવતીને હેમખેમ શોધીને વાલીને સોંપવામાં આવી હતી, પરંતુ વાલીનો સંઘર્ષ અહીં પૂરો ન થયો હોય ઘરે આવ્યા બાદ પણ યુવતી બ્રેઈનવોશના કારણે વિધર્મી સાથે જ રહેવાની અને લગ્ન કરવાની જીદ કરતી હતી ત્યારે વાલી દ્વારા “હિન્દ રક્ષક સંઘ”નો સંપર્ક કરવામાં આવ્યો હતો.

“હિન્દ રક્ષક સંઘ” ના સંસ્થાપક આંતરરાષ્ટ્રીય અધ્યક્ષા ડૉ.સીમાબેન પટેલનું કાઉન્સિલિંગ બન્યું જીવન રક્ષક

      “હિન્દ રક્ષક સંઘ”ના સંસ્થાપક અને આંતરાષ્ટ્રીય અધ્યક્ષા ડૉ. સીમાબેન પટેલ દ્વારા કાલાવડ ખાતેના સંઘના મુખ્ય કાર્યાલયે યુવતીનું 6 કલાક સુધી સઘન કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. કાઉન્સિલિંગમાં યુવતીને “લવ જેહાદ”ના એજન્ડા, છળ-કપટ અને ષડયંત્રથી વાકેફ કરવામાં આવી હતી. સત્ય સામે આવતા જ યુવતીને પોતાની ભૂલનો અહેસાસ થવા પામ્યો હતો અને તેણીએ પોતાની તમામ આપવીતી ડૉ. સીમાબેનને જણાવી હતી અને વિધર્મી સાથે અમદાવાદ ઘીકાંટા સબ રજિસ્ટારમાં કરાવેલ લગ્નની નોંધણી રદ કરાવવા તૈયારી બતાવી હતી. જેથી ડૉ. સીમાબેન પટેલ યુવતી અને તેના વાલી સાથે કાલાવડથી તાબડતોડ અમદાવાદ પહોંચ્યા હતા અને ઘીકાંટા સબ રજિસ્ટાર કચેરીએ જઈને લગ્નની નોંધણી કાયદેસર રદબાતલ કરાવી હતી.

“હિન્દ રક્ષક સંઘ” હર હંમેશ સનાતન દીકરીઓની રક્ષા માટે તત્પર છે

હજારો હિન્દુ દીકરીઓના જીવનદાતા – ડૉ.સીમાબેન પટેલ

        “લવ જેહાદ” ના અંધારા કૂવામાંથી હિન્દુ દીકરીઓને બહાર કાઢવાનું કામ માનનીય ડૉ.સીમાબેન પટેલનાઓ એ એકલે હાથે ઉપાડ્યું છે અને હજારો કેસોમાં કાઉન્સિલિંગ અને કાયદાકીય પોલીસ કાર્યવાહી કરી હજારો હિન્દુ યુવતીઓની ઘર વાપસી કરાવવામાં તેઓને સફળતા મળી છે.

      ગુજરાતમાં મોટે પાયે ચાલતા “લવ જેહાદ”ના ષડયંત્રને ડૉ. સીમાબેન પટેલ એક-એક કરીને ખુલ્લા પાડી રહ્યા છે ત્યારે આજે પણ તેમના અનુભવ અને માર્ગદર્શનથી બોટાદના રાણપુરની એક હિન્દુ યુવતીનું જીવન બચાવવામાં સફળતા મળી હતી.

    ડૉ. સીમાબેન પટેલ માત્ર “લવ જેહાદ”ના કાઉન્સિલર નથી તેઓ સનાતન સમાજની ઢાલ છે, હિન્દુ દીકરીઓના રક્ષક છે.

      હજારો “લવ જેહાદ”ના કેસોના કાઉન્સિલિંગના અનુભવે આજે ફરી એક હિન્દુ યુવતીનું જીવન બચાવવામાં સફળતા મેળવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *