Friday, July 24News That Matters

ડાંગ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે તંત્ર સંપૂર્ણ સજ્જ!

હિન્દ ટીવી – ગુજરાતી, ડાંગ

     ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતના અધ્યક્ષસ્થાને યોજાયેલી સમીક્ષા બેઠકમાં તમામ વિભાગોને 24×7 સ્ટેન્ડબાય રહી ઝડપી રાહત અને બચાવ કામગીરી કરવા સૂચના આપવામાં આવી.

📌 મુખ્ય અપડેટ્સ:

✅ છેલ્લા 48 કલાકમાં બંધ થયેલા તમામ 41 આંતરિક માર્ગો ફરી શરૂ

🌳 રસ્તા પર પડેલા 18 વૃક્ષો તાત્કાલિક દૂર કરાયા

⚡ 53માંથી 25 વીજપોલનું રીસ્ટોરેશન પૂર્ણ, બાકીના પર કામગીરી ચાલુ

🏥 42 આરોગ્ય ટીમો દ્વારા 20,512 લોકોનું આરોગ્ય સર્વેક્ષણ

💊 ORS અને ક્લોરીનની ગોળીઓનું વિતરણ, સર્પદંશની સારવાર માટે પૂરતો દવાનો જથ્થો ઉપલબ્ધ

📢 હવામાનની આગાહી અને સાવચેતીની માહિતી સોશિયલ મીડિયા અને ગ્રામ્ય સ્તર સુધી સતત પહોંચાડાઈ રહી છે.

પ્રભારી મંત્રીએ જિલ્લા વહીવટી તંત્રની કામગીરીની પ્રશંસા કરી અને કોઈપણ આપત્તિનો સામનો કરવા તંત્ર સંપૂર્ણ સજ્જ હોવાનું જણાવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *