Saturday, September 5News That Matters

Gujarat

ઉમરેઠની ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે યોજાયેલ રોજગાર ભરતી મેળામાં ૫૮ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરતા નોકરીદાતાઓ

ઉમરેઠની ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે યોજાયેલ રોજગાર ભરતી મેળામાં ૫૮ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરતા નોકરીદાતાઓ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, આણંદ     આણંદ જિલ્લા રોજગાર કચેરી, આણંદ ધ્વારા ઉમરેઠની સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે રોજગારી મેળવવા માંગતા ઉમેદવારો માટે "રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળાનું” આયોજન કરવામાં આવ્યુ હતું. આ રોજગાર અને એપ્રેન્ટીસ ભરતીમેળામાં ૦૫ નોકરીદાતાઓ તેમના એકમો ખાતે ૭૨ જેટલી ખાલી જગ્યાઓ માટે યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવા માટે હાજર રહયા હતા. આ રોજગાર ભરતી મેળામાં ૬૯ ઉમેદવારો હાજર રહ્યા હતા, તે પૈકી ૫૮ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી નોકરીદાતાઓ ધ્વારા કરવામાં આવી છે, તેમ આણંદના રોજ...
પોષણ અને આરોગ્યમાં પરિવર્તન દ્વારા સુધાર માટેનો સેતું: “પોષણ સેતુ”

પોષણ અને આરોગ્યમાં પરિવર્તન દ્વારા સુધાર માટેનો સેતું: “પોષણ સેતુ”

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, આણંદ    જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં મળેલ જિલ્લા સંકલન સમિતિની મિટિંગ દરમ્યાન તમામ અધિકારી/પદાધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત આણંદની આઈ.સી.ડી.એસ.શાખા દ્વારા જિલ્લામાં કુપોષણ ઘટાડવા અને જાહેર આરોગ્ય, પોષણ સ્તર અને સુખાકારી વધારવાના ઉદ્દેશ્યથી શરૂ કરાયેલ “પોષણ સેતુ” પ્રોજેકટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. “પોષણ સેતુ” પ્રોજેકટ અંતર્ગત આઈ.સી.ડી.એસ.ના લાભાર્થીઓ જેવા કે ૦-૬ વર્ષના બાળકો, સગર્ભા બહેનો, ધાત્રી માતા, કિશોરીઓ વગેરેમાં કુપોષણને ઘટાડવા“ સ્વાસ્થ્ય સખી/મિત્ર” ગ્રૂપ દ્વારા લાભાર્થીઓ સાથે સઘન જોડાણ પ્રસ્થાપિત કરી "દર મંગળવારે આપશે મંગળ સમાચાર"ની થીમ પર ગ્રામજનો તથા લાભાર્થીઓ સાથે પોષણ તથા આરોગ્ય અને પોષણલક્ષી સંપરામર્શન કરવામાં આવશે. “પોષણ સેતુ” પ્રોજેકટના લોકાર્પણ પ્રસંગે સાંસદ મિતેષભાઈ પટેલ,જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, જિલ્લા વિકા...
જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં માર્ગ સલામતિ અંગે બેઠક યોજાઈ

જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં માર્ગ સલામતિ અંગે બેઠક યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ     જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં કલેક્ટરએ માર્ગ સલામતીની કામગીરીની સમીક્ષા કરી વાહન ચાલકોની સલામતી માટે સંબંધિત અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશ આપ્યાં હતાં. કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે માર્ચ માસની રોડ સેફ્ટી અંગેની બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લામાંથી પસાર થતા વિવિધ માર્ગો પર અકસ્માત નિવારણ માટેના પગલા લેવા જેવી બાબતો અંગે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી.   કલેક્ટરએ જિલ્લામાં થયેલા વિવિધ અકસ્માતો વિશે, માનવીય ભૂલના કારણે થયેલા અકસ્માતો, અકસ્માતના સંભવિત કારણો સહિત અકસ્માતની માહિતી મેળવી અને સુપાસી પાસેની ચોકડી પર બ્લેકસ્પોટ તેમજ વેરાવળ શહેરમાં પ્રવેશતાં જ નમસ્તે સર્કલ પાસે રોડ એન્જિનિયરિંગ વગેરે બાબતો વિશે ચર્ચા કરી હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, એ.આર.ટી.ઓ. યુવ...
જિલ્લા વહીવટી તંત્રની કર્મચારીઓના જન્મદિવસની શુભકામના પાઠવવા માટેનો અનોખો અભિગમ

જિલ્લા વહીવટી તંત્રની કર્મચારીઓના જન્મદિવસની શુભકામના પાઠવવા માટેનો અનોખો અભિગમ

Gujarat
નાના માણસનું મોટું સન્માન હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ  સમાજમાં મોટા માણસો કે મોટા વ્યક્તિત્વનો જન્મદિવસ યાદગાર રીતે ઉજવવાની સામાન્ય રીતે વ્યાપક પરંપરા છે. જેટલો મોટો માણસ, તેટલી જ યાદગાર ઉજવણી... અને તેની સાથે ભવ્ય ભપકો તો ખરો જ... પરંતુ સમાજમાં જ્યારે મોટા માણસ દ્વારા સામાન્ય માણસના જન્મદિવસ જેવા એક નાના પ્રસંગને એક નાની અમથી ગિફ્ટ અથવા તો ઉપહારથી સન્માનવામાં આવે ત્યારે તે મોટી વ્યક્તિનો તો ખ્યાલ નથી પરંતુ જેના જન્મદિવસની ઉજવણી થઈ રહી છે, તેનો ન માત્ર દિવસ પરંતુ જિંદગીભરનું સંભારણું બનીને રહી જાય છે. તે વ્યક્તિ સાથે તેના કુટુંબ અને તેના પરિવારજનોને પણ એક આનંદની અનોખી લાગણી આપી જાય છે, જેનું શબ્દમાં વર્ણન કરવું શક્ય નથી. આવી જ એક નાની પરંતુ જેની ચોક્કસ નોંધ લેવી ઘટે એવી ઘટના આજે કલેક્ટર કચેરી ખાતે બની હતી. જેમાં કલેક્ટર કચેરી ખાતે છેલ્લા છ વર્ષથી સેવક (પ્યૂન) તરીકે નોકરી કરત...
જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ સમિતિની બેઠક યોજાઇ

જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ સમિતિની બેઠક યોજાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર       જામનગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ સમિતિ જામનગરના અધ્યક્ષ શ્રી કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને સમિતીની ત્રિમાસીક બેઠક, અને સેવારત તથા પુર્વ સૈનિકોની સમસ્યા નિવારણ અંગેની બેઠકનું કલેક્ટર કચેરીના સંભાખંડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં નિવૃત જવાનોના પરિવારોને રાજ્ય સરકાર તરફથી માસિક આર્થિક સહાય, દિકરી લગ્ન સહાય, સ્કોલરશીપ, અંતિમ ક્રિયા સહાય, યુદ્ધ જાગીર ભથ્થુ તથા કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવતી વિવિધ સહાયની વિગત કચેરીના મુખ્ય કારકુન શ્રી યોગેશ સોનીએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનથી રજુ કરી હતી તેમજ પુર્વ સૈનિકો તથા મંડળો તરફથી મળેલ મુદ્દાઓ બાબતે કલેક્ટર સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. બેઠકમાં જામનગર જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીશ્રી કમાન્ડર સંદિપ જયસ્વાલે (નિવૃત) 'સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ’ અંગેની વિગતો આપતા જણાવ્યુ...
કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર  જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી જામનગર ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં આવેલ ૭૩ જેટલી અરજીઓનો સ્થળ પર જ ત્વરિત નિકાલ કરી અરજદારોની સમસ્યા તથા પ્રશ્નોનું નિરાકરણ લવાયું હતું. જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અરજદારોની સમસ્યાને જિલ્લા કલેકટરએ ધ્યાનપૂર્વક સાંભળી હતી.ઉપરાંત વિવિધ અરજદારોના પ્રશ્નો સંદર્ભે જે-તે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી ચોક્કસ સમય મર્યાદામાં પ્રશ્નોના નિકાલ લાવવા સૂચના આપી હતી.સાથે સાથે જ્યાં જરૂર જણાઈ ત્યાં વિભાગોનું અરસ પરસ સંકલન કરી અરજદારનો પ્રશ્ન ઝડપથી હલ થાય તે માટે જિલ્લા કલેકટરએ પ્રયાસો કર્યા હતા. આ સ્વાગત કાર્યક્રમમાં અરજદારોના વિવિધ પ્રશ્નો જેવા કે ખાનગી સ્થળે દબાણ, સંપાદનની બાકી રકમ, ક્વોરી લીઝના પ્રશ્નો, પાર્કિ...

ગુજરાત બજેટ 2025-26 નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા 2025-26ના વર્ષના બજેટને આવકારતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગાંધીનગર  “વિઝન વિકસિત ગુજરાતનું, મિશન જનકલ્યાણનું”ની પ્રતિબદ્ધતા દર્શાવતું બજેટઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ • 50 હજાર કરોડનું વિકસિત ગુજરાત ફંડ • ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટીને સુદ્રઢ કરતી મહત્વપૂર્ણ જોગવાઈઓ • બે નવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વેઃ નમોશક્તિ એક્સપ્રેસ-વે તથા સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ-વે અને 12 નવા હાઈસ્પીડ કોરિડોર વિકસાવાશે, દાહોદ ખાતે નવા એરપોર્ટનું નિર્માણ કરાશે • વર્લ્ડ ક્લાસ સિટી ડેવલપમેન્ટને વેગ આપવા 2025નું વર્ષ શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવાશેઃ શહેરી વિકાસના બજેટમાં 40 ટકાનો વધારો, નવી મહાનગરપાલિકાઓના માળખાકીય વિકાસ માટે નાણાંકીય ફાળવણી • ગરીબોને આવાસ માટે પીએમ આવાસ ગ્રામીણમાં અપાતી સહાય 1.70 લાખ રૂપિયા કરાઈ • આદિજાતિના કલ્યાણ માટે વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત આ વર્ષે 30 હજાર કરોડની રકમ ફાળવાશે • રાજ્યના મત્સ્યોદ્યોગના...

બોટાદ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ગુરુવાર તા. ૨૦ ફેબ્રુઆરીથી ૩૧ માર્ચ ૨૦૨૫ સુધી બિન ચેપી રોગોની તપાસ માટેની મેગા ડ્રાઈવનું આયોજન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, બોટાદ            કહેવાય છે કે પ્રિવેન્શન ઈઝ બેટર ધેન ક્યોર.. એટલે કે સારવાર કરતા સાવચેતી સારી છે. પરંતુ સાવચેતી અને સારવાર બંને તબક્કાને સિદ્ધ કરવાના દ્રઢ સંકલ્પ સાથે બોટાદ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ગુરુવાર તા. ૨૦ ફેબ્રુઆરીથી ૩૧ માર્ચ ૨૦૨૫ સુધી બિન ચેપી રોગોની તપાસ માટેની મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેગા ડ્રાઈવમાં ૩૦ વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકો જિલ્લાની કોઈપણ આરોગ્ય સંસ્થાઓમાં બિન ચેપી રોગો જેવા કે ડાયાબીટીસ,બ્લડ પ્રેશર, મોઢાના કેન્સર, મહિલાઓ માટે બ્રેસ્ટ કેન્સર અને ગર્ભાશયના કેન્સરની પ્રાથમિક તપાસ યોગ્ય તબીબો દ્વારા કરવામાં આવશે.           આ ડ્રાઈવ અંતર્ગત બિન ચેપી રોગોની પ્રાથમિક તપાસ બાદ જે શંકાસ્પદ દર્દીઓ જોવા મળશે, તેમને જિલ્લાની હોસ્પિટલ અને મેડીકલ કોલેજ ખાતે નિદાન અને સારવારની કામગીરી કરવામાં આવશે. આ ઉપરાંત ૩૦ વર્ષથી વધુ ઉંમરના કોઈ...

આગામી તા.૨૪ થી ૨૬ દરમિયાન યોજાનાર ‘સોમનાથ મહોત્સવ’ની તૈયારીઓની મુલાકાત લઈ સમીક્ષા કરતા કલેક્ટર

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સોમનાથ            આગામી તા.૨૪ થી ૨૬ દરમિયાન પ્રથમ જ્યોતિર્લિંગ એવા શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાનાર ‘સોમનાથ મહોત્સવ’ ની તૈયારીઓની સમીક્ષા કરવા માટે આજે સવારે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ મુલાકાત લઈ સ્થળ-સ્થિતિનું નિરિક્ષણ કરી તૈયારીઓને ઓપ આપ્યો હતો. કલેક્ટરએ જૂના તથા નવા સોમનાથ મંદિર અને આસપાસના સ્થળોની મુલાકાત લઈ મહોત્સવ દરમિયાન તમામ પ્રકારની વ્યવસ્થાઓ સુચારૂ રૂપે ચાલે તે માટે જરૂરી સૂચનો ઉપસ્થિત અધિકારીઓને કર્યા હતાં. કલેક્ટરએ તૈયારીઓની સમીક્ષા કર્યા બાદ જણાવ્યું હતું કે, ગુજરાત પ્રવાસન નિગમના સહયોગથી યોજાનાર સોમનાથ મહોત્સવ દરમિયાન દેશના ખ્યાતનામ અને પદ્મશ્રી સન્માનથી વિભૂષિત સંગીતજ્ઞો અને નૃત્યાચાર્યો દ્વારા શિવ મહિમા કરતી અનોખી લાઈવ પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવનાર છે. આ સમયગાળા દરમિયાન મહાશિવરાત્રિનો તહેવાર પણ રંગેચંગે ઉજવવામાં આવતો હોય છે. ત્યારે અહીં ...

કેન્દ્રીય જળસ્ત્રાવ વિભાગ દ્વારા પુરસ્કૃત વોટરશેડ યાત્રાનો જિલ્લામાં પ્રારંભ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ કેન્દ્રીય જળસ્ત્રાવ વિભાગ અને જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમ, ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે જિલ્લામાં બે દિવસ યોજાનાર વોટરશેડ યાત્રાનો પ્રારંભ થયો છે. જિલ્લા પંચાયતના પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અન્વયે યોજાયેલ વોટરશેડ યાત્રાનો પ્રારંભ તાલાલા તાલુકાના પીપળવા ગામેથી થયો હતો. જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મંજૂલાબહેન મૂછારે પાણીનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, જળ એ જીવનનો આધાર છે. જળ છે તો આપણે છીએ. જો જળ નહીં હોય તો આપણું જીવન પણ મુશ્કેલીમાં મૂકાશે. આ જળ ફક્ત જીવન નથી લાવતું પરંતુ જીવન સાથે ધન-ધાન્ય પણ લાવે છે. આપણે ખેતી સાથે સંકળાયેલા લોકો છીએ ત્યારે જળ-જમીન, જંગલ, જનાવર અને જન આધારિત કામો જિલ્લામાં થઈ રહ્યાં છે. જેમાં પાણી સંગ્રહ, જમીન સુધારણા, વૃક્ષારોપણ અને ખેતસુ...