Sunday, February 15News That Matters

વેરાવળમાં ૨૧ ડિસેમ્બરનાં રોજ યોજાશે ‘સ્વાગત’ ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ

હિન્દ ટીવી – ગુજરાતી, ગીર સોમનાથ

ગીરસોમનાથ જિલ્લામાં વેરાવળ તાલુકામાં મુખ્યમંત્રીશ્રી ગુજરાત રાજય તરફથી તાલુકા કક્ષાના પ્રશ્નોના ઉકેલ માટે લોકોએ તેમની ફરિયાદ રજુ કરવા માટે ઉચ્ચ કક્ષા સુધી જવું ન પડે તે માટે તાલુકા કક્ષાએ સ્વાગત‘ ઓનલાઈન કાર્યક્રમ તા.૨૧/૧૨/૨૦૨૨ એટલે કે ત્રીજા બુધવારના રોજ યોજાશે.

જે અંતર્ગત તાલુકા કક્ષાના પ્રશ્નો-ફરિયાદો તા.૧૯/૧૨/૨૦૨૨ સુધીમાં કચેરીને પહોંચતી કરવા સબંધકર્તા લોકોને વિનંતી કરવામાં આવે છે. અરજીમાં મથાળે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” લખવાનું રહેશે.અને ગ્રામ્ય વિસ્તારના લોકો તેમનો પ્રશ્ન “ગ્રામ સ્વાગત” કાર્યક્રમ અંતર્ગત ગામના તલાટી કમ મંત્રીને સંબોધીને અરજી કરી શકે છે. જે માટે અરજીના મથાળે “મારી અરજી ગ્રામ સ્વાગતમાં લેવી” તેવુ દર્શાવવાનું રહેશે.

આ કાર્યક્રમમાં કોઈપણ અરજદારે અરજી કરતા પહેલા ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયતતલાટી કમ મંત્રીગ્રામ સેવકને પ્રથમ અરજી કરેલ હોવી જોઈએ અને તે અનિર્ણિત હોય અને તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખિતમાં રજુઆત કરેલી હોવી જોઈએ અને તે અનિર્ણિત હોય, આ કાર્યક્રમમાં રજુ થતા પ્રશ્નો ગ્રામ અને તાલુકા કક્ષાએ જ નિર્ણય થઈ શકાય તેવા હોવા જોઈએ. તેવી અરજીઓ રજુ કરી શકાશે.

આ કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર-પુરાવા સાથે એક જ વિષયને લગતી વ્યકિતગત રજુઆત કરી શકશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *