Sunday, February 15News That Matters

સોમવારે તળાજા ITI ખાતે ભરતી મેળો યોજાશે

હિન્દ ટીવી -ગુજરાતી, ભાવનગર  

     ભાવનગર જિલ્લા રોજગાર વિનિમય દ્વારા તા.28 એપ્રિલ,2025ને સોમવારના રોજ સવારે 11:00 કલાકે આઇ. ટી.આઈ,તળાજા ખાતે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં આઇ.ટી.આઇ., સ્નાતક તેમજ ધો.05 પાસ થી 10 પાસ, 12 પાસની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ખાનગીક્ષેત્રનાં અંદાજિત 04 એકમ (કંપની)માં બ્રાન્ચ મેનેજર, આસી. બ્રાન્ચ મેનેજર, Ring frame Piercer, સેલ્સ એક્સિક્યુટિવ, બીમા સખી & RCA વગેરે જગ્યાઓ ભરવાની છે. 

નિયત કરેલી શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની ૫ નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા તેમજ નોકરીદાતા, જગ્યા અને જરૂરી લાયકાત અંગેની વિસ્તૃત માહિતી માટે જિલ્લા રોજગાર કચેરીની ટેલિગ્રામ ચેનલ EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)ની મુલાકાત લેવા રોજગાર કચેરી, ભાવનગરની અખબારી યાદીમાં જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *