Sunday, February 15News That Matters

ગીર-સોમનાથ જિલ્લામાં સભા/સરઘસ કાઢવા પર પ્રતિબંધ

હિન્દ ટીવી – ગુજરાતી, ગીર સોમનાથ

ગીર સોમનાથ જિલ્લામાં તહેવાર તેમજ થર્ટી ફર્સ્ટ જેવા ઉજવણીના દિવસો થનાર છે ત્યારે ધાર્મિક તેમજ જાહેર સ્થળોએ જનમેદની એકઠી થવાની શક્યતા જોતા સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા તથા જાહેર સુલેહશાંતિ જળવાઈ રહે તે હેતુસર સભા/સરઘસ વગર પરવાનગીએ કોઈ કાઢે નહી તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.વી. લીંબાસીયા દ્વારા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કોઈપણ સભા કે સરધસ માટે મનાઈ હુકમ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે

આ હુકમ ફરજ ઉપર હોય તેવી ગૃહરક્ષણ મંડળીઓને તેમજ સરકારી નોકરીએ અવર જવર કરતી હોય તેવી વ્યકિતઓને અને કોઈ લગ્નના વરઘોડાને અને સ્મશાન યાત્રામાં જોડાનાર વ્યક્તિઓને અને સક્ષમ અધિકારીની કાયદેસર પરવાનગી મેળવનારને લાગુ પડશે નહી 

    આ જાહેરનામાનું પાલન ન કરનાર અથવા તેનુ પાલન ન કરવામાં કોઈને મદદ કરનારને ગુનો સાબીત થયે દંડની શિક્ષાને પાત્ર ઠરશે તથા ભારતીય દંડ સહિતાની કલમ ૧૮૮ મુજબનો ગુનો સાબિત થયે જે તે વ્યકિતને એક માસની સાદી કેદ અથવા રૂ.૨૦૦/– સુધીનો દંડ અગર બંને શિક્ષા થઈ શકશે. આ હુકમની અગવણના માનવ જીવનને કોઇ નુકશાન અથવા સ્વાસ્થયને અથવા સલામતીને કોઈ ભય ઉત્પન્ન થાય અથવા કોઈ હુલ્લડ બખેડો થાય તો તેવી વ્યકિતને ૬(છ) માસ પરિશ્રમ અથવા સાદી કેદ અથવા રૂ.૧૦૦૦/– સુધીનો દંડ સહીત બંને શિક્ષાને પાત્ર ઠરશે તેમજ આ જાહેરનામુ તા.૧૫/૧૨/૨૦૨૨થી ૩૦ દિવસ સુધી અમલમાં રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *