હિન્દ ટીવી – ગુજરાતી, ગીર સોમનાથ
વિવિધ સમુદાયના ધાર્મિક તહેવારો નિમિત્તે સમગ્ર જિલ્લામાં કાયદો વ્યવસ્થા તથા જાહેર સુલેહશાંતિ યથાવત જળવાઈ રહે તે હેતુસર કોઈ અનિચ્છનિય બનાવ બને નહી તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.વી.લીંબાસીયા દ્વારા સમગ્ર ગીર-સોમનાથ જિલ્લાના વિસ્તારમાં હથિયારબંધીનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યુ છે.
આ જાહેરનામા અનુસાર કોઈ પણ વ્યકિત શસ્ત્ર દંડા, તલવાર, ભાલા, ચપ્પુ, લાકડી અથવા શારીરિક હિંસા પહોંચાડવામાં ઉપયોગી થઈ શકે તેવી બીજી કોઈ ચીજો લઈ જવી નહી તેમજ પથ્થરો અથવા બીજા શસ્ત્રો ફેંકવા અથવા નાખવામાં ઉપયોગી હોય તેવા યંત્ર અથવા સાધનો લઈ જવા, એકઠા કરવા તથા તૈયાર કરવા નહી તેમજ વ્યકિતઓ અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવા નહી અને અપમાન કરવા અથવા જાહેર કરવાના ઈરાદાથી જાહેર બિભત્સ સુત્રો પોકારવા નહી, અશ્લીલ ગીતો ગાવા નહી તેમજ જેનાથી સુરૂચિનો અને શાંતિનો ભંગ થાય તેવું કરવું નહી અને તેવા હાવભાવ કરવા નહી તેમજ તેવી ચેષ્ટા કરવી નહી તથા ચિત્રો, પ્લેકાર્ડ અથવા બીજા કોઈ પદાર્થ અથવા વસ્તુઓ કરવી નહી.
આ જાહેરનામુ સરકારની નોકરીમાં કામ કરતી કોઈ વ્યકિત કે જેના ઉપર અધિકારીઓને ફરમાવ્યા હોય અથવા આવા કોઇ હથિયાર લઈ જવાની તેમની ફરજ હોય તેમજ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીએ અથવા અધિકૃત કરેલ હોય તેવા કોઈપણ અધિકારીઓએ જૈને શારીરિક અશકિતને કારણે લાઠી લઈ જવાની અથવા શુભ હેતુથી ધંધો કરવાની પરવાનગી આપી હોય તે વ્યકિત અને ખેડુતો પોતાના ખેતીકામ માટે ખેતીના ઓજારો લઈ જવામાં હાડમારી ન થાય તેમજ રોજીંદા કામ કરી શકે તે આશયથી ખેડુતો પોતાના ઓજારો ખેતીકામ માટે લઈ જતા હોય તેને લાગુ પડશે નહી.
આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા પાલન ન કરવામાં મદદ કરનાર વ્યકિતને એક વર્ષની મુદત સુધીની કેદની શિક્ષા તેમજ દંડને પાત્ર થશે. તેમજ માનવ જીવનને અથવા સ્વાસ્થ્યને અથવા સલામતીને નુકશાન કરે, ભય ઉત્પન્ન થાય અથવા કોઈ હુલ્લડ, બખેડો થાય તેવા વ્યકિતને ૬ (છ) માસ સુધીની પરિશ્રમ અથવા સાદી કેદ અને દંડ સહિત બંને શિક્ષાને પાત્ર ઠરશે. આ જાહેરનામુ તા.૧૫/૧૨/૨૦૨૨થી ૩૦ દિવસ સુધી અમલમાં રહેશે.
