Friday, July 24News That Matters

તા.૨૪મી જૂલાઈના રોજ શહેરના પુણા તાલુકામાં ૧૩૮ લાભાર્થીઓને કુલ રૂ. ૧.૨૪ લાખથી વધુની આર્થિક સહાય પેટે કેશડોલ્સ સહાયનું વિતરણ

હિન્દ ટીવી – ગુજરાતી, સુરત

   સુરત શહેરમાં અને તેના આજુબાજુના વિસ્તારોમાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિને ધ્યાને રાખીને, રાજ્ય સરકારના દિશા-નિર્દેશો અનુસાર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત નાગરિકોને ત્વરિત આર્થિક રાહત આપવાની કામગીરી અત્યંત વેગવંતી બનાવવામાં આવી છે. સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારના માર્ગદર્શન હેઠળ તા.૨૪મી જુલાઈના રોજ શહેરના અસરગ્રસ્ત પુણા તાલુકામાં કુલ ૨૦૭ લાભાર્થીઓને કુલ રૂ.૬.૬૯ લાખથી વધુની આર્થિક સહાય પેટે કેશડોલ્સ તેમજ ઘરવખરી નુકસાનીની સહાય ચૂકવવામાં આવી છે. 

            સુરત શહેરના પુણઆ તાલુકામાં આજરોજ હાથ ધરવામાં આવેલી કામગીરી અંતર્ગત સાંજના ૪.૦૦ વાગ્યા સુધીમા શહેરના અસરગ્રસ્ત પુણા તાલુકા વિસ્તારમાં કુલ ૧૩૮ લાભાર્થી કુટુંબોને ત્વરિત આર્થિક રાહત પૂરી પાડવા માટે રૂ.૧.૨૪ લાખથી વધુની કેશડોલ્સ સહાય ચૂકવીને પૂરપીડિતોને આફતના સમયે મોટી રાહત આપવામાં આવી છે. તા.૨૪મી જુલાઈના રોજ સાંજેના ૪.૦૦ વાગ્યા સુધીમા ૬૯ અસરગ્રસ્ત લાભાર્થીઓને તેમના ઘરના સામાન અને ઘરવખરીના નુકસાનના વળતર પેટે કુલ રૂ.૩.૪૫ લાખની રોકડ રકમનું વિતરણ કરવામાં આવ્યું છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *