Tuesday, February 17News That Matters

ભારતીય જનતા પાર્ટી-કાલાવડ તાલુકા દ્વારા યોજાયેલ ‘મેરી માટી મેરા દેશ’ કાર્યક્રમમાં કોંગ્રેસ આગેવાનોને ભાજપનો ખેસ પહેરાવી આવકારવામાં આવેલ

હિન્દ ટીવી – ગુજરાતી, કાલાવડ

      ભારતીય જનતા પાર્ટી-કાલાવડ તાલુકા દ્વારા યોજાયેલ ‘મેરી માટી મેરા દેશ’ કાર્યક્રમમાં કાલાવડ તાલુકા પંચાયતના કોંગ્રેસના સદસ્ય અને રાજકોટ માર્કેટિંગ યાર્ડના ડીરેક્ટર તથા સૌરાષ્ટ્ર દલાલ મંડળના પ્રમુખ અતુલભાઈ કમાણી, તાલુકા પંચાયતના સદસ્ય દક્ષાબેન સાવલીયા, જીગ્નેશભાઈ સાવલીયા, મોટી સંખ્યામાં ઉપસ્થિત શુભેચ્છકો સાથે આગેવાનોની હાજરીમાં ભાજપમાં પ્રવેશ કરેલ. જેઓને ભાજપનો ખેસ પહેરાવી આવકારવામાં આવેલ.

      આ પ્રસંગે જીલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ ડાંગરીયા, શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ વોરા, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, અભિષેકભાઈ પટવા, જીલ્લા પંચાયત સદસ્ય ગોમતીબેન ચાવડા, જગદીશભાઈ સાંગાણી, મહામંત્રી છગનભાઈ સોરઠીયા, પરાક્રમસિંહ જાડેજા, મહેશભાઈ સાવલીયા, વિનુભાઈ રાખોલીયા, જીલ્લા ભાજપના આગેવાન ગાંડુભાઈ ડાંગરીયા, પી.ડી.જાડેજા, હીનાબેન રાખોલીયા, જમનભાઈ તારપરા, વલ્લભભાઈ વાગડીયા, કશ્યપભાઈ વૈષ્ણવ, મુળજીભાઈ ઘૈઈડા, જેન્તીભાઈ પાનસુરીયા, કનકસિંહ જાડેજા, એમ.પી.ડાંગરીયા, મુરતુજાભાઈ સાદીકોટ, મનોજભાઈ પરમાર સહીત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *