હિન્દ ટીવી – ગુજરાતી, ઇડર
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ખાતે વન વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા “SAGA of JFMC” વિષય પર પુસ્તક લખવા માટે સહભાગી વન વ્યવસ્થા કાર્યક્રમ અંતર્ગત ભુતકાળના પ્રયાસો, અનુભવો અને ઇતિહાસ જાણવાના હેતુસર સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા અને ગાંધીનગર વન વિભાગની વિભિન્ન સહભાગી વન વ્યવસ્થાના પ્રમુખ/મંત્રી/સભ્યશ્રીઓ તેમજ વન વિભાગમાંથી સેવા આપીને નિવૃત્ત થયેલ અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સંવાદ કાર્યક્રમમાં વન વિભાગના નિવૃત્ત અધિકારીશ્રીઓ/કર્મચારીઓ દ્ધારા તેઓના નોકરીના સમયગાળા દરમ્યાન સહભાગી વન વ્યવસ્થા મંડળીઓમાં કરાવેલ કામગીરી બાબતે તેઓના અનુભવોની જાણકારી આપેલ. તેમજ તેઓએ સહભાગી વન વ્યવસ્થા મંડળી માટે આપેલ ખાસ યોગદાનની વિગતો પણ મેળવવામાં આવી. તેમજ આમંત્રિત વન સમિતિના પ્રતિનિધિઓ પાસેથી તેઓના પ્રતિભાવો મેળવવામાં આવ્યા જેવા કે ગામલોકો સહભાગી વન વ્યવસ્થા સાથે ક્યારે જોડાયા, શા માટે જોડાયા, મંડળી દ્ધારા વન રક્ષણ માટે શી વ્યવસ્થા ગોઠવેલ છે, વનમાંથી કેવા પ્રકારનાં લાભો મેળવે છે, મંડળી ને વધુ અસરકારક બનાવવા માટે શું મંતવ્યો છે વગેરે જેવા પ્રતિભાવો મેળવવામાં આવેલ હતા.
આ કાર્યક્રમમાં કે.એસ.રંધાવા (ભા.વ.સે) અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક, સંશોધન અને તાલીમ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર, ડૉ. જગદીશ પ્રસાદ(ભા.વ.સે.), નિવૃત અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક, ગુજરાત રાજ્ય, ગાંધીનગર, ડૉ. શકિરા બેગમ (ભા.વ.સે.) નાયબ વન સંરક્ષક, પ્રકાશન અને સંપર્ક વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર, એસ.એમ.ડામોર (ભા.વ.સે.), નાયબ વન સંરક્ષકશ્રી, અરવલ્લી વન વિભાગ, મોડાસા એચ. જે. ઠક્કર (ગુ.વ.સે.) નાયબ વન સંરક્ષક, સાબરકાંઠા વન વિભાગ, હિંમતનગર તેમજ ઉપરોક્ત જિલ્લાઓના મદદનીશ વન સંરક્ષક, પરિક્ષેત્ર વન અધિકારીઓ તથા વનપાલ/વનરક્ષકઓ પણ ઉપસ્થિત રહેલ હતા.
રિપોર્ટર : રાકેશ નાયક, ઇડર
