હિન્દ ટીવી – ગુજરાતી, ઇડર
સાબરકાંઠા જિલ્લાના ઇડર હિંમતનગર હાઇવે ઉપર આવેલ આત્મવલ્લભ હોસ્પિટલમા વડાલી ના આઝાદ ચોકમાં રહેતા રાજેશભાઈ ભાવસારનો પુત્ર પ્રથમ આત્મવલ્લભ હોસ્પિટલમા આવેલ નર્સિંગ માં અભ્યાસ અર્થે વડાલી થી ઇડર અપડાઉન કરતો હતો તેને અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હતી.
આ બનાવ અંગે વિગત એવી છે કે વડાલી ના રાજેશભાઈ ભાવસાર નો દીકરો પ્રથમ ઉ.વર્ષ.આશરે 22 મંગળવારે સવારે 9 વાગે આત્મવલ્લભ હોસ્પિટલ ખાતે ચાલતી નર્સિંગ કોલેજ માં અભ્યાસ અર્થે આવ્યો હતો ત્યારે પિરિયડ પૂરો થયા પછી તેના મિત્રોને પ્રથમે વોમિટ થાય છે હું પાણી પી ને ફ્રેશ થઈ ને આવું છું તેમ કહી ગયો હતો પણ સમય લાગતા મિત્રોએ હોસ્ટેલ રૂમમાં બોલાવવા જતા રૂમ બંધ હતો જેથી વિદ્યાર્થીઓ એ રૂમ નો દરવાજો તોડી જોતા રૂમ માં આવેલ પંખા સાથે ચાદર બાંધીને પ્રથમ લટકી ગયો હતો વિદ્યાર્થીઓ તેને બચાવવા માટે પંખા નીચે ઉતારી ને સંચાલકો ને બોલાવી ઇડર ની એક હોસ્પિટલ માં સારવાર અર્થે લઈ ગયા હતા જ્યાં ડોકટરે પ્રથમ ને મૃત્ત જાહેર કર્યો હતો પોલીસ ને જાણ થતા ઘટના સ્થળે પહોંચી હતી અને ઇડર સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે મોકલી આપેલ હતી પોલીસે પ્રથમ ને કયા કારણોસર આત્મહત્યા કરી છે તે દિશા તરફ તપાસ ના ચક્રો ગતિ માન કર્યા છે પોલીસ તપાસ માં જ ખબર પડશે કે પ્રથમ ને કયા કારણસર આત્મહત્યા કરી છે.
રિપોર્ટર : રાકેશ નાયક, ઇડર
