Sunday, February 15News That Matters

નોન ટ્રાન્સપોર્ટ M/CYCLE પસંદગી નંબરનું ઓનલાઇન NEW AUCTION શરૂ

હિન્દ ટીવી – ગુજરાતી, આણંદ

એ.આર.ટી.ઓ.કચેરી, આણંદ દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરનું ઓનલાઇન NEW AUCTION શરૂ કરવામાં આવેલ છે. જેમાં નોન ટ્રાન્સપોર્ટ M/CYCLE ની નવી સિરિઝ GJ 23-CJ- ૦૦૦૧ થી ૯૯૯૯ છે.

પસદગી નંબર મેળવવાની ઇચ્છા ધરાવનાર વાહન માલિકોએ તેઓના વાહનની રજીસ્ટ્રેશન ફી ભરપાઈ કર્યા પછી ઓનલાઇન http://parivahan.gov.in/fancy વેબ લીંક પરથી AUCTION માં ભાગ લઇ શકશે. 

તા.૨૫/૦૪/૨૦૨૫ ના ૧૬- ૦૦ કલાક થી તા.૨૭/૦૪/૨૦૨૫ ના ૧૬- ૦૦ કલાક સુધી AUCTION માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને એપ્લીકેશન કરવાની રહેશે.

તા.૨૭/૦૪/૨૦૨૫ ના ૧૬- ૦૦ કલાક થી તા.૨૯/૦૪/૨૦૨૫ ના ૧૬- ૦૦ કલાક સુધી સમય AUCTION નું Bidding કરવાનું રહેશે.

વાહનના સેલ લેટરમાં સેલ તારીખ થી ૬૦ દિવસની અંદરના જ અરજદારો હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકશે. 

જે અરજદારે ખરીદી સમયથી સાત (૭) દિવસની અંદર CNA ફોર્મ ભરેલ હશે, તેવા જ અરજદારો AUCTION માં ભાગ લઇ શકાશે, તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, આણંદ દ્વારા જણાવાયુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *