રાજપીપલા જુની સિવિલ હોસ્પિટલ સંકુલ સ્થિત અર્બન હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ખાતે તા.૩૦ મી જાન્યુઆરીએ યોજાશે “૪-ડી” હેલ્થ ચેકઅપ કેમ્પ
હિન્દ ટીવી - ગુજરાતી, રાજપીપલા
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન મળી આવેલ “૪-ડી” જન્મજાત ખોડ, ઉણપ, રોગ અને વિકાસલક્ષી વિલંબ તથા વિકલાંગતા ધરાવતા બાળકોની સંદર્ભ સેવાના ભાગ રૂપે નર્મદા જિલ્લામાં તા.૩૦/૦૧/૨૦૨૩ ને સોમવારના રોજ અર્બન હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર રાજપીપલા ખાતે શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ પ્રોગ્રામ અંતર્ગત “૪-ડી” આરોગ્ય તપાસણી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. વ્યાપક બાળ આરોગ્ય સંભાળ અંતર્ગત જન્મથી લઈને ૧૮ વર્ષ સુધીના તમામ બાળકોને અમુક ચોક્કસ આરોગ્ય અવસ્થાના માટે સંપૂર્ણ આરોગ્ય સેવાઓ મળવી જરૂરી છે. આ અવસ્થાઓમાં રોગો (Diseases), ઉણપો (Deficiencies), વિકલાંગતા (Disability) અને વિકાસમાં વિલંબ (Developmental delay) “૪-ડી” નો સમાવેશ થાય છે. સાર્વત્રિક આરોગ્યને તપાસને કારણે બાળકોની તબીબી અવસ્થાઓનું ઝડપી નિદાન અને સમયસર હસ્તકક્ષેપ થઈ શ...

