Tuesday, February 17News That Matters

Author: Admin Admin

સુત્રાપાડા નગરપાલિકા દ્વારા પૂરઝડપે ચાલુ સ્વચ્છતા હી સેવા અભિયાન

Gujarat
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       “સ્વચ્છતા હી સેવા” સફાઇ અભિયાન હેઠળ સુત્રાપાડા નગરપાલિકા દ્વારા શહેરમાં, ધાર્મિક સ્થાનો સહિતની જગ્યાઓ અને આસપાસના વિસ્તારની સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત સાફ સફાઇ  કરવામાં આવી હતી. સુત્રાપાડા નગરપાલિકા ચીફ ઓફિસર મૌલિકભાઈ વૈંશના માર્ગદર્શન હેઠળ શહેરમાં સૂર્યકુંડ, ચ્યવનઋષિ આશ્રમ, ચ્યવન કુંડ તેમજ તેની આજુબાજુના વિસ્તારની સફાઇ કરવામાં આવી હતી.   આ ‘સ્વચ્છતા હી સેવા’ સફાઇ અભિયાન હેઠળ સુત્રાપાડા નગરપાલિકાના પ્રમુખ રમેશભાઇ વડાંગર, સેનીટરી ઇન્સ્પેક્ટર હરદીપસિંહ ખેર, સુપરવાઇઝર તથા સફાઈ કામદાર દ્રારા સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યુ હતુ....

નવમું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન-૨૦૨૩ કવાટ ખાતે કાર્યક્રમ યોજાયુ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, છોટાઉદેપુર     ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, છોટાઉદેપુર, જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ, છોટાઉદેપુર તેમજ સુખી પરિવાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ, કવાંટના સંયુકત ઉપક્રમે છોટાઉદેપુરના કવાંટ ખાતે જિલ્લા કક્ષાનું નવમું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન-૨૦૨૩ અંતર્ગત કાર્યક્ર્મ પાવી જેતપુર વિધાન સભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાનું નવમું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન-૨૦૨૩ને રીબીન કાપી ધારાસભ્ય અને મહાનુભવોના હસ્તે ખુલ્લું મુકાયું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આગેવાનો વિઘાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાળામાં ભણતા વિદ્યાર્થીઓએ વિજ્ઞાન વિષયને લઈને અવનવા પ્રયોગો અને બાળ સંશોધનો રજુ કર્યા હતા. ...

છોટાઉદેપુરમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં શહેરીજનોની ભાગીદારી

Gujarat
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર        સ્વચ્છ ગુજરાત નિર્મળ ગુજરાતના સૂત્રને સાકાર કરવા માટે સમગ્ર રાજ્યમાં સફાઈ અભિયાન પૂરઝડપ ચાલી રહ્યું છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના વિવિધ ગામોમાં પણ સ્વચ્છતાલક્ષી કામગીરી હાથ ધરાઈ છે. આજરોજ છોટાઉદેપુર શહેરની મધ્યમાં આવેલા એવા કુસુમ સાગર તળાવમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત સાફસફાઈ કરવામાં આવી હતી. આ અભિયાનમાં હોંશે હોંશે શહેરીજનો પણ જોડવા લાગ્યા છે. ‘મારૂ ગામ, નિર્મળ ગામ’ સૂત્રને સાર્થક કરતા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત્ત છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવેલ. જેમાં પ્લાસ્ટિકનો કચરો અને લાકડાના ટૂકડાં, ખાલી બોટલો, કાગળ, પાણીની શેવાળ વગેરે કચરો એકત્રિત કરી અને સફાઈ હાથ ધરવામાં આવી હતી....
નગરના તમામ ચોક, પ્રતિમાઓ, સ્મારકોને સ્વચ્છ બનાવવાના હેતુથી છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા સાફ સફાઈ કરાઈ

નગરના તમામ ચોક, પ્રતિમાઓ, સ્મારકોને સ્વચ્છ બનાવવાના હેતુથી છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા સાફ સફાઈ કરાઈ

Gujarat
સેવા' અભિયાન  હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર       'સ્વચ્છતા એજ સેવા' અભિયાન અન્વયે છોટાઉદેપુર શહેરના તમામ મુખ્ય માર્ગો, ચોક, ચાર રસ્તાઓ, મહાનુભાવોની પ્રતિમાઓ, સ્મારકો તેમજ તેની આજુબાજુના વિસ્તારની સાફ-સફાઈ કરવામાં આવી હતી. 'સ્વચ્છતા એજ સેવા' અભિયાન હેઠળ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લાના વિવધ સ્થાનો, જાહેર સ્થળો સ્વચ્છ બને તે માટે શહેરના મુખ્ય માર્ગો, બજારો, શાકભાજી માર્કેટ સહિતના પાણીના સ્ત્રોત સ્વચ્છ બને અને ત્યાં ગંદકી ફેલાય નહીં તેમજ પાણી પણ સ્વચ્છ બને તેવા હેતુથી તેમની આજુબાજુના વિસ્તારની સાફ-સફાઈ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજરોજ નગરપાલિકાના વિસ્તારમાં આવેલ બીરસમુંડા મહારાજજી, સરદાર ગાર્ડન સામે આવેલ ગાંધીજીની પ્રતિમા, તેમજ મહિલા પોલીસ સ્ટેશનની સામે તેમજ નગરમાં આવેલ અન્ય પ્રતિમાઓની સાફ સફાઈ કરવામાં આવેલ હતી. નગરપાલિકાના કર્મ્યોગીઓ દ્વારા નગરના લોકોને સ્વરછતા અભયાન અન્વયે જાગૃત...
મગફળી, મગ, અડદ, અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી ૧૬/૧૦/૨૩ સુધી કરવામાં આવશે

મગફળી, મગ, અડદ, અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી ૧૬/૧૦/૨૩ સુધી કરવામાં આવશે

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી, છોટાઉદપુર      ભારત સરકાર દ્વારા ખરીફ ૨૦૨૩-૨૪ વર્ષ માટે મગફળીના રૂ.૬૩૭૭/-, માગના રૂ.૮૫૫૮/-, અડદના રૂ.૬૯૫૦/- સોયાબીનના રૂ.૪૬૦૦/- પ્રતિ ક્વિન્ટલ ટેકનો ભાવ જાહેર કરવામાં આવેલ છે. જે બાબતે પ્રાઈઝ સપોર્ટ સ્કીમ(PSS) હેઠળ ટેકાના ભાવે ખરીદી અન્વયે ખેડૂતોની નોંધણી તા.૧૬/૧૦/૨૦૨૩ સુધી ગ્રામ્ય કક્ષાએ એ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફતે નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે. આ ખરીદી આગામી તા.૨૧/૧૦/૨૦૨૩ બાદ શરુ કરવામાં આવશે. ...
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના માળવાવ ગામે ઉમંગ પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લેતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના માળવાવ ગામે ઉમંગ પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લેતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

Gujarat
હિન્દ ન્યુઝ, ભાવનગર       રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનાં માળવાવ ગામે પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતનાં ઉમંગ પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી. રાજ્યપાલ ભાવનગર જિલ્લાના એક દિવસીય પ્રવાસે આવી પહોંચ્યા બાદ તેઓએ પ્રાકૃતિક ખેતી આધારિત ખેતી કરતાં ખેડૂત શ્રી પંકજભાઈ વલ્લભભાઈ ગાંગાણીનાં ખેતરમાં ગાય આધારિત ખેતીથી પકવેલ ઘઉં, મગ દેશી ગુલાબી લસણ, શિંગતેલ, મગફળી સહિતનાં પાકોનું નિરીક્ષણ કર્યું હતું અને દેશી ગાયના સંરક્ષણ અંગે માહિતીઓ મેળવી હતી. રાજ્યપાલ એ પ્રાકૃતિક ખેતી થકી થતાં પાકોનું ઉત્પાદનએ માનવીના શરીર માટે સ્વાસ્થ્યવર્ધક હોય છે તેમ જણાવી વધુને વધુ લોકો પ્રાકૃતિક ખેતી થકી થતાં પાકોનો ઉપયોગ કરે તેવું સુચન કર્યું હતું.  આ તકે તેમની સાથે ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, જિલ્લા કલેકટર આર.કે.મહેતા, જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જીલોવા, પોલીસ અધિક્ષક ડો.હર્ષદ પટેલ, નાયબ ક...
શહીદ સૈનિક/સ્વ.પૂર્વ સૈનિકો અને પૂર્વ સૈનિકોનાં પુત્રોનાં ઘો.૮ અને તેથી વધુ ઉચ્ચ અભ્યાસ માટે સૈનિક હોસ્ટેલમાં પ્રવેશ મેળવી શકાશે

શહીદ સૈનિક/સ્વ.પૂર્વ સૈનિકો અને પૂર્વ સૈનિકોનાં પુત્રોનાં ઘો.૮ અને તેથી વધુ ઉચ્ચ અભ્યાસ માટે સૈનિક હોસ્ટેલમાં પ્રવેશ મેળવી શકાશે

Gujarat
હિન્દ ન્યુઝ, ભાવનગર        શહીદ સૈનિકો/ સ્વ.પૂર્વ સૈનિકો અને પૂર્વ સૈનિકોનાં પુત્રો કે જેમણે દુરદરાજથી ધોરણ ૮ અને તેથી ઉપરનાં અભ્યાસ અર્થે અમદાવાદ, વડોદરા અને સુરત શહેર ખાતે એડમીશન મેળવેલ છે, તેઓનાં રહેવા માટે નિ:શુલ્ક તેમજ આવક મર્યાદા આધારીત નિ:શુલ્ક/પેમેન્ટ જમવાની વ્યવસ્થા સાથે છાત્રાલયો ચાલુ છે. આ છાત્રાલયોમાં એડમીશન મેળવવા ઈચ્છુક લાભાર્થીઓનાં વાલીઓએ અમદાવાદ, વડોદરા અને સુરત જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીનો રૂબરૂ સંપર્ક કરી એડમીશન ફોર્મ પ્રાપ્ત કરી વહેલા તે પહેલાના ધોરણે એડમીશન મેળવી લેવા નિયામક, સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ ગુજરાત રાજ્યની યાદીમાં જણાવવામાં આવેલ છે....

ભારતીય જનતા પાર્ટી-કાલાવડ તાલુકા દ્વારા યોજાયેલ ‘મેરી માટી મેરા દેશ’ કાર્યક્રમમાં કોંગ્રેસ આગેવાનોને ભાજપનો ખેસ પહેરાવી આવકારવામાં આવેલ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, કાલાવડ       ભારતીય જનતા પાર્ટી-કાલાવડ તાલુકા દ્વારા યોજાયેલ 'મેરી માટી મેરા દેશ' કાર્યક્રમમાં કાલાવડ તાલુકા પંચાયતના કોંગ્રેસના સદસ્ય અને રાજકોટ માર્કેટિંગ યાર્ડના ડીરેક્ટર તથા સૌરાષ્ટ્ર દલાલ મંડળના પ્રમુખ અતુલભાઈ કમાણી, તાલુકા પંચાયતના સદસ્ય દક્ષાબેન સાવલીયા, જીગ્નેશભાઈ સાવલીયા, મોટી સંખ્યામાં ઉપસ્થિત શુભેચ્છકો સાથે આગેવાનોની હાજરીમાં ભાજપમાં પ્રવેશ કરેલ. જેઓને ભાજપનો ખેસ પહેરાવી આવકારવામાં આવેલ.       આ પ્રસંગે જીલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ ડાંગરીયા, શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ વોરા, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, અભિષેકભાઈ પટવા, જીલ્લા પંચાયત સદસ્ય ગોમતીબેન ચાવડા, જગદીશભાઈ સાંગાણી, મહામંત્રી છગનભાઈ સોરઠીયા, પરાક્રમસિંહ જાડેજા, મહેશભાઈ સાવલીયા, વિનુભાઈ રાખોલીયા, જીલ્લા ભાજપના આગેવાન ગાંડુભાઈ ડાંગરીયા, પી....
નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગાંધીનગર સેકટર-૧ તથા ગીફ્ટ સીટીના ર૦ કિ.મી.ના રુટ પર ટ્રેનના ટ્રાયલ આવતા વર્ષના એપ્રિલ માસમાં શરુ થાય તેવું આયોજન

નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગાંધીનગર સેકટર-૧ તથા ગીફ્ટ સીટીના ર૦ કિ.મી.ના રુટ પર ટ્રેનના ટ્રાયલ આવતા વર્ષના એપ્રિલ માસમાં શરુ થાય તેવું આયોજન

Gujarat
અમદાવાદ મેટ્રો ફેઝ-ર નું કામ પુરજોશમાં  હિન્દ ન્યુઝ, અમદાવાદ      જીએમઆરસીની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ અમદાવાદ મેટ્રો ફેઝ-ર હેઠળ મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગાંધીનગર સેકટર-૧ તથા ગીફ્ટ સીટીના ર૦ કિ.મી.ના પ્રાયોરીટી સેકશનની કામગીરી ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. સાબરમતી નદી ઉપર તથા નર્મદા કેનાલ ઉપરના બે મોટા પુલો પૈકી સાબરમતી નદી ઉપર ર૩ ગાળા (દરેક ૪૮.૮૦ મીટરના) નો કુલ ૧ કિ.મીટર લાંબો પુલ છે, જે પૈકી ૧ર ગાળાનું કામ પુર્ણ થયેલ છે અને ૧૩મા ગાળાનું કામ પ્રગતિમાં છે. દરેક ગાળાનું સુપર સ્ટ્રકચર વિક્રમી ૬ દિવસમાં પૂર્ણ કરવામાં આવી રહેલ છે. જીએમઆરસીની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ ટ્રેનના ટ્રાયલ આવતા વર્ષના એપ્રિલ માસમાં શરુ થાય તેવું આયોજન છે....
આજથી આકાશમાં ડ્રકોનીકસ ઉલ્કા વર્ષાનો અદ્દભુત નજારો જોવા મળશે

આજથી આકાશમાં ડ્રકોનીકસ ઉલ્કા વર્ષાનો અદ્દભુત નજારો જોવા મળશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ            અમદાવાદ : દુનિયાભરમાં આજથી ચાર દિવસ ઉપરાંત તા. ૨૨ મી ઓકટોબર સુધી આકાશમાં ડ્રેકોનીકસ ઉલ્કા વર્ષાનો અદ્દભૂત નજારો જોવા મળશે. સ્વચ્છ આકાશમાં કલાકના ૫૦ થી ૧૦૦ વધુ ઉલ્કા પડતી જોવા મળશે. ઉલ્કા વર્ષાનો નજારો નિહાળવા રાજયના લોકોને ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ અપીલ કરી છે. જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે તા. ૮ અને તા. ૯ વહેલી પરોઢે આકાશમાં ફેંકોનીક્સ ઉલ્કા વર્ષા પડતી જેવા મળી હતી. ઉપરાંત આજથી તા. ૧૩ ની વહેલી પરોઢે ઉલ્કા પડતી જોવા મળશે. કલાક દીઠ દર મધ્ય-ઉત્તરી અક્ષાશો (45N) પરશ્રી જોવામાં આવતા ૪ ની નજીક અને ઉષ્ટકટિબંધીય દક્ષિણી સ્થાનો (25S) પરથી જોવા મળતા ૩ ની નજીક અને કલાક દીઠ દરો ૧૧ ની નજીક મધ્ય-ઉત્તરી અક્ષાંશ (45N) અને ૯ ઉષ્ણકટિબંધીય દક્ષિણી સ્થાનો (255) પરથી દેખાય છે. ખગોળી ઘટના નિહાળવામાં ધીરજ રાખવી જરૂરી છે.     વધુમા...