Sunday, February 15News That Matters

ભચાઉ તાલુકાના ગામોમાં ડ્રોન ટેકનોલોજીથી રાયડાના પાકમાં નેનો યુરિયાનો છંટકાવ કરાયો

હિન્દ ન્યુઝ, ભુજ

        ગુજરાત સરકારની ખેતીવાડી વિભાગની યોજના હેઠળ જિલ્લા ખેતીવાડી અધિકારી કે.ઓ.વાઘેલાની ટીમ દ્વારા નવી બાબત તરીકે ડ્રોન દ્વારા નેનો યુરિયા છંટકાવ માટે પ્રારંભિક તબક્કે ભચાઉ તાલુકાના આમરડી, કુંભારડી, નેર કડોલ વિસ્તારમાં કામગીરી હાથ ધરવામાં આવી છે. સરકાર તરફથી ખેડૂતોને એકરે ૫૦૦ રૂપિયા અને વધુમાં વધુ ૧૨૫૦૦ રૂપિયાની સહાય આપવામાં આવે છે. ખેડૂત યુરિયા ખાતરનો વપરાશ ઓછો કરે અને નેનો યુરિયાનો છટકાવ કરે તે માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. ડ્રોન દ્વારા છંટકાવ કરવા માટે તાલુકા કક્ષાએ ગ્રામસેવકનો સંપર્ક કરી આ યોજનાનો લાભ મેળવી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *