Sunday, February 15News That Matters

વાદળછાયા વાતાવરણમાં ભાવનગર જિલ્લાના ખેડુતોને પાક રક્ષણ માટે કાળજી રાખવા ખેતીવાડી વિભાગનો અનુરોધ

હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર 

હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.૧૬/૧૨/૨૨ થી તા.૧૯/૧૨/૨૨ દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેવા કે વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ સાથે ગુજરાતના અમદાવાદ ,આણંદ જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાઓમાં પવન સાથે કમોસમી માવઠું/સામાન્ય થી મધ્યમ વરસાદની આગાહી થયેલ છે.

હાલમાં વાદળછાયું વાતવરણને કારણે મોટા ભાગે ખેડૂતો પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય તેમ છતાં તકેદારીનાં પગલા લેવા રાજ્યના ખેડૂતોને સંદેશ આપવામાં આવ્યો છે કે કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલા ની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું, જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો, ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોંડાઉનમાં સુરક્ષિત રાખવા, એ.પી.એમ.સી.માં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા, એ.પી.એમ.સી.માં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા જણાવાયું છે. 

આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક (તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ), કેવીકે અથવા કિશાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર-૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવો તેમ ખેતીવાડી શાખાની યાદીમાં જણાવાયું છે.   

ગુજરાત બ્યુરો ચીફ : ડો. હકીમ ઝવેરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *