Friday, September 4News That Matters

રાચરડા PHC ટીમ દ્વારા નાંદોલી ગામે સ્થળ મુલાકાત લેવામાં આવી

હિન્દ ટીવી – ગુજરાતી, ગાંધીનગર

    ચોમાસાની ઋતુમાં રોગચાળો અટકાવવા અને જનઆરોગ્યની જાળવણી માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ગાંધીનગર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને કલોલ તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ રાચરડા PHC ટીમ દ્વારા નાંદોલી ગામે સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. 

આ દરમિયાન ક્લોરીનેશન, પોરાનાશક કામગીરી, ક્લોરીન ગોળી અને ORS ના વિતરણ સાથે ભરાયેલા પાણીમાં ઓઇલ બોમ્બ મૂકવાની કામગીરી કરવામાં આવી છે. આગામી દિવસોમાં ગ્રામ પંચાયત સાથે સંકલન સાધીને સમગ્ર વિસ્તારમાં દવાનો છંટકાવ કરવાનું સુઆયોજિત આયોજન કરાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *