Friday, September 4News That Matters

દાહોદ ખાતે સંકલિત બાળ વિકાસ સેવા યોજના (ICDS) ની રીવ્યુ બેઠક યોજાઈ

હિન્દ ટીવી – ગુજરાતી, દાહોદ 

   જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA),દાહોદ ખાતે જિલ્લા વિકાસ અધિકારી હિરેન બારોટ તથા નાયબ નિયામક, વડોદરા ઝોન સુ નેહા કંથારિયાના સંયુક્ત અધ્યક્ષસ્થાને ICDS ની રીવ્યુ બેઠક યોજાઈ હતી.

બેઠકમાં વડોદરા ઝોનના બાળ વિકાસ યોજના અધિકારીશ્રી જ્યોતિકાબેન,ઝોન પૂર્ણા કન્સલ્ટન્ટ તેમજ દાહોદ જિલ્લાના તમામ ઘટકોના CDPO, મુખ્ય સેવિકા, BNM, NNM, PSE સ્ટાફ તથા આંકડા મદદનીશ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડૉ.સુધીર જોશીએ ઉપસ્થિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓનું સ્વાગત કરી બેઠકનો પ્રારંભ કરાવ્યો હતો.

બેઠક દરમિયાન પોષણ સંગમ, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, પોષણ સુધા યોજના, પૂર્ણા યોજના સહિત ICDS હેઠળ અમલમાં રહેલી વિવિધ યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત આંગણવાડી કેન્દ્રોની મુલાકાત, FRS મારફતે THR વિતરણ, AVT હેડ કાઉન્ટ, લાભાર્થી કવરેજ, બાંધકામની પ્રગતિ, ગ્રેજયુઈટી સહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

 નાયબ નિયામકશ્રી સુશ્રી નેહા કંથારિયાએ તમામ પાત્ર લાભાર્થીઓને યોજનાનો લાભ સમયસર મળે તે માટે વિશેષ ધ્યાન આપવા તથા THRનું 100 ટકા વિતરણ FRS માધ્યમથી જ સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી હિરેન બારોટએ તમામ અધિકારીઓ અને કર્મચારીઓને જવાબદારી અને સંકલન સાથે કામગીરી કરી સરકારની યોજનાઓનો લાભ છેવાડાના દરેક પાત્ર લાભાર્થી સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો.

બેઠકના અંતે દાહોદ જિલ્લાના ICDS ના તમામ કર્મચારીઓએ યોજનાઓના અસરકારક અમલીકરણ માટે વધુ નિષ્ઠા, પારદર્શિતા અને જવાબદારીપૂર્વક કામગીરી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *